________________
મહાયુદ્ધને આરભ
૯૩
:
તો ક્યારનાયે થઈ ચૂક્યો હતા. બેલ્જિયમને પ્રશ્ન એ તે તેને એક ફાવતું અહાનું મળી ગયું. એમ જણાય છે કે, જો એમ કરવું જરૂરી લાગે તે, જર્મની ઉપર હુમલા કરવાને બેલ્જિયમમાં થઈને પોતાનું સૈન્ય લઈ જવાની યેાજના ફ્રાંસના લશ્કરી સત્તાવાળાઓએ પણ યુદ્ધ પહેલાંના સમયમાં કરી રાખી હતી. એ ગમે તેમ હા પણ ઇંગ્લંડે તે પોતાનાં ગંભીર વચને તથા સધિઓને માત્ર કાગળના એક નકામા ટુકડા ' સમાન ગણુનાર જેને વર્ણવવામાં આવ્યું હતું તે જનીની સામે ન્યાય અને સત્યના મહાન રક્ષક અને નાની પ્રજાના ખેરખાં હોવાનો ડોળ કરવાના પ્રયત્ન કર્યાં. ૪થી આગસ્ટની મધરાતે ઇંગ્લંડે જની સામે યુદ્ધ જાહેર કર્યું. પર ંતુ કાઈ પણ આપત્તિ આવતી ટાળવાને ખાતર એક દિવસ આગળ ગુપ્તતાથી પોતાનું સૈન્ય એને બ્રિટનનું ચડાઈ કરનારું સૈન્ય કહેવામાં આવે છે - બ્રિટિશ ખાડીમાં થઈને ક્રાંસ મેાકલી આપવાની તેણે સાવચેતી રાખી હતી. એથી કરીને, ઇંગ્લેંડ યુદ્ધમાં જોડાશે કે નહિ એ પ્રશ્ન હજી તાળાઈ રહ્યો છે એમ દુનિયા વિચારી રહી હતી ત્યારે તે બ્રિટિશ સૈન્ય યુરોપ ખંડની ભૂમિ ઉપર પહોંચી ગયું હતું.
હવે, આસ્ટ્રિયા, રશિયા, જર્મની, ફ્રાંસ, ઈંગ્લેંડ એ બધાંયે યુદ્ધમાં સડૅાવાયાં. અલબત્ત, આ ઉત્પાતના તાત્કાલિક નિમિત્તરૂપ બનેલું સર્બિયા પણ એમાં સડાવાયું. પણ જમની તથા ઑસ્ટ્રિયાના મિત્ર ઇટાલીની શી સ્થિતિ હતી ? ઇટલી અળગું રહ્યું, કઈ બાજુએ લાભ રહેલા છે તે ઇટાલી જોવું રહ્યું, તેણે સાદો કર્યાં અને છ માસ પછી પોતાના જૂના મિત્રની સામે તે ચોક્કસપણે ફ્રાંસ-ઈંગ્લંડ–રશિયાને પક્ષે જોડાયું.
આમ ૧૯૧૪ના આગસ્ટના આરંભના વિસાએ યુરોપનાં સૈન્યોને એકત્ર થતાં અને કૂચ કરતાં નિહાળ્યાં. આ કેવા પ્રકારનાં સૈન્ય હતાં ? પહેલાંના વખતનાં સૈન્યેા સંખ્યાબંધ ધંધાદારી સિપાઈ એનાં બનેલાં હતાં. તે કાયમી સૈન્યા હતાં. પરંતુ ફ્રાંસની ક્રાંતિએ એમાં ભારે ફેરફાર કરી નાખ્યો. જ્યારે ક્રાંતિ પરદેશીઓના હુમલાના ભયમાં આવી પડી ત્યારે સંખ્યાબંધ નારિકાની સૈન્યમાં ભરતી કરવામાં આવી તથા તેમને લશ્કરી તાલીમ આપવામાં આવી: એ સમય પછી, મર્યાદિત સંખ્યાના ધંધાદારી અચ્છિક સૈન્યાને બદલે કજિયાત સૈન્યેા ઊભાં કરવાનું વલણ યુરોપમાં દાખલ થયું. એટલે કે આવાં ફરજિયાત સૈન્યામાં દેશના બધાયે સશક્ત પુરુષોને લશ્કરી નાકરી ખજાવવાની જ પાડવામાં આવતી હતી. આ રીતે સશક્ત પુરુષની આ સાત્રિક લશ્કરી કરી એ ક્રાંસની ક્રાંતિનું ફરજંદ હતું. આખાયે યુરોપ ખંડમાં એના ફેલાવા થયા અને ત્યાં આગળ પ્રત્યેક યુવાનને બે કે તેથી વધારે વરસ સુધી છાવણીમાં રહીને લશ્કરી તાલીમ લેવી પડતી અને પછીથી જ્યારે તેને નાકરી માટે ખેલાવવામાં આવે ત્યારે પોતાની સેવા આપવાને તે બધાયેલા હતા. આમ