SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ ભારત અને ઈસ્ટ ઇન્ડિઝ ૭૮૯ પ્રકારના સમવાયતંત્રમાં એકત્રિત કરવામાં આવ્યાં. એ રીતે એ બધાં “ મલાયાનાં રાજ્યાના સમવાયત ંત્ર ”ને નામે એળખાય છે. એમાંનાં કેટલાંક રાજ્યો ઉપર સિયામ હુકા ધરાવતું હતું. એ હકા સિયામે ઇંગ્લેંડને આપી દેવા પડ્યા. આ રીતે સિયામ ચારે બાજુએ યુરોપીય સત્તાથી ઘેરાઈ ગયું. તેની પશ્ચિમ અને દક્ષિણે બ્રહ્મદેશ અને મલાયામાં ઇંગ્લેંડ સર્વોપરી હતું. તેની પૂર્વે ક્રાંસે આક્રમણકારી વલણ ધારણ કર્યું અને તેણે અનામને ગળવા માંડયુ, અનામ ચીનનું આધિપત્ય સ્વીકારતું હતું. પણ ચીન જ જ્યારે મુશ્કેલીઓમાં ગૂંચવાયું હાય ત્યારે તેનું આધિપત્ય કશા કામનું નહાતું. ચીન વિષેના તાજેતરના મારા એક પત્રમાં ક્રાંસે અનામ ઉપર ચઢાઈ કરી તે કારણે ચીન અને ફ્રાંસ વચ્ચે લડાઈ થયાની વાત મેં તને કહી હતી એ તને યાદ હશે. એ રીતે ફ્રાંસને જરા રોકવામાં આવ્યું ખરું પણ તે થાડા વખત પૂરતું જ. ૧૯મી સદીના ઉત્તરાધમાં ક્રાંસે અનામ તથા કોડિયા સહિત ફ્રેંચ હિંદી ચીન નામનું એક માઢું સંસ્થાન ઊભું કર્યું. પ્રાચીન કાળમાં જ્યાં આગળ ભવ્ય અગકારનું સામ્રાજ્ય ખીલ્યું હતું તે બેડિયા સિયામના તાબાનું રાજ્ય હતું. સિયામને યુદ્ધની ધમકી આપીને ક્રાંસે તેના ઉપર પાતાના અધિકાર જમાવ્યેા. આ બધા દેશમાં આરંભમાં ફ્રેંચ મિશનરીએ દ્વારા બધા કાવાદાવા અને કાવતરાં કરાવવામાં આવ્યાં હતાં એ ખીના લક્ષમાં રાખવા જેવી છે. આવા એક મિશનરીને એક યા ખીજે કારણે માતની શિક્ષા કમાવવામાં આવી હતી. એને બદલો લેવાને માટે ૧૮૫૭ની સાલમાં તેના ઉપર ફ્રેચાએ પહેલી ચડાઈ કરી. એને પરિણામે દક્ષિણનુ સેગાન અંદર લઈ લેવામાં આવ્યું અને ત્યાંથી ફ્રેચાના કાબૂ ઉત્તરમાં ફેલાયે. એશિયાના દેશોમાં સામ્રાજ્યવાદી સત્તાઓએ કરેલા ધસારાની આ નીચતાભરી વાતાનું વારંવાર પુનરાવર્તન થયું છે એમ મને લાગે છે. સર્વત્ર તેમણે લગભગ એક જ પ્રકારની રીતે અજમાવી અને લગભગ બધે જ તેઓ ફ્રાવ્યા. એક પછી એક દેશ લઈને, કઈ નહિ તે થાડા વખત પૂરતા પશુ તેમને કાઈની કાઈ યુરોપીય સત્તાના અમલ નીચે મૂકીને તેમની વાત મેં પૂરી કરી. દક્ષિણ-પૂર્વ એશિયાના માત્ર એક દેશ સિયામ એ આપત્તિમાંથી ઊગરી ગયા. બ્રહ્મદેશમાં ઇંગ્લેંડ અને હિંદી ચીનમાં ફ્રાંસની વચ્ચે આવેલું હોવા છતાં સિયામ નસીબદાર કે તે પરાધીનતામાંથી બચી ગયું. તેની જમણી તથા ડાબી બાજુએ યુરોપી હરીફાની હાજરીતે લીધે જ તે એ આફતમાંથી ઊગરી ગયું હોય એ સંભવત છે. ખીજા દેશોની જેમ ત્યાં આગળ આંતરિક મુશ્કેલીઓ નહોતી તેમ જ તેનાં રાજતંત્ર તથા રાજવહીવટ પ્રમાણમાં સારાં હતાં એ પણ તેનું સુભાગ્ય ગણાય. પરંતુ સારું રાજતંત્ર એ કઈ પરદેશી આક્રમણ સામે બાંયધરીરૂપ નથી હોતું. પરંતુ બન્યું એમ કે હિંદુસ્તાન તથા બ્રહ્મદેશમાં ૬-૮
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy