SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઈરાનની પ્રાચીન પરંપરા ટકી રહે છે ૮૧૭ ઈરાન અને ચીનના મંગલની ઉભય શાખાઓના સંપર્કની કળા ઉપર ભારે અસર થવા પામી. ઈરાનમાં ચીની અસર દાખલ થઈ અને તેની ચિત્રકળામાં અરબી, ફારસી અને ચીની અસરને અજબ પ્રકારનો સુમેળ જોવામાં આવે છે. પરંતુ આ અનેક આપત્તિઓ આવી પડવા છતાં ઈરાની અથવા ફારસી અંશને ફરીથી વિજય થયો. ૧૪મી સદીના મધ્ય ભાગમાં ઈરાને બીજે એક મહાકવિ પેદા કર્યો. તેનું નામ હાફીઝ હતું. તે આજે હિંદમાં પણ લોકપ્રિય છે. મંગલ ઈલખાને પણ લાંબો કાળ ટક્યા નહિ. સમરકંદના તૈમુર નામના બીજા એક મહાન લડવૈયાએ તેમને રહ્યાસહ્યા અવશેષોનો નાશ કર્યો. આ ભયંકર અને અતિશય ક્રર હેવાન – જેને વિષે હું આગળ લખી ચૂક્યો છું – કળાને સારો આશ્રયદાતા હતા અને વિદ્વાન ગણુતે હતે. દિલ્હી, શિરાઝ, બગદાદ અને દમાસ્કસ જેવાં મહાન શહેરેને લૂંટીને તે લૂંટ વડે પિતાના પાટનગર સમરકંદને શણગારવામાં જ મુખ્યત્વે કરીને તેને કળાને પ્રેમ સમાઈ જતે હોય એમ જણાય છે. પરંતુ સમરકંદની સૌથી અભુત અને ભવ્ય ઈમારત તે તૈમુરની કબર ગુર અમીર છે. એ તેનું યોગ્ય સ્મારક છે. કેમકે તેની ઉમદા રેખાઓમાં તેના સામર્થ્યની તથા તેના પ્રભાવશાળી અને ઝનૂની વ્યક્તિત્વની પ્રતીતિ થાય છે. ' તૈમુરના મરણ પછી તેણે જીતેલા વિશાળ પ્રદેશે છુટા પડી ગયા. પરંતુ અક્ષ નદીની પારને પ્રદેશ તથા ઈરાન એટલો મુલક તેના વંશજોના હાથમાં રહ્યો. બરાબર ૧૦૦ વરસ સુધી એટલે કે આખી ૧૫મી સદી દરમ્યાન એ “તૈમુરીદો એ – તૈમુરના વંશજો તૈમુરીદ કહેવાતા હતા – ઈરાન, બુખારા અને હેરાતમાં પિતાનો અમલ ટકાવી રાખે અને આશ્ચર્યની વાત તે એ છે કે, નિર્દય વિજેતાના એ વંશજો તેમની ઉદારતા, માણસાઈ અને કળાના ઉત્તેજન માટે મશહૂર થયા. તૈમુરને પિતાને પુત્ર શાહરૂખ એ બધામાં સૌથી મહાન હતું. પિતાની રાજધાની હેરાતમાં તેણે એક ભવ્ય પુસ્તકાલય સ્થાપ્યું અને સંખ્યાબંધ સાહિત્યકાર તે તરફ આકર્ષાયા. આ ૧૦૦ વરસને તૈમુરીદ કાળ. તેની કળાવિષયક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે જાણું છે અને તે “તૈમુરીદી પુનર્જાગ્રતિકાળ” તરીકે ઓળખાય છે. એ કાળમાં ફારસી સાહિત્યને ભારે વિકાસ થવા પામ્ય અને મનોરમ ચિત્રો નિર્માણ થયાં. મહાન ચિત્રકાર બાઈઝાદ એક ચિત્રશાળાને અધિષ્ઠાતા હતે. એ પણ જાણવા જેવું છે કે તૈમુરીદ સાહિત્યિક મંડળોમાં ફારસીની સાથે તુક સાહિત્યને વિકાસ પણ થવા પામ્યો. તેને ફરી પાછું યાદ દેવડાવું છું કે એ જ ઈટલીની પણ પુનર્જાગ્રતિને કાળ હતે. તૈમુરીદે તુક જાતિના હતા અને તેમણે ઘણે અંશે ફારસી સંસ્કૃતિ ગ્રહણ કરી હતી. મંગલ અને તેના આધિપત્ય નીચે આવેલા ઈરાને તેના
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy