SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ મહાયુદ્ધના આરભ ૯૨૧ હિતા સાચવવાને અર્થે એ મૈત્રી હતી. ઇંગ્લંડ અને રશિયા વચ્ચેની હરીફાઈના દિવસે દરમ્યાન એ મૈત્રી કરવામાં આવી હતી અને ઇંગ્લંડ તથા રશિયા હવે એક જ પક્ષે હતાં છતાંયે તે હજી ચાલુ રહી હતી. મહાન સત્તામાંથી એક માત્ર અમેરિકા જ યુરોપની આ મૈત્રીએ અને સમતાની પદ્ધતિમાંથી અળગુ રહ્યું હતું. ૧૯૧૪ની સાલમાં આ સ્થિતિ હતી. તને યાદ હશે કે એ વખતે ઇંગ્લંડ હામ ફલને અ ંગે આયર્લૅન્ડની બાબતમાં ભારે મુશ્કેલીમાં ઊતયું હતું. અલ્સ્ટર બળવા પોકારી રહ્યુ હતું અને ઉત્તર તથા દક્ષિણમાં સ્વયંસેવકા કવાયત કરી રહ્યા હતા અને આયર્લૅન્ડમાં ખળવાની વાત થઈ રહી હતી. આયર્લૅન્ડ અંગેની તકલીફ્ ઇંગ્લ ંડને રોકેલું રાખશે અને યુરોપમાં યુદ્ધ જાગે તો તે તેમાં વચ્ચે પડશે નહિ એમ જર્મન સરકારે ધાયું હોય એ બનવા જોગ છે. પરંતુ વાસ્તવમાં બ્રિટિશ સરકાર, લડાઈ ફાટી નીકળે તો ફ્રાંસ સાથે જોડાવાને ખાનગીમાં બધાઈ ચૂકી હતી. પરંતુ એ હકીકત જાહેર થઈ નહોતી. \ ૧૯૧૪ની ૨૮મી જૂન એ દિવસે દાવાનળ પ્રગટાવનાર તણખા ઊડ્યો. આ ડયૂક ફ્રાંસીસ ડનાન્ડ ઑસ્ટ્રિયાની ગાદીના વારસ હતા. તે બાલ્કનમાં આવેલા બોસ્નિયાના પાટનગર સેરાજેવાની મુલાકાતે ગયા હતા. હું તને આગળ કહી ગયા છું કે થાડાં વરસે ઉપર જ્યારે તરુણ તુř પોતાના સુલતાનને દૂર કરવાને મથી રહ્યા હતા ત્યારે ઑસ્ટ્રિયાએ આ મેસ્નિયાને ખાલસા કર્યું હતું. આ ડયૂક પોતાની પત્ની સાથે ખુલ્લી બગીમાં ખેસીને સેરાજેવાના રાજમાર્ગોંમાં થઈ ને પસાર થતા હતા તેવામાં તેના ઉપર ગાળીખાર થયા અને તે તથા તેની પત્ની અને મરાયાં. ઑસ્ટ્રિયાની સરકાર તથા પ્રજા આથી ભારે કાપાયમાન થયાં અને આ ગુનામાં હાથ હોવાના સયિન સરકાર (સર્બિયા એસ્નિયાનું પડેાશી હતું. ) ઉપર તેણે આરોપ મૂક્યો. બેશક, સર્બિયન સરકારે તે એને સાફ ઇન્કાર કર્યાં. ઘણા વખત પછી કરવામાં આવેલી તપાસ ઉપરથી જણાય છે કે, સર્બિયન સરકાર એ ખૂન માટે જવાબદાર નહોતી એ ખરું પરંતુ એને માટે કરવામાં આવેલી તૈયારીથી તે સાવ અજાણ નહે।તી. પરંતુ એ ખૂન માટેની ઘણીખરી જવાબદારી બિયાની બ્લૅકહૅન્ડ 'ની સંસ્થાને શિર જાય છે. " -- ઑસ્ટ્રિયાની સરકારે કઇક અંશે ગુસ્સાના આવેશમાં અને મોટે ભાગે રાજનીતિને કારણે સયિા તરફ ભારે ઉગ્ર વલણ દાખવ્યું. દેખીતી રીતે જ, સર્બિયાને હંમેશને માટે હીણું પાડવાનું તેણે નક્કી કર્યું હતું અને એને પરિણામેમાટે વિગ્રહ થવા પામે તે જર્મનીની સખળ મદદ ઉપર તે આધાર રાખતું હતું. આથી, સર્બિયાની માફી સ્વીકારવામાં આવી નહિ અને ૧૯૧૪ના જુલાઈની ૨૩મી તારીખે આસ્ટ્રિયાએ સયિા ઉપર યુદ્ધનું આખરી કહેણુ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy