________________
જગતના ઇતિહાસનું' રેખા 'ન
વિશાળતાના પ્રમાણમાં તેની વસ્તી બહુ જ આછી હતી. આથી તેનો વિકાસ કરવાને માટે ઇંગ્લંડનાં નાણાંની તથા તેના પાકા માલની તેને અતિશય ગરજ હતી. એટલે તે સમયે એ એ દેશ વચ્ચે કશા હિત–વિરોધ નહાતા અને તેથી કરીને તેમની વચ્ચે જે વિચિત્ર અને અવનવા પ્રકારના સબંધ ઉપસ્થિત થયે તેને કશી આંચ આવવા ન પામી.
૮૯૮
એ સદીમાં આગળ ઉપર દુનિયાના ખીજા ભાગેામાંનાં બ્રિટિશ સંસ્થાનેને સ્વરાજ આપવાની આ પદ્ધતિના અમલ આસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યેા. સદીના વચગાળા સુધી આસ્ટ્રેલિયા એ ગુનેગાર કેદીઓને રાખવાનું સ્થાન હતું. સદીના અંત સુધીમાં આસ્ટ્રેલિયા સામ્રાજ્યનું સ્વરાજ્ય ભાગવતું સંસ્થાન બની ગયું.
બીજી બાજુ હિંદુ ઉપરના બ્રિટનને પંજો મજબૂત બન્યા અને મુલકા જીતવા માટેની અનેક લડાઈ એ લડીને હિંદના બ્રિટિશ સામ્રાજ્યને વિસ્તારવામાં આવ્યું. હિંદુસ્તાન સંપૂર્ણ પણે બ્રિટનના તાબાના મુલક બની ગયો. સ્વરાજ કે સ્વ–શાસનનું અહીં નામનિશાન પણ નહતું. ૧૮૫૭ના વિપ્લવ ચગદી નાખવામાં આવ્યા અને હિંદને સામ્રાજ્યની તાબેદારીની ધૂંસરીને પૂરેપૂરા અનુભવ કરાવવામાં આવ્યા. ઇંગ્લેંડે તેનું અનેક રીતે કેવી રીતે શોષણ કરવા માંડયું તે વિષે મે તને અન્યત્ર કહ્યુ છે. અલબત હિંદુ એ જ ઇંગ્લેંડનું ખરું સામ્રાજ્ય હતું અને એ હકીકતની જગતમાં દાંડી પીટવા ખાતર વિકટારિયાએ હિંદની સામ્રાજ્ઞીનું પદ ધારણ કર્યું. પરંતુ, હિ ંદુસ્તાન ઉપરાંત દુનિયાના જુદા જુદા ભાગેામાં ઈંગ્લેંડના તાબાના બીજા પણ નાના નાના મુલકા હતા.
આમ, બ્રિટિશ સામ્રાજ્ય એ ભિન્ન પ્રકારના દેશોના એક વિચિત્ર પ્રકારના શંભુમેળા સમાન બની ગયું. એમાં એક તરફ સ્વયંશાસિત દેશ હતા જે આગળ ઉપર સ્વરાજ્ય ભાગવતાં સંસ્થાના બન્યાં અને ખીજા તાબાના દેશ અને સંરક્ષિત પ્રદેશા હતા. પહેલા પ્રકારના દેશો માતૃદેશ ઇંગ્લંડનું ઉપરીપણું સ્વીકારનારા કુટુંબીજન સમાન હતા જ્યારે ખીજા પ્રકારના દેશો તો ચોક્કસપણે સામ્રાજ્યના દાસ અને ગુલામેા હતા. તેમને હલકા ગણવામાં આવતા હતા, તેમના પ્રત્યે ગેરવર્તાવ રાખવામાં આવતા હતા તથા તેમનું શાષણ કરવામાં આવતું હતું. સ્વાયત્ત અથવા સ્વરાજ ભાગવતાં સંસ્થાનાના પ્રજાજના અંગ્રેજ અથવા યુરેપિયન કે તેમના વંશજો હતા. તાબાના મુલકના પ્રજાજને બ્રિટિશ કે યુરેપિયન ઓલાદના નહોતા.
ઇંગ્લંડ પાસે સ ંપત્તિ હતી તેમ જ સામ્રાજ્ય પણ હતું અને તેથી કરીને તે ઘણે અંશે સંતુષ્ટ હતું. પરંતુ તે સ ંપૂર્ણ પણે સ ંતુષ્ટ હતું એમ તે ન જ કહી શકાય. કેમ કે સામ્રાજ્યની ભૂખ કદી શમતી જ નથી. તેમના તાબા નીચેના મુલકના ગમે એટલા વિસ્તાર પણ સામ્રાજ્યવાદીઓને એ જ લાગે છે અને તેમાં વધારા કરવાની તેમને હમેશાં ઇચ્છા રહ્યાં કરે છે. પણ ઇંગ્લંડની પ્રધાન