________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન નવા ઉદ્દભવેલા સમાજવાદી વિચારો પણ એમાં અમલમાં મૂકવામાં આવ્યા હતા. એક રીતે આ પૅરિસનું “કેમ્પન' રશિયાના સેવિયેટ પ્રજાસત્તાકેનું પુરેગામી હતું.
પરંતુ પેરિસના આ “કમ્યુન’નું જીવન બહુ ટૂંકું હતું, આમ પ્રજાના . આ બળવાથી ડરી જઈને રાજાશાહીના પક્ષકાર તથા મધ્યમ વર્ગના લેકેએ
પેરિસના જે ભાગમાં “કેમ્પન'ની આણ વર્તતી હતી, તે ભાગને ઘેરો ઘાલ્ય. નજીકમાં વસઈ આગળ અને અન્યત્ર જર્મન સૈન્ય આ તમાશે નિહાળી રહ્યું હતું. જર્મને કેદ પકડેલા ફ્રેંચ સૈનિકોને હવે છોડી દેવામાં આવ્યા હતા. છૂટીને તેઓ પેરિસ પાછા ફર્યા અને પિતાના જૂના અમલદારોને પક્ષ લઈને તેઓ કોમ્યુનની સામે લડયા. તેઓ કોમ્યુનના રક્ષકાની સામે ધસ્યા અને ઉનાળામાં મે માસના અંતમાં એક દિવસે તેમને હરાવ્યા. તેમણે પેરિસની શેરીઓમાં ૩૦,૦૦૦ સ્ત્રીપુરુષની કતલ કરી. પકડવામાં આવેલા સંખ્યાબંધ કમ્યુનના પક્ષકારોને એ પછી ઠંડે કલેજે ઠાર કરવામાં આવ્યા. પેરિસ કોમ્યુનને
આ રીતે અંત આવ્યો. એથી કરીને યુરોપમાં તે વખતે ભારે સનસનાટી ફેલાઈ હતી. ખુનામરકીથી તેને દાબી દેવામાં આવ્યું હતું માત્ર એટલા ખાતર જ નહિ પણ ચાલુ વ્યવસ્થા સામેને એ પહેલવહેલ સમાજવાદી બળ હતો તે કારણે પણ એ સનસનાટી વ્યાપવા પામી હતી. પહેલાં ગરીબએ તવંગર સામે અનેક વાર બળવો કર્યો હતો પરંતુ જે વ્યવસ્થાને કારણે તેઓ ગરીબ રહેતા હતા તે બદલવાને તેમણે કદી વિચાર કર્યો નહે.કોમ્યુન એ પ્રજાકીય તેમ જ સમાજવાદી બળ હતું અને યુરોપના સમાજવાદના વિચારોના વિકાસમાં તે એક સીમાચિહ્ન છે. કોમ્યુનને ખુનામરકી દ્વારા દબાવી દેવામાં આવ્યું એથી કરીને ફ્રાંસમાં સમાજવાદી વિચારેએ ગુપ્તવાસ લીધો અને બહુ ધીમે ધીમે તેઓ પછીથી છતા થયા.
જોકે કમ્યુનને તે દબાવી દેવામાં આવ્યું પરંતુ ફ્રાંસ રાજાશાહીની એક વધારે અજમાયશની આફતમાંથી ઊગરી ગયું. થોડા વખત પછી ફાસે ચોક્કસપણે પ્રજાતંત્રવાદને સ્વીકાર કર્યો અને ૧૮૭૫ની સાલમાં નવા બંધારણ નીચે પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. ત્યારથી એ પ્રજાસત્તાક ચાલુ રહ્યું છે અને હજી પણ તે મેજૂદ છે. ક્રાંસમાં હજી પણ એવા કેટલાક લેકે છે જે આજે પણ રાજાને લાવવાની વાત કરે છે. પરંતુ તેમની સંખ્યા જૂજ છે અને ફ્રાંસ ચોક્કસપણે પ્રજાસત્તાકવાદને વર્યું હોય એમ જણાય છે. ક્રાંસનું પ્રજાસત્તાક એ મધ્યમવર્ગી પ્રજાસત્તાક છે અને સારી સ્થિતિની મધ્યમ વર્ગના લેકેને તેના ઉપર કાબૂ છે. . ૧૮૭૦–૭૧ના જર્મન વિગ્રહની અસરમાંથી ફ્રાંસ ફરી પાછું બેઠું થયું અને તેણે યુદ્ધની નુકસાનીની ભારે રકમની ભરપાઈ કરી. પરંતુ ફ્રેંચ પ્રજાને