SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સર્ગ ૪ થે લેવા જતે. પહેલા પડમાં આવેલી ભિક્ષા તે પાંચજને આપતો, બીજા પડમાં આવેલી ભિક્ષા તે કાગડા વિગેરેને નખતે, ત્રીજા પડમાં આવેલી ભિક્ષા મસ્યાદિક જળચર પ્રાણી એને દેત અને ચેથા પડમાં આવેલી ભિક્ષા રાગદ્વેષ રહિત ચિત્તે પે તે ખાતે હતે. એવી રીતે બાર વર્ષ સુધી બાળ (અજ્ઞાન) તપ કરી છેવટે તેણે બિભેલ ગામની ઈશાન દિશામાં અનશન ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળી મૃત્યુ પામીને બાળતપના પ્રભાવથી તે ચમરચંચા નગરીમાં એક સાગરોપમના આયુષ્યવાળે ચમરેંદ્ર થયા. ઉત્પન્ન થતાંજ અવધિજ્ઞાનરૂપ નેત્રથી તેણે બીજા ભુવન જોવા માંડ્યા. અનુક્રમે ઉર્વ ભાગે દષ્ટિ કરતા તેણે સૌધર્મેદ્રને જે. સૌધર્માવલંસ નામના વિમાનમાં સુધર્મા સભામાં બેઠેલા મહદ્ધિક વજન ધારી શકઈદ્રને જોઈ ક્રોધ કરીને તે પિતાના સ્વજનોને આ પ્રમાણે કહેવા લાગ્યો-“અરે ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર આ કેણુ દુરાત્મા અધમ દેવ મારા મસ્તક પર રહીને નિર્લજજપણે વિલાસ કરે છે?” તેના ઉત્તરમાં તેના સામાનિક વિગેરે દેવતાઓ મસ્તક પર અંજલિ જેડીને બેલ્યા કે-“હે સ્વામી ! મહા પરાક્રમી અને પ્રચંડ શાસનવાળા સૌધર્મ કલ્પના તે ઈદ્ર છે.” તે સાંભળીને જેને ઉલટ વિશેષ ક્રોધ ઉત્પન્ન થયો છે એ તે ચમરેદ્ર ભ્રકુટીથી ભયંકર મુખવાળે થઈ નાસિકાના કુંફાડાથી ચમરને પણ ઉડાડતે બોલ્યો કે, અરે ! દેવતા ઓ ? તમે મારા પરાક્રમને જાણતા નથી, તેથી તેની પ્રશંસા કરે છે. હવે હું તમને તે ઈદ્રને પાડી દઈને મારૂં બળ બતાવીશ. તે કદિ દેવગે ઉચે સ્થાનકે ઉત્પન્ન થયો છે તેથી કાંઈ મોટે સમર્થ થઈ ગયે નથી. કદિ કાગડે હાથીની પીઠ પર બેઠે હોય તેથી શું તે રથી ગણાય? તે ત્યાં આટલીવાર તે નિર્વિદને રહ્યો પણ હવે મારે ક્રોધ થતાં તે ત્યાં રહી શકશે નહીં. કેમકે-સૂર્યને ઉદય થતાં બીજા તેજ કે અંધકાર કહી શકતાં નથી.” પછી સામાનિક દેવતાઓએ ફરીવાર કહ્યું કે, “હે સ્વામી! એ સૌધર્મપતિ પૂર્વ ભવના ઉપાર્જન કરેલા પુણ્યથી દેવેને પતિ થયેલ છે અને તેની સમૃદ્ધિ અને પરાક્રમ તમારાથી ઘણું અધિક છે. તમે તમારા પુણ્ય પ્રમાણે અમારી જેવાના સ્વામી થયા છે. તેથી પુણ્યને આધિન એવા વૈભવમાં તમારે ઈર્ષા કરવી ન જોઈએ. વળી જે કદી તમે તેને પ્રત્યે તમારું કાંઈ પણ પરાક્રમ બતાવવાનો આરંભ કરશે તે મેઘની સામે થનારા અષ્ટાપદ પશુની જેમ તે તમારા હાસ્યને માટે અને અધઃપાતને માટે થશે; માટે તમે શાંત થાઓ, સુખે રહી યથેચ્છપણે સુખ ભોગવે; અને અમારાથી સેવાતાં વિવિધ વિનોદ જોયા કરો.” પછી ચમરેંદ્ર બે કે, “અરે ! જે તમે બધા તેનાથી હીતા તે સુખે અહીં રહો, હું એકલે જ તેની સાથે યુદ્ધ કરવા જઈશ. અસુરોનો ને અસુરે ને હું કે તે એકજ ઈદ્ર હોવા જોઈએ. એક મ્યાનમાં બે પગ રહી શકે જ નહીં.” આ પ્રમાણે કહી ઉગ્ર ગર્જના કરીને આકાશમાગે ઉડવાની ઈચ્છા કરતાં તેના મનમાં કાંઈક વિવેક આવ્યું, એટલે તે ફરીવાર આ પ્રમાણે ચિંતવવા લાગે કે-“આ મારા સામાનિક દેવતાઓ શકેંદ્રને જે શક્તિવાન ગણે છે તે કદી તે હોય તે હોય, કેમકે આ દેવતાઓ લેશમાત્ર પણ મારૂ અહિત ઈચછનાર નથી. વળી કાર્યની ગતિ વિષમ હોય છે, તેથી દેવગે કદિ મારે પરાજય થાય તે પછી આનાથી અધિક પરાક્રમવાળા કેશને શરણે મારે જવું?” આ પ્રમાણે વિચારીને તેગે અવધિજ્ઞાને જોયું, તે સુસુમારપુરમાં શ્રી વિરપ્રભુને પ્રતિમા ધરીને રહેલા જોયા; એટલે તે વીરપ્રભુનું શરણ લેવાનો નિશ્ચય કરી ઉભે થઈને તું બાલય નામની પિતાની આયુધશાળામાં ગયો. ત્યાંથી જાણે મૃત્યુને બીજો હાથ હોય તે એક મુદ્દગર તેણે ઉપાડ અને ઊંચે નીચે તેમજ આડે તેને બે ત્રણ વાર ફેરવ્યા. પછી અસુર સ્ત્રીઓએ શુરવીર ધારીને કામનાથી ૧. સર્વને પ્રણામ કરવા એ જેને મુખ્ય ધર્મ છે એવા તાપસ.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy