SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ થા જનાને ઉપર કહેલી સ્થિતિમાં જોયા. એટલે ‘અરે આ અવિવેકી નગરજને પ્રભુનું ઉલ્લ્લંધન કરીને કાર્તિકની પૂજા કેમ કરે ?' આવી ઈર્ષ્યા ધરીને ઇ'દ્ર તત્કાળ ત્યાં આવ્યા અને કાર્ત્તિકની પ્રતિમામાં પ્રવેશ કર્યા. પછી યંત્રમય પૂતળીની જેમ તે પ્રતિમા જ્યાં ભગવંત પ્રતિમાએ રહ્યા હતા તે તરફ ચાલી, પર`તુ નગરજના તો તેને ચાલતી જોઇ કહેવા લાગ્યા, અહા ! આ કાન્તિકકુમાર પેાતાની મેળે ચાલીને રથમાં બેસશે,' તેવામાં તો તે પ્રતિમા પ્રભુની પાસે આવી; અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ ને તેણે પ્રણામ કર્યાં. પછી પ્રભુની ઉપાસના કરવાને માટે તે પૃથ્વી ઉપર બેઠી. એટલે ‘આ કાઈ આપણા ઈષ્ટદેવના પણ પૂજ્ય જાય છે, તેથી આપણે તેનુ ઉલ્લંઘન કર્યું, તે યેાગ્ય કયુ' નહિ.’ આ પ્રમાણે કહેતા નગરજનાએ વિસ્મય અને આનંદ પામીને પ્રભુને મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કૌશાંખી નગરીએ આવ્યા. ત્યાં પ્રતિમા ધરીને રહેલા પ્રભુને સૂર્ય ચંદ્રે મૂળ વિમાન સાથે આવાને ભક્તિથી સુખશાતાના પ્રશ્નપૂર્વક વંદના કરી. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ વારાણસી નગરીએ આવ્યા. ત્યાં શક્રઈ આવીને હર્ષ થી પ્રભુને વંદના કરી, ત્યાંથી રાજગૃહ નગરે આવીને પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં ઈશાનેન્દ્રે આવી ભક્તિથી સુખશાતા પ્રશ્નપૂર્વક વંદના કરી. ત્યાંથી પ્રભુ મિથિલાપુરીએ ગયા. ત્યાં જનક રાજાએ અને ધરણેકે આવીને પ્રિયપ્રશ્નપૂર્વક પૂજા કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ વિશાલા નગરીએ ગયા, ત્યાં પ્રભુએ દીક્ષા લીધા પછીનું અગ્યારમુ' ચામાસું કર્યું. ત્યાં સમર નામના ઉદ્યાનમાં બળદેવના મદિરની અંદર પ્રભુ ચાર માસક્ષપણ અંગીકાર કરી પ્રતિમાએ રહ્યા. ત્યાં ભૂતાનદ નામે નાગકુમારના ઈન્દ્રે આવીને પ્રભુને વંદના કરી અને પ્રભુને કેવળજ્ઞાન નજીકમાં થવાનુ` જણાવી સ્વસ્થાને ગયો. વિશાળાપુરીમાં જિનદત્ત નામે એક પરમ શ્રાવક રહેતો હતો. તે દયાળુ હતો અને વૈભવના ક્ષયથી જીણુ શ્રેષ્ઠિ' એવા નામથી પ્રખ્યાત થયા હતો. અન્યદા તે ઉદ્યાનમાં ગયો હતો, ત્યાં ખળદેવના મદિરમાં તેણે પ્રતિમાએ રહેલા પ્રભુને જોયા. તે વખતે આ છદ્મસ્થ પણે રહેલા ચરમ તીર્થંકર છે’ એવા નિશ્ચયથી તેણે ભક્તિ સાથે પ્રભુને વંદના કરી. પછી પોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે આ પ્રભુ આજે ઉપવાસ કરી પ્રતિમા ધરી રહ્યા જણાય છે, તે જો આવતી કાલે મારે ઘેર પારણું કરે તો ઘણું સારૂ થાય.' આવી આશા ધરીને તેણે ચાર માસ સુધી હમેશાં પ્રભુની સેવા કરી, છેલ્લે દિવસે પ્રભુને આમંત્રણ કરીને તે પાતાને ઘેર ગયો, અને પે!તાને નિમિત્તે શ્રેષ્ડ મનવાળા તેણે પ્રથમથી મેળવેલા પ્રાસુક અને એષણીય ભાજન તૈયાર કરી રાખ્યા. પછી તે જિનદત્ત શ્રેષ્ઠિ પ્રભુના માર્ગ તરફ દૃષ્ટિ રાખી આંગણામાં ઊભે. રહીને ચિતવવા લાગ્યા કે, “આ ભાજન હુ` પ્રભુને વહેરાવીશ. હું કેવા ધન્ય કે જેને ઘેર અ`તપ્રભુ પોતાની મેળે આવશે અને સ‘સારસાગરથી તારનારૂ પારણુ કરશે. જ્યારે પ્રભુ આવશે ત્યારે હું તેમની સન્મુખ જઈશ અને ત્રણ પ્રદક્ષિણા કરી તેમના ચરણકમળમાં વંદના કરીશ અહા ! આ મારા જન્મ હવે પુનર્જન્મને માટે નહીં થાય; કેમકે પ્રભુનું દર્શન પણ મેાક્ષને માટે થાય છે તેા પારણાની તેા વાતજ શી કરવી ?’’ આ પ્રમાણે જીણુ શ્રેષ્ઠિ ચિંતવન કરતા હતા તેવામાં તા પ્રભુ ત્યાંના નવીન શેઠને ઘેર પધાર્યા. તે નવીન શેઠ મિથ્યાષ્ટિ હતો, તેથી લક્ષ્મીના મદથી ઊઁચી ગ્રીવા રાખીને તેણે દાસીને આજ્ઞા કરી કે, ભદ્રે ! આ ભિક્ષુકને ભિક્ષા આપીને સત્વર વિદાય કર.’ તે હાથમાં કાષ્ટનું ભેજન લઈ તેમાં કુલ્માષ ધાન્યને લઇને આવી, અને પ્રભુએ પ્રસારેલા કરપાત્રમાં તે વહેારાવ્યા. તત્કાળ દેવતાઓએ આકાશમાં દુંદુભિના નાદ કર્યા, ચેલાહ્યેપર કર્યાં, વસુધારા કરી તથા પુષ્પની ૧. અડદના બાકુળા. ૨. વજ્રની વૃષ્ટિ, ૩, દ્રવ્યની વૃષ્ટિ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy