SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું જેવાયેલ, કૌતુક જોવાના અથી ભુવનપતિઓએ ઉત્સાહિત કરેલો અને સામાનિક દેવતાઓએઅજ્ઞ છે એમ જાણી ઉપેક્ષા કરેલ તે ચમરાસુર ચમચંચા નગરીથી નીકળ્યો. ક્ષણવારમાં શ્રી વીરપ્રભુ પાસે આવી, પરિઘ આયુધને દૂર મૂકી, ત્રણ પ્રદક્ષિણા કરી નમીને આ પ્રમાણે બોલ્યો-“હે ભગવન્ ! હું તમારા પ્રભાવથી અતિ દુર્જાય શક્રઈદ્રને જીતી લઈશ; કારણ કે તે ઈદ્ર મારા મસ્તક પર રહેલ હોવાથી મારા ચિત્તમાં બહુ બધા કરે છે. આ પ્રમાણે કહી પરિઘ આયુધ લઈને ઈશાન દિશામાં આવ્યો અને વંકિય સમુક્રઘાતવડે સદ્ય પિતાનું રૂપ એક લાખ યોજનાનું વિકુવ્યું. શ્યામ કાંતિવાળું એ મહા શરીર છે. મત્તિમાન આકાશ હોય, અથવા જાણે નંદીશ્વર મહાદ્વીપના જગમ અંજનગિરિ હોય તેવું દેખાવા લાગ્યું. તેનું મુખ દાઢરૂપ કરવતથી ભયંકર હતું, શ્યામ અને ચપળ કેશ હતા, મુખરૂપ કુંડમાંથી ઉછળતી વાળાએથી આકાશ પણ પલ્લવિત થતું હતું, તેના વિશાળ વક્ષસ્થળથી સૂર્યમંડળ આચ્છાદિત થતું હતું, ભુજનદંડના હાલવાથી ગ્રહ, નક્ષત્ર અને તારાઓ ખરતા હતા, નાભિમંડળ ઉપર લીન થયેલા સર્પના હુંફાડાથી ભયંકર દેખાતુ હતું, તેના અતિ લાંબા જાનુ ગિરિની ચૂલિકાના અગ્ર ભાગને અડતા હોવાથી વિસ્મય ઉત્પન્ન કરતા હતા, અને પગના અવષ્ટભથી ભૂમડળને પણ વિધુર કરતો હતો. આવું ભયંકર રૂપ કરીને તે ચમરાસુર ગર્વાધ થઈ સૌધર્મ પતિ તરફ ઉત્પ. | ઉગ્ર ગજેનાથી આખા બ્રહ્માંડને ફેડ, બીજે યમરાજ હોય તેમ વ્યંતરોને બીવરાવતો, અને સિંહ જેમ હરણોને ત્રાસ પમાડે તેમ તિષ્ક દેવોને ત્રાસ પમાડતો તે ક્ષણવારમાં સૂર્ય ચંદ્રના મંડળનું ઉલંઘન કરી શક્રના મંડલમાં આવી પહોંચ્યા. તે ભયંકર મહામૂત્તિને અકસ્માત અને વેગથી આવતી જોતાં જ કિલિવષ દેવતાઓ સંતાઈ ગયા, આભિયોગિક દેવતાઓ ત્રાસ પામી ગયા, સૈન્ય સહિત સેનાપતિઓ શિધ્ર પલાયન કરી ગયા, અને સેમ તથા કુબેર પ્રમુખ દિપાલે નાશી ગયા. આત્મરક્ષકથી અખલિત અને છડીદારથી પણ અવારિત એ અસુરને ત્રાયશ્ચિંશ દે એ “આ શું ?” એમ સંભ્રાંત ચિત્તે જે. સમકાળે ઉત્પન્ન થયેલા કોપ અને વિસ્મયવડે સામાનિક દેવતાઓએ જોયેલા તે ચમરે એક પગ પદ્મવેદિકાની ઉપર અને બીજો પગ સુધર્મા સભામાં મૂક્યું. પછી પરિઘ આયુધવડે ઈ દ્વકીલ ઉપર ત્રણ વાર તાડન કરી, ઉત્કટ ભ્રકુટી ચડાવીને તે અતિ દુર્મદ ચમર શક્રઈદ્ર પ્રત્યે આ પ્રમાણે બેલ્યો-“હે ઈદ્ર! તું આવા ખુશામતીયા દેવતાઓના વૃદથી કે તેમના પરાકમથી અદ્યાપિ મારી ઉપર રહે છે પગુ હવે હું તને મારાથી પણ નીચે પાડી દઉં છું. પર્વત ઉપર કાગડાની જેમ તું અહીં ચિરકાળથી ફેગટ જ રહ્યો છું. અરે અમરચંચા નગરીના સ્વામી અને વિશ્વને પણ અસહ્ય પરાક્રમવાળા મને ચમરાસુરને શું તું નથી જાણત?શીકારીની હાકને કેશરીસિંહ સાંભળે તેમ જેમણે આવું કઠોર વચન પૂર્વે કદી સાંભળ્યું નહોતું તે સાંભળીને શકેંદ્ર કાંઈક હસ્યા અને વિસ્મય પામ્યા. પછી અવધિજ્ઞાનવડે તેને ચમરેંદ્ર જાણીને “અરે અમર ! તું નાશી જા” એમ બોલી ભ્રકુટી ચડાવી શકઈ વજ હાથમાં લીધું, અને પ્રલયકાળના અગ્નિને સાર હોય, વિદ્યુતૂને જાણે સંચય હોય અને એકઠા મળેલ વડવાનળ હોય તેવા તે પ્રજલિત વજને ઈદ્ર તેના પર મૂકયું. તતડું શબ્દ કરતું અને દેવતાઓએ ત્રાસ પામતાં જોયેલું તે વજા ચમરેદ્ર તરફ દેડયું. સૂર્યના તેજને ઘુવડની જેમ તે વજાને જેવાને પણ અસમર્થ એવો તે ચમરાસુર વજને આવતું જતાં જ વડવાનરીની જેમ ઉંચા પગ ને નીચું માથું એમ થઈ ગયે, અને તત્કાળ ચિત્રાથી ચમરીમૃગ ભાગે તેમ શ્રી મહાવીર ભગવંતને શરણે આવવાની ઈચ્છાએ ત્યાંથી ભાગ્યે. તે વખતે અરે સુરાધમ ! જેમ મોટા સર્પ સાથે દેડકે, હાથી સાથે ઘેટ, અષ્ટાપદ સાથે હાથી
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy