SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું અને સુગંધી જળની વૃષ્ટિ કરી. લોકો ભેળા થઈને તે અભિનવ શ્રેષ્ટિને પૂછવા લાગ્યા, એટલે તેણે કહ્યું કે મેં પિતે પ્રભુને પાયસાનવડે પારણું કરાવ્યું.” “અહો દાન, અહો દાન' એ દેવતાને ધ્વનિ સાંભળી લોકો અને રાજા તે નવીન એષ્ટિની વારંવાર સ્તુતિ કરવા લાગ્યા. અહીં જીર્ણશ્રેષ્ટિ તે પ્રભુના આગમન સંબંધી વિચાર કરતો તેમ જ ઊભો હતો, તેવામાં દેવતાઓના દુંદુભિને ધ્વનિ સાંભળીને તે આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે, “અહે! મારા જેવા મંદભાગ્યવાળાને ધિક્કાર છે, મારે મનોરથ વૃથા થયો, કેમકે પ્રભુએ મારૂં ઘર મૂકીને બીજાને ઘેર પારણું કર્યું ત્યાં પારણું કર્યા પછી પ્રભુએ તે અન્યત્ર વિહાર કર્યો. તે ઉદ્યાનમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતના એક કેવળી શિષ્ય પધાર્યા. એટલે રાજાઓ અને લેકએ તેમની પાસે આવીને પૂછયું કે, “ભગવન્! આ નગરીમાં મોટા પુણ્યના સમૂહને ઉપાર્જન કરનાર કોણ છે ?” કેવળી બોલ્યા કે-જીર્ણશ્રેષ્ટિ સર્વથી અધિક પૂન્યવાન છે.” લે કે બોલ્યા કે, “જીર્ણશ્રેષ્ટિ મોટા પુણ્યને ઉપાર્જન કરનાર શી રીતે છે? કારણ કે તેણે કાંઈ પ્રભુને પારાણું કરાવ્યું નથી, તે કાર્ય કરનાર તે આ નવીન શ્રેષ્ટિ છે. વળી વસુધારા વિગેરે પણ આ નવીન એષ્ટિને ઘેર થયેલ છે, તો આ નવીન શ્રેષ્ટિ મહા પુણ્યના ઉપાર્જન કરનાર કેમ નહીં ? કેવળી બેલ્યા કે, “ભાવથી તો તે જીર્ણ શ્રેષ્ટિ જિનદત્ત અહંત પ્રભુને પારણું કરાવ્યું છે. વળી તેણે તેવા ભાવથી અમ્રુત દેવલોકમાં જન્મ ઉપાર્જન કરીને સંસારને તોડી નાંખે છે, જે તેવા ઉજજવળ ભાવવાળા તેણે તે વખતે દુદુભિને વનિ સાંભળ્યું ન હતું તે ધ્યાનાંતરમાં પ્રાપ્ત થયેલ તે ઉજવળ કેવળજ્ઞાનને પામત. આ નવીન એષ્ટિ શુદ્ધ ભાવથી સહિત છે, તેથી તેણે અહતના પારણુનું માત્ર એ વસુધારા રૂપ આ લેક સંબંધી જ ફળ પ્રાપ્ત કર્યું છે. આ પ્રમાણે ભક્તિપૂર્વક અને ભક્તિરહિત અહંતના પારણાનું ફળ સાંભળી સર્વ લોક વિસ્મય પામતા પોતપોતાને સ્થાનકે ગયા. અહીં શ્રી વીરભગવંત નગર, ગામ, ખાણ અને દ્રોણમુખ વિગેરે સ્થાનોમાં વિહાર કરતા સુસુમારપરે આવ્યા, ત્યાં અશકખંડ નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે એક શિલાતળ ઉપર રહી અષ્ટમ કરીને પ્રભુએ એક રાત્રિની પ્રતિમા ધારણ કરી. આ અરસામાં જે બનાવ બને તેની ઉત્પત્તિ આ પ્રમાણે આ ભરતક્ષેત્રમાં વિધ્યાચળની તળેટીમાં વસેલા વિભેલ નામના ગામમાં પૂરણ નામે એક ગૃહસ્થ રહેતે હતે. એક વખત અર્ધ રાત્રિએ ઉઠીને તેણે વિચાર્યું કે, “મેં પૂર્વ ભવે મેટું તપ કરેલું હશે, કે જેથી આ ભવમાં મને આવી લક્ષ્મી અને આવી માન્યતા પ્રાપ્ત થઈ. પૂવે કરેલા શુભાશુભ કર્મનું ફળ આ લેકમાં પ્રાપ્ત થાય છે, તેવું લેકમાં સેવ્ય અને સેવકપણું દષ્ટિએ પડવાથી અનુમાન થાય છે. તો હવે ગૃહવાસ છોડી, સ્વજનોને સમજાવી આવતા ભવમાં ફળ પ્રાપ્ત કરવાને માટે હું મોટું તપ આચરૂં. કહ્યું છે કે “આઠ માસ સુધી એવું કાર્ય કરવું, કે જેથી ચોમાસાના ચાર માસ સુખે રહેવાય, દિવસે એવું કરવું કે રાત્રિએ સુખે સુવાય, પૂર્વ વયમાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધ વયમાં સુખે રહેવાય અને આ જીંદગીમાં એવું કાર્ય કરવું કે જેથી આગામી ભલે સુખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે ચિંતવીને પ્રાત:કાળે સ્વજનોને જમાડી વ્રત લેવાની રજા લીધી અને પુત્રને પિતાને સ્થાનકે સ્થાપન કર્યો. પછી પિોતે વ્રત લઈ પ્રણામ જતિને તાપસ થઈ તપ કરવા લાગ્યો. તેણે ભિક્ષા લેવા માટે ચાર પડવાળું એક કાષ્ટમય ભિક્ષાપાત્ર ગ્રહણ કર્યું. અને તે દિવસથી માંડીને નિરંતર છઠ્ઠ તપ કરવા લાગ્યો. તે સાથે પ્રતિદિન આતાપના લેવાવડે શરીરને કૃશ કરવા લાગ્યો. જ્યારે પારણને દિવસ હોય ત્યારે તે પેલું ચાર પડવાળું ભિક્ષાપાત્ર લઈને મધ્યાહ્નકાળે શિક્ષા
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy