SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૪ જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન યુદ્ધની સક્રિય કામગીરી ઉપરનું સૈન્ય એટલે કે રાષ્ટ્રના લગભગ આખાયે યુવાન પુરુષવર્ગ. ફ્રાંસ, જર્માંની, આસ્ટ્રિયા તથા રશિયામાં આમ જ હતું અને એ દેશોના લશ્કરને જમાવ કરવે એટલે કે દૂર દૂરનાં શહેર કે ગામડાંમાં આવેલાં તેમનાં ધર આગળથી આ યુવાનેને ખેલાવવા. યુદ્ધ શરૂ થયું ત્યારે ઇંગ્લેંડમાં આવા પ્રકારની સાત્રિક લશ્કરી નોકરીની હસ્તી નહોતી. પોતાના અળવાન નૌકા કાલા ઉપર ભરોસો રાખીને તેણે પ્રમાણમાં નાનું કાયમી અચ્છિક સૈન્ય રાખ્યું હતું. પરંતુ યુદ્ધ દરમ્યાન તે ખીજા દેશેાની હારમાં આવી ગયું અને તેણે ફરજિયાત લશ્કરી તાકરી દાખલ કરી. સમગ્ર પ્રજા સશસ્ત્ર બને એ સાર્વત્રિક લશ્કરી નોકરીના અર્થ થતો હતો. લશ્કરને જમાવ કરવાના હુકમેાની અસર પ્રત્યેક શહેર, પ્રત્યેક ગામ અને પ્રત્યેક કુટુંબ સુધી પહેાંચી હતી. ઑગસ્ટ માસના એ આરંભના દિવસેામાં યુરોપના મોટા ભાગમાં જીવન એકાએક સ્થિર થઈ ગયું. લાખો યુવાનો ધર છોડીને ચાલી નીકળ્યા અને તેઓ કદીયે પાછા ફર્યાં નહિ. સત્ર કૂચકદમ થવા લાગી, લશ્કરાને હ નાદોથી વધાવી લેવામાં આવ્યાં, રાષ્ટ્રોયતાની ધગશનું અસાધારણ પ્રદર્શન થયું, હૃદયની લાગણીઓ મૂડી થઈ, તેમ જ અમુક પ્રકારનું લાપરવાપણું પણ આવ્યું; કેમ કે હવે પછીનાં વરસામાં દેખા દેનારી યુદ્ઘની ભીષણતાઓના તે વખતે ઝાઝો ખ્યાલ આવ્યા નહોતા. ભારે ધગશભર્યાં રાષ્ટ્રવાદના આ વટાળમાં સૌ સપડાયા. આંતરરાષ્ટ્રીયતાની જોરશેારથી વાતો કરનારા સામ્રાજ્યવાદીએ, તથા મૂડીવાદના સર્વ સામાન્ય દુશ્મનની સામે સમગ્ર દુનિયાના મજૂરોને એકત્ર થવાની હાકલ કરનારા માર્કસના અનુયાયીઓ સુધ્ધાં આ વટાળમાં સપડાયા અને મૂડીવાદીઓના વિગ્રહમાં ઉત્સાહી દેશભક્તો તરીકે જોડાયા. આ વટાળની સામે માત્ર ગણ્યાગાંઠ્યા માસા ટકી રહ્યા. પરંતુ તેમને ધિક્કારી કાઢવામાં આવ્યા, ખાવી દેવામાં આવ્યા તથા કેટલીક વાર તેમને શિક્ષા પણ કરવામાં આવી. દુશ્મન પ્રત્યેના દ્વેષથી મેટાભાગના લાકા ગાંડાતૂર બની ગયા. અંગ્રેજ અને જન મજૂરો એકખીજાનાં ગળાં રૅસી રહ્યા હતા ત્યારે એ બંને દેશાના તથા અન્ય દેશેાના વિદ્વાનો, વૈજ્ઞાનિકે અને અધ્યાપકેા એકબીજા ઉપર ગાળે વરસાવતા હતા તથા એકબીજા વિષેની અતિશય ધાર વાતા સાચી માનતા હતા. આમ, મહાયુદ્ધ આવતાં ૧૯મી સદીના યુગ પૂરો થાય છે. પશ્ચિમની સંસ્કૃતિની ભવ્ય અને શાંત ગંગા એકાએક યુદ્ધના વમળમાં ઝડપાઈ ગઈ. જૂની દુનિયાના હમેશને માટે અંત આવ્યેા. ચાર વરસ કરતાં વધારે સમય પછી એ વમળમાંથી કઈક નવીન વસ્તુ બહાર આવી.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy