SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પણ આગળ ચલાવી રહ્યો હતો. થોડાંક વરસ ઉપર ૧૯૧૮ની સાલમાં જર્મન પ્રજાસત્તાક સ્થપાયું ત્યારે તેનું ખૂન કરવામાં આવ્યું હતું. મજૂરને બીજો એક આગેવાન કાર્લ માર્ક્સ હતે. એને વિષે હું બીજા એક પત્રમાં કહીશ. પરંતુ માર્સને પોતાના જીવનને મોટે ભાગ જર્મની બહાર દેશવટામાં કાઢો પડ્યો હતે. મજૂરનું સંગઠન વધતું ગયું અને ૧૮૭૫ની સાલમાં બધી મજૂર સંસ્થાઓ એકત્ર થઈને સમાજવાદી લેકશાહી પક્ષ (સોશિયાલિસ્ટ ડેમોક્રેટિક પાટ) નામના પક્ષની સ્થાપના કરવામાં આવી. બિસ્માર્ક સમાજવાદના વિકાસને સાંખી શકે એમ નહોતું. કેઈ કે સમ્રાટને જાન લેવાનો પ્રયત્ન કર્યો અને એ બહાના તળે તેણે સમાજવાદીઓ ઉપર ઝનૂની હુમલો કર્યો. ૧૮૭૮ની સાલમાં સમાજવાદ વિરોધી કાયદા કરવામાં આવ્યા અને તેની રૂએ બધી સમાજવાદી પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી. સમાજવાદીઓને માટે તે ત્યાં આગળ લશ્કરી કાયદાના જેવી સ્થિતિ થઈ ગઈ અને લેકોને હજારની સંખ્યામાં દેશપાર કરવામાં આવ્યા કે કેદમાં પૂરવામાં આવ્યા. આ રીતે દેશપાર થયેલા કેટલાક લેકે અમેરિકા ગયા અને ત્યાં આગળ તેઓ સમાજવાદના પુરોગામી બન્યા. સમાજવાદી લેકશાહી પક્ષને એથી ભારે ફટકો પડ્યો. પરંતુ આ કટોકટીમાં તે ટકી રહ્યો અને પછીથી તે પાછો બળવાન બન્યા બિસ્માર્કની ખૂનરેજી તેને હણી ન શકી; તેને મળેલી સફળતા ઊલટી નુકસાનકારક નીવડી. એ પક્ષ બળવાન બનતો ગયો તેમ તેમ તેનું સંગઠન વિશાળ થતું ગયું. તેની પાસે ભારે પૂંછ એકઠી થઈ અને તેની પાસે હજારની સંખ્યામાં પગારદાર કાર્યકર્તાઓ હતા. જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા તવંગર થાય છે ત્યારે તે વ્યક્તિ કે સંસ્થા ક્રાંતિકારી મટી જાય છે, અને જર્મનીમાં સમાજવાદી પ્રજાપક્ષની પણ એ જ દશા થઈ બિસ્માર્કની મુત્સદ્દીગીરીની કુનેહ તેના અંતપર્યત તેનામાં ટકી રહી અને તેના કાળના આંતરરાષ્ટ્રીય રાજકારણની બાજીમાં તેણે મહત્ત્વને ભાગ ભજવ્યું. આજની પેઠે તે સમયે પણ રાજકારણ એ સામસામા કાવાદાવા, પ્રપંચ, ધોકાબાજી અને ધાકધમકીની વિચિત્ર પ્રકારની અને ગૂંચવણભરી જાળ હતી. અને આ બધું ગુપ્તતાથી અને પડદા પાછળ કરવામાં આવતું. ધોળે દહાડે જો એ કરવામાં આવે તે તે ઝાઝો વખત ટકે નહિ. બિસ્માર્ક ઓસ્ટ્રિયા અને ઈટાલી સાથે ઐક્ય કહ્યું કેમકે ફ્રાંસ વેર લેશે એ તેને હવે ર લાગવા માંડ્યો હતો. આ ઐક્ય ત્રિપક્ષી ઐક્ય ( ટ્રીપલ એલાયન્સ)ને નામે ઓળખાય છે. અને આ રીતે સામસામા બંને પક્ષે હથિયાર સજવા માંડ્યાં, કાવાદાવા કરવા માંડ્યા તથા તેઓ પરસ્પર એક બીજા સામે ઘુરકિયાં કરવા લાગ્યા.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy