________________
ઈગ્લેંડને વિકટેરિયા યુગ
૮૯૭ જેમ વિકટ પરિસ્થિતિ ઊભી થતી ગઈ તેમ તેમ આફત ટાળવા ખાતર એ સદી દરમ્યાન વધારે ને વધારે લેકેને મતાધિકાર આપવામાં આવ્યું હતું.
એ સદીનાં ઘણાં વરસે દરમ્યાન વિક્ટોરિયા ઇંગ્લંડની રાણી હતી. ૧૮મી સદી દરમ્યાન ઈંગ્લંડની ગાદીને જ નામના ઘણું રાજાઓ આપનાર જર્મનીના હેનેવર વંશની તે હતી. ૧૮૯૭ની સાલમાં તે ગાદીએ આવી અને ૬૩ વરસ સુધી એટલે કે ૧૯મી સદીના અંત સુધી તેણે રાજ્ય કર્યું. વિકટોરિયા ગાદીએ આવી ત્યારે તેની ઉંમર ૧૮ વરસની હતી. તેના આ લાંબા શાસનકાળને ઘણી વાર ઈગ્લેંડના વિકટેરિયાયુગ તરીકે ઓળખવામાં આવે છે. આમ રાણી વિક્ટોરિયાએ યુરોપમાં તેમ જ અન્યત્ર મેટાં મોટાં અનેક પરિવર્તન જેમાં તથા પુરાણું સીમાચિને અદશ્ય થતાં અને નવાં તેની જગ્યા લેતાં પણ તેના જોવામાં આવ્યાં. યુરોપમાં થયેલી ક્રાંતિઓ, કાંસમાં થયેલાં મહાન પરિવર્તને તથા ઈટાલીના રાષ્ટ્ર તેમ જ જર્મન સામ્રાજ્યને થયેલે ઉદય વગેરે તેના જેવામાં આવ્યાં. મરતા સુધીમાં તે આખા યુરોપની તથા તેના દેશના રાજાઓની દાદી જેવી બની ગઈ. પરંતુ વિકટોરિયાના સમકાલીન યુરેપના બીજા એક રાજકર્તાની કારકિર્દી પણ એવી જ છે. એ ઓસ્ટ્રિયાના હસબર્ગ વંશના રાજા જોસફ હતે. ૧૮૪૮ના ક્રાંતિના વરસમાં તે પણ ૧૮ વરસની ઉંમરે તેના ક્ષીણ થઈ ગયેલા સામ્રાજ્યની ગાદી ઉપર આવ્યું હતું. ૬૦ વરસ સુધી તેણે રાજ્ય કર્યું અને એસ્ટ્રિયા તથા હંગરી અને સામ્રાજ્યના બીજા ભાગને તે પોતાના કાબૂ નીચે એકત્ર રાખી શક્યો. પરંતુ વિશ્વયુદ્ધ તેને તથા તેના સામ્રાજ્યને પણ અંત આણ્યો.
પરંતુ વિકટોરિયા તેના કરતાં વધારે ભાગ્યશાળી હતી. તેના અમલ દરમ્યાન તેણે ઇંગ્લેંડનું સામર્થ વધતું અને તેનું સામ્રાજ્ય વિસ્તરતું જોયું. તે ગાદીએ આવી ત્યારે કેનેડામાં ઉપદ્રવ પેદા થયો હતો. એ સંસ્થાને છડેચેક બંડ પોકાર્યું હતું અને મોટા ભાગના સંસ્થાનવાસીઓ ઈંગ્લેડથી છૂટ્ટા પડી જઈ પિતાના પડેશી અમેરિકાનાં યુનાઈટેડ સ્ટેટ્સ સાથે ભળી જવા માગતા હતા. પરંતુ અમેરિકા સાથેની લડાઈમાંથી ઈંગ્લંડને સારે બોધ મળે હતું એટલે તેણે ત્વરાથી કેનેડાના લેકને મોટા પ્રમાણમાં સ્વરાજ આપીને સંતુષ્ટ કર્યા. થોડા જ વખતમાં એ સંપૂર્ણ સ્વરાજ ભોગવતું સંસ્થાન બની ગયું. સામ્રાજ્યમાં આ નવીન પ્રકારનો અખતરે હતે કેમ કે સ્વાતંત્ર્ય અને સામ્રાજ્ય એ બેનો મેળ બેસતું નથી. પરંતુ સંજોગવશાત્ ઈંગ્લેંડને એમ કરવાની ફરજ પડી હતી, કેમ કે નહિ તે તે કેનેડાને સમળશું ખોઈ બેસત. કેનેડાની મોટા ભાગની વસતી અંગ્રેજ લેકમાંથી ઉતરી આવી હતી એટલે માતૃદેશ તરીકે ઇંગ્લંડ માટે તેમના દિલમાં લાગણીનું પ્રબળ બંધન હતું. વળી કેનેડા એ નવો દેશ હતો અને તેનો અતિશય વિસ્તૃત પ્રદેશ હજી અણવિકસેલું હતું. અને એ પ્રદેશની