SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે નવા વરસને દિવસ - ૭૯૧ હતું. આ પ્રમાણે ગંભીરતાપૂર્વક સિયામની અખંડિતતાની બાંયધરી આપ્યા પછી થોડાં વરસ બાદ ફ્રાંસે પૂર્વને થોડે વધારે પ્રદેશ પચાવી પાડ્યો એટલે અલબત્ત ઇંગ્લંડને પણ એના વળતર તરીકે દક્ષિણને કેટલાક પ્રદેશ પડાવી લેવાની ફરજ પડી. આ બધું થયા છતાંયે સિયામનો અમુક ભાગ યુરોપિયનના આધિપત્યમાંથી બચી ગયો. એશિયાના એ ભાગમાં એ જ એક માત્ર દેશ એવી આપત્તિમાંથી ઊગરી ગયે. યુરોપિયનોના આક્રમણના પ્રવાહને હવે ખાળવામાં આવ્યો છે અને હવે યુરોપને એશિયામાં વધારે મુલક મળવાને ઝાઝો સંભવ નથી. યુરોપિયન સત્તાઓને એશિયામાંથી ગાંસડાપટલાં બાંધીને પોતાને ઘેર પાછા ચાલ્યા જવું પડશે એ સમય હવે ઝડપથી આવી રહ્યો છે. સિયામમાં હજી ગઈ કાલ સુધી આપખુદ રાજાશાહી હતી અને કેટલાક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા છતાં ત્યાં આગળ ઠીકઠીક પ્રમાણમાં ક્યૂડલ વ્યવસ્થા પ્રવર્તતી હતી. હમણું થોડાક માસ ઉપર જ ત્યાં આગળ ક્રાંતિ થઈ, જોકે એ શાંત ક્રાંતિ હતી. એને પરિણામે ઉપલે મધ્યમ વર્ગ આગળ આવ્યા હેય એમ જણાય છે. અમુક પ્રકારની ધારાસભા ત્યાં સ્થપાઈ છે. પહેલા રામના વંશનો રાજા ડહાપણપૂર્વક આ ફેરફારમાં સંમત થયો એટલે એ રાજવંશ . ચાલુ રહ્યો છે. આ રીતે હાલ સિયામમાં બંધારણીય રાજાશાહી છે. દક્ષિણ-પૂર્વ એશિયાના એક દેશની– ફિલિપાઈન ટાપુઓની– વિચારણા કરવાની હજી બાકી રહે છે. આ પત્રમાં હું તેમને વિષે પણ લખવા ચહાતે હતે પણ હવે મોડું થઈ ગયું છે અને હવે હું થાક્યો છું. વળી આ પત્ર પણ ઠીકઠીક લાંબો થયે છે. ચાલુ વરસમાં ૧૯૩૨ની સાલમાં લખેલે મારો આ છેલ્લે પત્ર છે, કેમકે જૂના વરસે પિતાની મજલ વટાવી દીધી છે અને તે તેને છેલ્લે શ્વાસ લઈ રહ્યું છે. હવે ત્રણ કલાકમાં તે ખતમ થઈ જશે અને ભૂતકાળના સ્મરણરૂપ બની જશે. ૧૨૦. બીજે નવા વરસનો દિવસ નવા વરસને દિવસ, ૧૯૩૩ આજે નવા વરસનો દિવસ છે. પૃથ્વીએ સૂર્યની આસપાસની પોતાની બીજી એક પરિક્રમા પૂરી કરી છે. અવકાશની અંદર નિરંતર આગળ ધરતી એ કઈ વિશિષ્ટ દિવસ કે તહેવારને માન્ય રાખતી નથી તેમ જ સૂર્યની પ્રદક્ષિણા કરતી એ પિતાની સપાટી ઉપર સળવળતાં, આપસમાં એકબીજા જોડે ઝઘડતાં તથા બેવકૂફીભર્યા મિથ્યાભિમાનથી પોતાની જાતને પૃથ્વીનું ખમીર અને સંસારચક્રના નાભિરૂ૫ માનતા અસંખ્યાત ઠીંગુજીએ-સ્ત્રીપુરુષના શા
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy