SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ જમ નીના ઉદય ૯૪૨ શરમિંદી કરવામાં આવી હતી તથા તેને તેજોવધ કરવામાં આવ્યો હતો તેથી તેના હૃદયમાં ક્રોધે ઘર કર્યું. ક્રાંસની પ્રજા ગર્વિષ્ઠ છે અને તે પોતાનું અપમાન કદી ભૂલતી નથી. વેર લેવાની વૃત્તિએ તેને ઘેલી કરી મૂકી. ખાસ કરીને આલ્સાસ અને લોરેઈનની ખેાટ તેમને સાલતી હતી. તેના પરાજય પછી આસ્ટ્રિયા પ્રત્યે ઉદારતા દાખવવામાં બિસ્માર્કે ડહાપણ વાપર્યું હતું પરંતુ ફ્રાંસ પ્રત્યેના તેના કડક વર્તાવમાં કશુંયે ડહાપણુ કે ઉદારતા નહાતાં. એક સ્વાભિમાની દુશ્મનના તેજોવધ કરીને તેણે ભીષણ અને કાયમી દુશ્મનાવટ વહારી લીધી. યુદ્ધ પૂરું થવા પહેલાં જ સેડનની લડાઈ પછી તરત જ કાર્લ માર્ક્સ નામના એક નામીચા સમાજવાદીએ એક જાહેરનામું બહાર પાડયું હતું. તેમાં તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે આલ્સાસને ખાલસા કરવામાં આવ્યું છે તેને પરિણામે “ એ દેશ વચ્ચે જીવલેણુ અદાવત પેદા થશે અને કાયમી સુલેહને બદલે તહરૂખીની સ્થિતિ ચાલુ રહેશે.” મીજી ઘણી બાબતોની પેઠે આ બાબતમાં પણ તે ભવિષ્યવેત્તા નીવડચો. *t જમનીમાં બિસ્માર્ક હવે સામ્રાજ્યના સર્વ સત્તાધારી વડે પ્રધાન બન્યા. પોલાદ અને રુધિર ”ની નીતિ થેાડા વખત પૂરતી તો સફ્ળ થઈ. જમનીએ તેને અપનાવી લીધી અને ઉદાર વિચારાના ભાવ ઘટી ગયા. બિસ્માર્કે રાજાના હાથમાં સઘળી સત્તા રાખવાને પ્રયત્ન કર્યાં કેમ કે લેાકશાહીમાં તેને શ્રા નહોતી. જર્મન ઉદ્યોગાના વિકાસ તથા નવા ઊભા થયેલા કારખાનાના મજૂરાના વર્ગને લીધે નવા પ્રશ્નો ઊભા થયા; કેમ કે એ માર વગ બળવાન બન્યો અને ઉદ્દામ માગણી કરવા લાગ્યા. બિસ્માર્ક મજૂરોની સ્થિતિ સુધારીને તથા સમાજવાદને દાખી દઈને એમ એ રીતે તેમની જોડે કામ લીધું. સામાજિક કાયદા કરીને તેણે મજૂર વર્ગને પોતાના કરી લેવાના અથવા કંઈ નહિ તે તેને વધારે ઉદ્દામ બનતા અટકાવવાના પ્રયાસ કર્યાં. જનીએ આ રીતે આ પ્રકારના કાયદા કરવાની દિશામાં પહેલ કરી અને જ્યાં આગળ ઉદ્યોગો તેમ જ મજૂર ચળવળ એનાથી પહેલાં શરૂ થયાં હતાં તે ઇંગ્લંડે એ દિશામાં કાંઈક કર્યું તે પહેલાં જનીમાં મારા માટે વૃદ્ધાવસ્થાનાં પેન્શન, વીમેા તથા દાક્તરી મદદના કાયદા કરવામાં આવ્યા હતા. આ નીતિને થોડી સફળતા મળી ખરી પરંતુ એમ છતાંયે મજૂરાની સંસ્થા વિકસવા પામી. તેમની પાસે શક્તિશાળી આગેવાના હતા. એમાં ફર્ડિનાન્ડ લેસેલ ભારે પ્રતિભાશાળી પુરુષ હતો. ૧૯મી સદીના એ સૌથી શ્રેષ્ઠ વક્તા ગણાય છે. યુદ્ધમાં તે યુવાન વયમાં મરણ પામ્યા. વિલ્હેમ લિમ્નેટ તેમને ખીન્ને એક નેતા હતા. તે એક જૂના જોગી અને બહાદુર લડવૈયા તથા ક્રાંતિકારી પુરુષ હતા. ગોળી વાગવાથી તે મરતા મરતા બચ્યા હતા અને તેણે લાંબુ આયુષ્ય ભાગવ્યું હતું. સ્વાતંત્ર્ય માટેની લડત તેના પુત્ર કાલ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy