SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મેકલ્યું. પાંચ દિવસ પછી ૨૮મી જુલાઈએ ઑસ્ટ્રિયાએ સર્બિયા સામે લડાઈ જાહેર કરી. ઓસ્ટ્રિયાની રાજનીતિનાં સૂત્ર મુખ્યત્વે કરીને એક ઘમંડી અને મૂર્ખ પ્રધાનના હાથમાં હતાં. તેને ગમે તે ભોગે લડાઈ કરવી જ હતી. વયેવૃદ્ધ સમ્રાટ ફ્રાંસીસ જોસેફને (૧૮૪૮ની સાલથી તે ગાદી ઉપર હતો) એમાં સંમત થવાને સમજાવવામાં આવ્યું. અને મદદ માટેના જર્મનીના અરધાપરધા વચનને સહાયની સંપૂર્ણ બાંયધરી તરીકે દર્શાવવામાં આવ્યું. વાસ્તવમાં, ઑસ્ટ્રિયા સિવાયની બીજી કઈ પણ મોટી સત્તા એ જ ટાંકણે યુદ્ધ માટે આતુર ન હતી એમ કહી શકાય. તેની તૈયારી અને લડાયક વૃત્તિ હોવા છતાંયે જર્મની યુદ્ધ માટે તત્પર નહોતું અને કેઝર વિહેમ બીજાએ તે એ અટકાવવાને મેળે પ્રયાસ પણ કર્યો. ઇંગ્લંડ તથા કાંસ યુદ્ધ માટે આતુર નહોતાં. રશિયન સરકાર એટલે એક માત્ર ઝાર. તે નમાલે અને બેવકૂફ માણસ હતે. પિતાની પસંદગીના ધૂર્તો તથા બેવફેથી તે વીંટળાયેલું હતું અને તેઓ તેને અહીંથીતહીં ધક્કા ખવડાવતા હતા. અને આમ છતાયે કરડેનું ભાવી આ એક માણસના હાથમાં રહેલું હતું. ઝાર પણ, એકંદરે તે યુદ્ધની વિરુદ્ધ હતો પરંતુ તેના સલાહકારેએ તેને ઢીલ કરવાનાં પરિણામેથી ભડકાવી માર્યો અને લશ્કરને જમાવ’ કરવાની બાબતમાં તેમણે તેની સંમતિ લઈ લીધી. લશ્કરને “જમાવ” કરે એટલે કે તેને સક્રિય કામગીરી માટે એકત્ર કરવું, અને રશિયા જેવા વિશાળ મુલકમાં એમ કરતાં વખત લાગે. જર્મનીના હુમલાના ભયથી કદાચ રશિયાએ પિતાના સૈન્યને “જમાવ' કર્યો હેય એ બનવાજોગ છે. લશ્કરને જમાવ કરવાના –– ૩૦મી જુલાઈએ લશ્કરને જમાવ કરવામાં આવ્યું હત– આ ખબરે જર્મનીને ભડકાવ્યું અને રશિયાએ એ બંધ રાખવું જોઈએ એવી તેણે માગણી કરી. પરંતુ યુદ્ધના પ્રચંડયંત્રને હવે અટકાવવાપણું રહ્યું નહતું. બે દિવસ પછી ૧લી ઓગસ્ટે જર્મનીએ પણ પિતાના લશ્કરને “જમાવ” કર્યો અને તેણે રશિયા તથા ફ્રાંસ સામે લડાઈ જાહેર કરી. અને તરત જ વિરાટ જર્મન સૈન્ય તે રસ્તે કાંસ પહોંચવાને માટે બેલ્જિયમ ઉપર ચડાઈ શરૂ કરી. કેમ કે કાંસ પહોંચવાને એ માર્ગ વધારે સુગમ હતા. ગરીબ બિચારા બેલ્જિયમે જર્મનીનું કશુંયે બગાડયું નહતું પરંતુ રાષ્ટ્રો જીવનમરણ માટે લડે છે ત્યારે તેઓ આવી નજીવી વસ્તુઓ કે આપેલા વચનની લવલેશ પરવા કરતાં નથી. બેલ્જિયમમાં થઈને પિતાનું સૈન્ય મોકલવાની પરવાનગી જર્મને સરકારે બેલ્જિયમ પાસે માગી હતી પરંતુ સ્વાભાવિક રીતે જ અને ક્રોધપૂર્વક આવી પરવાનગી નકારવામાં આવી. - બેલ્જિયમની તટસ્થતાના કરવામાં આવેલા આ ભંગને કારણે ઇંગ્લંડમાં તેમ જ અન્યત્ર ભારે શોરબકોર મચી રહ્યો અને એ મુદ્દા ઉપર ઇંગ્લડે પિતે જર્મની સામે લડાઈ જાહેર કરી. ખરી વાત તો એ છે કે, ઈંગ્લેંડને નિર્ણય
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy