SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કર સગ ૩ જો માઢું રાખી તે સર્પ સમતા રૂપ અમૃતને પીવા લાગ્યો. પ્રભુ પણ તેની અનુકપાવડે ત્યાં જ સ્થિતિ કરીને રહ્યા. “મહાન્ પુરુષાની પ્રવૃત્તિ બીજાના ઉપકારને માટે જ હોય છે.” ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈ સર્વ ગેાવાળા અને વત્સપાળેા વિસ્મય પામીને સત્વર ત્યાં આવ્યા. અને પેાતાની ખાત્રી કરવા માટે વૃક્ષને અંતરે સ`તાઈ રહીને તે મહાત્મા સર્પને નિશ્ચલ રહેલ જોઇ તેએને વિશ્વાસ આવ્યા, એટલે તેની નજીક આવી તે સર્પના શરીરને લાકડીએથી અડવા લાગ્યા. તે પણ તેને સ્થિર રહેલ જોઇ ગાવાળાએ એ વાર્તા લેાકેાને કહી એટલે લોકો ત્યાં આવ્યા, અને વીરપ્રભુને તથા મરણેાન્મુખ એવા સપને વંદના કરવા લાગ્યા ગાવાળાની કેટલીક સ્ત્રીએ તે માગે થઇને ઘી વેચવા જતી હતી, તેઓએ તે સ`ના શરીરપર ઘી ચાપડયુ. તે ગંધથી ત્યાં તીક્ષ્ણ મુખવાળી કીડીઓ આવી, તે સર્પના કલેવરને ચારણી જેવુ કરી દીધું. ‘મારા પાપકમ પાસે આ પીડા શી ગણત્રીની છે.’ એમ વિચાર કરતા તે સર્પરાજ તે દુ:સહ વેદનાને પણ સહન કરવા લાગ્યો. અને ‘આ ખિચારી અલ્પબલવાળી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાએ નહી.' એવુ ધારી એ મહાશય સ` પેાતાનુ અંગ જરા પણ હલાવ્યુ' નહી. આ પ્રમાણેના કરૂણા પરિણામવાળા અને ભગવંતની દયામૃત દૃષ્ટિથી સિ`ચન થતા તે સપ` એક પખવાડીએ મૃત્યુ પામીને સહસ્રાર દેવલાકમાં દેવતા થયા. કૌશિક સપની ઉપર આવા મહા ઉપકાર કરી ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉત્તર્વાચાળ નામના ગામ સમીપે આવ્યા. પક્ષાપવાસને અંતે પારણાને માટે ગોચરીએ ફરતા પ્રભુ નાગસેન નામના ગૃહસ્થને ઘેર ગયા. તે દિવસે તે ગૃહસ્થના એકના એક પુત્ર જે ખાર વર્ષ થયાં પરદેશ ગયા હતા તે વાઢેળા વગરની વૃષ્ટિની જેમ અકસ્માત્ ઘેર આવ્યા હતા, તેથી નાગસેને પાતાને ઘેર ઉત્સવ કર્યા હતા અને પેાતાના સર્વાં સ્વજન વર્ગને ભાજન આપ્યું હતું. તેવે સમયે પ્રભુ ત્યાં વહેારવા પધાર્યા. વીરપ્રભુને દૂરથી આવતા જોઈ નાગસેનને ઘણા હ થયા. તેથી તેણે ભક્તિપૂર્વક પયવડે પ્રભુને પ્રતિલાભિત કર્યા. તે વખતે અùાદાન, અહાદાન” એમ ખેલતા દેવતાઓએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પછી પ્રભુ પારણું કરીને શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. તે નગરી જિનભક્ત એવા પ્રદેશી રાજાથી વિભૂષિત હતી, પ્રભુના ખબર સાંભળી પ્રદેશી રાજા જાણે ખીજો ઈંદ્ર હાય તેમ નગરજનેા, અમાત્યા અને અનેક રાજાઓના પરિવાર લઈ પ્રભુની સામે આવ્યા અને ભક્તિથી વીરપ્રભુને વંદના કરી, પછી રાજા . પેાતાના નગરમાં ગયા અને તપથી શ્રેષ્ઠ એવા પ્રભુ અનુક્રમે વિહાર કરતા કરતા સુરભિપુર સમીપે આવ્યા. ત્યાંથી જાણે પૃથ્વીની ઓઢણી હોય, અને સમુદ્રનુ' જાણે પ્રતિમાન હેાય તેવી ઊં ંચા તરંગવાળી ગંગાનદી પાસે આવ્યા. પ્રભુ ગંગા ઉતરવાને ઇચ્છતા હતા, તેથી સિદ્ધદત નામના કાઇ નાવિકે તૈયાર કરેલ નાવમાં પ્રભુ અને બીજા મુસાફરો બેઠા. પછી નાવિકે એ બાજુથી હલેસાં ચલાવ્યાં, એટલે એ પાંખાવડે પક્ષિણીની જેમ તે નાવિકા ત્વરાથી ચાલવા લાગી. તે સમયે કાંઠા ઉપર રહેલ' ઘુવડપક્ષી ખેલ્યું, તે સાંભળી નાવમાં બેઠેલા શકુનશાસ્ત્રના જાણુ ક્ષેમિલ નામના નિમિત્તિએ કહ્યું કે, ‘આ વખતે આપણે કુશળક્ષેમે પાર ઉતરવાના નથી. થાડા સમયમાં આપણ સર્વાંને મરણાંત કષ્ટ પ્રાપ્ત થશે, પણ આ મહર્ષિના મહિમાથી આપણે ખચી જશુ.’ તેઆમ ખેલતો હતો તેવામાં નાવ અગાધ જળમાં આવ્યું. ત્યાં સુદ્રષ્ટ્ર નામે એક નાગકુમાર દેવ રહેતો હતો, તેણે પ્રભુને જોયા. પૂર્વ જન્મનુ' `વર સભારી તેણે ક્રેધથી ચિંતવ્યુ કે, ‘જ્યારે આ ત્રિપૃષ્ટ હતો, ત્યારે હું સિંહ હતો. તેણે મને માર્યા હતો, તે વખતે હું તેના
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy