SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ન, ઈરાનમાં સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ ૮૧૯ લેખાતી હતી તેમ હિંદમાં મેગલના રાજદરબારમાં તથા સામાન્યપણે પશ્ચિમ એશિયામાં ફારસી ભાષા લખાતી હતી. ફારસી કળાની પુરાણી ભાવના આગ્રાના તાજમહેલમાં પિતાનું અમર પ્રતીક મૂકતી ગઈ છે. એ જ રીતે છેક કોન્સ્ટોન્ટિનેપલ સુધીના ઉસ્માની શિલ્પ ઉપર એ કળાએ પિતાને પ્રભાવ પાડ્યો છે અને ફારસી અસરવાળી ઘણું મશહૂર ઇમારતે ત્યાં ઊભી થઈ. ઈરાનના સફાવીઓ ઘણે અંશે હિંદના મહાન મેગલેના સમકાલીન હતા. હિંદને પહેલે મોગલ બાદશાહ બાબર, સમરકંદના તૈમુરીદેને વંશજ હતિ. ઈરાનીઓ બળવાન થતા ગયા તેમ તેમ તેઓ તૈમુરીદોને દૂર ને દૂર હાંકતા ગયા અને આખરે અણુ નદીની પારનો થોડે મુલક તથા અફઘાનિસ્તાન જુદા જુદા તૈમુરીદોના હાથમાં રહ્યો. બાર વરસની ઉંમરથી બાબરને આ બધા નાના નાના તૈમુરીદ રાજાઓ જોડે લડવું પડયું. એમાં એ સફળ થયા અને કાબુલને રાજકર્તા બન્યા. પછી તે હિંદમાં આવ્યો. તૈમુરીની ઉચ્ચ પ્રકારની સંસ્કારિતાનું માપ બાબર ઉપરથી કાઢી શકાય છે. તેના આત્મવૃત્તાંતમાંથી આગળના એક પત્રમાં મેં કેટલાક ઉતારાઓ આપ્યા છે. સફાવી વંશને સૌથી મહાન રાજકર્તા શાહ અભ્યાસ અકબર અને જહાંગીરને સમકાલીન હતો. એ કાળમાં આ વખત બંને દેશ વચ્ચે અતિશય ગાઢ સંપર્ક રહ્યો હશે. લાંબા વખત સુધી તેમની સરહદ એક જ હતી કેમકે અફઘાનિસ્તાન એ હિંદના મોગલ સામ્રાજ્યને એક ભાગ હતું. ૧૨૫. ઈરાનમાં સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ ૨૧ જાન્યુઆરી, ૧૯૩૩ મારી સામે ફરિયાદ કરવાને તને અધિકાર છે. ઈતિહાસની ગલીઓમાં કેટલીક વાર પાછળ અને કેટલીક વાર આગળ દોડી જઈને મેં તને ગુસ્સે થવાનું પૂરેપૂરું કારણ આપ્યું છે. જુદા જુદા અનેક માર્ગોએ થઈને ૧૯મી સદી સુધી આવી પહોંચ્યા પછી એકાએક હું તને હજારો વરસ પહેલાંના કાળમાં લઈ ગયે અને મિસર, હિંદુસ્તાન, ચીન અને ઈરાન વગેરે દેશોમાં મેં ઠેકડા માર્યા. એ વસ્તુ તને અકળાવનારી અને મૂઝવનારી થઈ પડી હશે. એની સામે તું વિરોધ ઉઠાવવાની છે એની મને ખાતરી છે. પણ હું એને સંતોષકારક જવાબ આપી શકું એમ નથી. મેં. રેને ચૂસેટનાં પુસ્તકોના વાચને મારા મગજમાં એકાએક અનેક વિચારધારાઓ ઉત્પન્ન કરી અને એમાંના કેટલાક વિચારે તને જણાવવાનું હું રોકી શક્યો નહિ. વળી આ પત્રોમાં ઈરાનની મેં કંઈક અવગણના કરી છે એમ પણ મને લાગ્યું અને એ ખામી હું કંઈક
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy