SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ઇલંડને વિકટેરિયા યુગ ચિંતા હવે વધારે મુલક મેળવવા માટે નહિ પણ જે મુલક તેની પાસે હતા તેનું રક્ષણ કરવા માટે હતી. હિંદુસ્તાન, ખાસ કરીને તેને સૌથી અમૂલ્ય તાબાને મુલક હતા અને એને તે છેવટ સુધી પિતાના પંજામાં રાખી મૂકવા માગતું હતું. હિંદને કબજે પિતાની પાસે રહે અને પૂર્વ તરફના જળમાર્ગો સલામત રહે એ મુદ્દા ઉપર જ તેની સારી વિદેશનીતિ અવલંબતી હતી. એને ખાતર જ તેણે મિસરમાં પગપેસારો કર્યો અને આખરે તે દેશ ઉપર પિતાનું વર્ચસ્વ જમાવ્યું. એ જ પ્રમાણે ઈરાન તથા અફઘાનિસ્તાનમાં પણ તેણે એટલા જ ખાતર માથું માર્યું. ભારે ચાલાકીથી તેણે સુએઝ નહેરની કંપનીના શેર ખરીદી લીધા અને એ રીતે એ નહેર ઉપર પિતાને કાબૂ મેળવ્યું. ૧૯મી સદીના મોટા ભાગમાં યુરોપનાં ઘણાંખરાં રાજ્ય તરફથી ઇંગ્લંડને કશી મુશ્કેલી આવી નહિ; કેમ કે તે બધાં અનેક તકલીફમાં ગૂંચવાયેલાં હતાં અને ઘણી વાર તો આપસમાં એકબીજા સાથે લડતાં હતાં. એક દેશ સામે બીજા દેશને ઊભો કરીને યુરોપમાં સમતલપણું જાળવવાની તેની પરંપરાગત રમત ઇંગ્લંડ રમી રહ્યું હતું અને આ રીતે તે યુરેપ ખંડનાં રાજ્યની આપસની હરીફાઈને લાભ ઉઠાવી રહ્યું હતું. ક્રાંસનો કજે નેપોલિયન તેને જોખમકારક લાગે પરંતુ તેનું પતન થયું અને એ ફટકાની અસરમાંથી મુક્ત થતાં ક્રાંસને વખત લાગ્યા. જર્મની પણ ગંભીર હરીફ બનવા જેટલું હજી પ્રૌઢ બન્યું નહોતું. પરંતુ એક દેશ બ્રિટિશ સામ્રાજ્યને પડકારે એવું લાગતું હતું. એ દેશ તે ઝારશાહી રશિયા. એમ તો રશિયા એ પછાત દેશ હતો પરંતુ નકશામાં એ બહુ વિશાળ દેશ છે. જેમ ઈંગ્લડે હિંદુસ્તાન અને દક્ષિણ એશિયામાં પિતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું તેમ રશિયાએ ઉત્તર અને મધ્ય એશિયામાં પિતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું, અને હિંદુસ્તાનથી તેની સરહદ બહુ દૂર નહોતી. રશિયાની આ સમીપતા ઇંગ્લંડને નિરંતર ઓથારની પેઠે ત્રાસ આપતી હતી. હિંદુસ્તાન વિષે વાત કરતી વખતે બ્રિટને અફઘાનિસ્તાન ઉપર કરેલી ચડાઈ તથા અફઘાન વિગ્રહ વિષે હું તને આગળ કહી ગયો છું. આ બધું કેવળ રશિયાના ડરને ખાતર જ કરવામાં આવ્યું હતું. યુરોપમાં પણ ઈંગ્લેંડ અને રશિયા વચ્ચે યુદ્ધ જાગ્યું. આખું વરસ ખુલ્લું રહે અને શિયાળામાં પણ થીજી ન જાય એવું એક સારું બંદર મેળવવાની રશિયાની મુરાદ હતી. તેનો મુલક અતિશય વિશાળ હતા. પરંતુ તેનાં બધાં બંદરે ઉત્તર ધ્રુવના પ્રદેશની આસપાસ હતાં અને વરસના અમુક વખત સુધી તે થીજી જતાં હતાં. હિંદુસ્તાન, અફઘાનિસ્તાન તેમ જ ઈરાનમાં થઈને દરિયા ઉપર પહોંચતાં તેને ઇગ્લેંડ રેકતું હતું. કાળો સમુદ્ર ફરસ અને ડાર્ડનલ્સ ઉપર આવેલા તુર્કીના તાબાના પ્રદેશોથી ઘેરાયેલો હતે. ભૂતકાળમાં તેણે કસ્ટાન્ટિનેપલને કબજે લેવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સમયે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy