SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૮ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન વિજેતાઓ ઉપર પોતાની સંસ્કૃતિ લાદી. વળી સાથે સાથે ઈરાન પોતાના રાજકીય સ્વાત ંત્ર્ય માટે પણ મથતું રહ્યું અને ધીમેધીમે તૈમુરીને વધારે ને વધારે પૂર્વ તરફ હડસેલવામાં આવ્યા અને અક્ષુ નદીની પારને થાડા મુલક જ તેમના તાબામાં રહ્યો. ૧૬મી સદીના આરંભમાં ઈરાનના રાષ્ટ્રવાદના વિજય થયા અને તૈમુરીદાને ઈરાનમાંથી છેવટના હાંકી કાઢવામાં આવ્યા. ત્યાંના રાષ્ટ્રીય સફાવી રાજવંશ ઈરાનની ગાદી ઉપર આવ્યા. એ વંશના ખીજા રાજા તમ૫ પહેલાએ શેરખાનને કારણે હિ ંદમાંથી નાસી ગયેલા હુમાયુને આશરો આપ્યા હતા. સાવીને અમલ ૧૫૦૨ થી ૧૭૨૨ સુધી એટલે કે ૨૨૦ વરસ ચાલ્યા. ઈરાની અથવા ફારસી કળાને એ સુવર્ણયુગ કહેવાય છે. તેમની રાજધાની હિાન રમણીય ઇમારતોથી ભરાઈ ગઈ અને તે કળાનું, ખાસ કરીને ચિત્રકળાનું, મશર કેન્દ્ર બની, શાહ અબ્બાસ એ વંશના નામીચા રાજા હતા અને તે ઈરાનના સૌથી મહાન શાસકામાંના એક ગણાય છે. ૧૫૮થી ૧૬૨ની સાલ સુધી તેણે રાજ્ય કર્યું. તે એક બાજુ ઉઝોગો અને ખીજી ખાજી ઉસ્માની તુર્કી એ બેની વચ્ચે ઘેરાયેલા હતા. એ બંનેને તેણે હાંકી કાઢયા અને બળવાન રાજ્ય ઊભું કર્યું. દૂરનાં પશ્ચિમનાં તેમ જ ખીજા રાજ્યો સાથે તેણે સંબંધો ચાલુ કર્યાં અને પોતાની રાજધાનીને સુશોભિત કરવામાં તેણે પોતાનું લક્ષ આપ્યું. શાહ અબ્બાસે કરેલી સ્જિહાનની નગરરચના તેની શાસ્ત્રશુદ્ધતા અને સુરુચિને ઉત્કૃષ્ટ નમૂને ” ગણાય છે. તેમાં બાંધવામાં આવેલાં મકાને સ્વતઃસુંદર અને સારી રીતે શણગારેલાં હતાં એટલું જ નહિ પણ તેમની આસપાસની પરિસ્થિતિની મેહકતા તેમની રમણીયતાની અસરમાં વધારો કરે છે. તે સમયે ઈરાનની મુલાકાત લેનાર યુરેપિયને એ એનાં ભારે પ્રશ ંસાભર્યાં વા કર્યાં છે, (6 ફારસી કળાના આ સુત્ર યુગમાં શિલ્પ, સાહિત્ય, ચિત્રકળા ( એમાં ભીંતચિત્રા તથા લઘુચિત્રાને સમાવેશ થાય છે ) સુંદર ગાલીચા, મનેહર માટીકામ તથા મીનાકારીની ખિલવણી થઈ હતી. કેટલાંક ભીંતચિત્રા અને લઘુ ચિત્રાની સુંદરતા અદ્ભુત છે. કળાને રાષ્ટ્રીય સરહદોની મર્યાદા હતી નથી, અથવા કહો કે હાવી ન જોઈએ, અને એ રીતે આ ૧૬મી તથા ૧૭મી સદીની ફારસી કળાને સમૃદ્ધ કરવામાં ખીજી ઘણી અસરાએ કાળા આપ્યા હશે. એમાં ઇટાલિયન અસર તે દેખીતી છે એમ કહેવાય છે. પરંતુ એ બધાંની પાછળ, ૨૦૦૦ વરસ સુધી ટકી રહેલી ઈરાનની પ્રાચીન કળાવિષયક પરંપરા રહેલી છે. અને ઈરાનની સંસ્કૃતિનું ક્ષેત્ર કેવળ ઈરાનની ભૂમિમાં જ મર્યાદિત નહાતું. પશ્ચિમે તુ થી માંડીને પૂર્વે હિંદ સુધીના વિસ્તૃત પ્રદેશમાં તે પ્રસરી હતી. યુરેાપમાં ફ્રેંચ ભાષા જેમ સંસ્કારની ભાષા
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy