SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૦ જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન ઇંગ્લંડ અને હિંદી ચીનમાં ક્રાંસ સંપૂર્ણ પણે પરાવાયેલું હતુ અને ૧૯મી સદીના છેવટના ભાગમાં એ બને સત્તા સિયામની સરહદ સુધી આવી પહોંચી તે સમયે મુલક ખાલસા કરવાના જમાના વીતી ગયા હતા. પૂર્વના દેશોમાં સામના કરવાની ભાવના પેદા થવા લાગી હતી. વસાહતા તથા તાખેદાર દેશમાં રાષ્ટ્રીય ચળવળના આરંભ થઈ ચૂકયો હતા. કડિયાના પ્રશ્ન ઉપર સિયામ અને ફ્રાંસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાના ભય પેદા થયા હતા, પરંતુ સિયામે નમતુ આપ્યું અને ફ્રાંસ સાથેનુ ધણ ટાળ્યું. પશ્ચિમ તરફ પવ તાની મજબૂત દીવાલે બ્રહ્મદેશના અંગ્રેજોથી સિયામનુ રક્ષણ કર્યું . હું તને આગળ કહી ગયો છું કે ભૂતકાળમાં બ્રહ્મદેશના રાજાઓએ ઓછામાં ઓછી બે વખત સિયામ ઉપર ચડાઈ કરી હતી તથા તેને ખાલસા પણ કયું` હતુ`. છેલ્લી ચડાઈ ૧૭૬૭ની સાલમાં થઈ. એ વખતે સિયામની રાજધાની અયુથિયા અથવા અયુધિયાના ( આટલે દૂર પણ હિંદી નામે કવાં આવે છે એ લક્ષમાં રાખ) નાશ કરવામાં આવ્યા. પરંતુ ઘેાડા જ વખતમાં પ્રજાએ બળવા કર્યાં અને બીઆને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા તથા ૧૭૭૨ની સાલમાં નવા રાજવંશને અમલ શરૂ થયા. એ વંશના આરભ રામ પહેલાથી થયા. દાઢસો વરસ બાદ આજે પણ એ જ વશ સિયામમાં રાજ્ય કરે છે અને તેના બધા રાજાઓને ‘રામ' નામ આપવામાં આવતું હાય એમ લાગે છે. આ નવા રાજવંશના અમલ દરમ્યાન સિયામને રાજવહીવટ સારા હતા પરંતુ તેની પાછળ વાલીપણાની ભાવના રહેલી હતી. વળી એના અમલ દરમ્યાન ડહાપણપૂર્વક વિદેશી સરકારો સાથે સારા સંબંધો જાળવી રાખવાના પણ પ્રયત્ન કરવામાં આવ્યો. વિદેશ સાથેના વેપાર માટે અંદર ખુલ્લાં કરવામાં આવ્યાં. કેટલીક વિદેશી સત્તાઓ સાથે વેપારી કરારા કરવામાં આવ્યા અને રાજવહીવટમાં પણ કેટલાક સુધારા દાખલ કરવામાં આવ્યા. બૅંકાક નવી રાજધાની બની. પરંતુ આ બધુયે સામ્રાજ્યવાદી વરુઓને દૂર રાખવાને પૂરતું ન નીવડયું. ઇંગ્લંડે મલાયામાં પોતાની સત્તા જમાવી અને ત્યાં આગળના સિયામના મુલક પચાવી પાડ્યો. ફ્રાંસે કએડિયા તથા પૂર્વ તરફના સિયામના ખીજો મુલક પડાવ્યો. સિયામની બાબતમાં ૧૮૯૬ની સાલમાં ઇંગ્લેંડ તથા ક્રાંસ લડવાની અણી ઉપર આવી ગયાં હતાં. પરંતુ માન્ય થયેલી સામ્રાજ્યવાદી રીત પ્રમાણે સિયામના બાકી રહેલા પ્રદેશની આખંડતાની બાંયધરી આપવાની બાબતમાં તે સંમત થયાં અને સાથે સાથે એ પ્રદેશને ‘લાગવગનાં ત્રણ વર્તુળા ’ માં વહેંચી નાખવામાં આવ્યા. પૂર્વ ભાગ ફ્રેંચ લાગવગ નીચે અને પશ્ચિમ ભાગ બ્રિટિશ લાગવગ નીચેના પ્રદેશ અન્યા. એ બેની વચ્ચેના પ્રદેશ હજી તે બંનેની લાગવગથી મુક્ત હતા પણ તેમાં તે બંને પગપેસારો કરી શકે એમ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy