SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પવો ૧૦ મુ દેશથી ઘણે દૂર રહેતો હતે, મેં કાંઈ તેનો અપરાધ કર્યો નહતો અને હું એક ગુહામાં સંતાઈ રહ્યો હતો, ત્યાં પોતાની ભુજાના વીર્યને ગર્વથી અને માત્ર કૌતુક કરવાની ઈચ્છાથી એણે આવીને મને મારી નાખ્યો હતો. તે આજે મારી નજરે પડ્યો તે બહુ સારું થયું, હવે હું મારું બૈર લઉં. “ઋણની જેમ ૌર પ્રાણીને સેંકડો જન્મ સુધી અનુસરે છે.” પૂર્વનું ગૈર લેવાથી જેને જન્મ કૃતાર્થ થયેલે છે એવા મારું પછી કદી તરતમાંજ મૃત્યુ થાય તો પણ તેથી મને ખેદ નહીં થાય.” આ પ્રમાણે વિચારીને એ સુદંદ્રદેવ ક્રોધથી ભયંકર નેત્ર કરતો વીર. પ્રભુની પાસે આવ્યા અને આકાશમાં રહીને તેણે માટે કિલકિલાવ કર્યો. પછી બોલ્યો કે -“અરે ! તું ક્યાં જાય છે?” એમ કહી પ્રલયકાળના દાવાનળ જે ભયંકર સંવર્તક જાતિને મહાવાયુ તેણે વિકુવ્યું. તેનાથી વૃક્ષો પડી ગયા, પર્વતો કંપાયમાન થયા અને જેના ઉમિ આકાશ પર્યત ઉડી રહ્યા છે એવું ગંગાનું જળ ઉછળવા લાગ્યું. ઉંચે ઉછળતા અને પાછા બેસી જતા ગંગાના તરંગોથી ગજેકે ઉપાડેલા કઈ વૃક્ષની જેમ તે નાવ ઉંચે નીચે હાલકલોલક થવા લાગ્યું. તેનો કુવાતંભ ભાંગી ગયો, સઢ ફાટી ગયો અને નાવને આત્મા હોય તે કર્ણધાર ભયભીત થઈ ગયો. નાવમાં બેઠેલા સર્વજને જાણે યમરાજની જિહુવા આગળ આવ્યા હોય તેમ મરણોન્મુખ થઈને વ્યાકુળપણે પિતા પોતાના ઈષ્ટદેવને સંભારવા લાગ્યા. તે વખતે કંબળ ને સંબળ નામના બે દેવે આવીને તે ઉપસર્ગનું નિવારણ કર્યું. તેના પૂર્વ ભવને વૃત્તાંત આ પ્રમાણે– , મથુરાપુરીમાં જિનદાસ નામે એક વણિક રહેતો હતો, તે શ્રાવક ધર્મ પાળતો હતે. તેને સાદુદાસી નામે સ્ત્રી હતી. તે બંને દંપતીએ પરિગ્રહનું પ્રમાણ કરતાં ઢોર રાખવાના પચ્ચખાણ લીધા હતા, તેથી હમેશાં તેઓ આહીર લોકોની સ્ત્રીઓ પાસેથી દહીં દુધ વિગેરે લેતા હતા. એક વખતે કઈ આહીરની સ્ત્રી ઉત્તમ દહીં લાવી, તે ખરીદ કરી પ્રસન્ન થઈને સાધુદાસીએ તેને કહ્યું કે, “તારે જે દુધ દહીં વિગેરે થાય તે તું વેચવા જઈશ નહીં, અહીંજ લાવજે, અમે તે લેશું અને તેનું તારી ઈચ્છા પ્રમાણે મૂલ્ય આપશું.' ત્યારથી તે આહિરી પણ ખુશ થઈને હંમેશાં તેમજ કરતી અને સાધુદાસી પણ તેને વસ્ત્ર વિગેરે વસ્તુ આપીને ખુશી કરતી. તેમ કરતાં તો તે બંનેને સગી બેનેની જેવો સ્નેહ થયે. એક વખતે તે આહીરની સ્ત્રીને ઘેર વિવાહને પ્રસંગ આવ્યો. એટલે તેણીએ તે પ્રસંગે આ શેઠ શેઠાણીને નિમંત્રણ કર્યું. ત્યારે તેમણે કહ્યું કે, “ભદ્ર! અમે વણિક છીએ તેથી તારે ઘેર આવી શકીશું નહીં, પણ તારે વિવાહને યોગ્ય જે વસ્તુ જોઈએ તે સર્વ અમારે ઘેરથી લઈ જજે.' એમ કહીને તેમણે વસ્ત્ર, ધાન્ય, અલંકાર વિગેરે તેણીને આપ્યા. તેમની આપેલી વસ્તુઓથી તેને વિવાહત્સવ ઘણો સુંદર થયો. જે તેના સગા ગોવાળ લોકમાં તેની શેભાનું કારણ થઈ પડયો, તેથી તે ગે વાળ અને ગોવાળણી પ્રસન્ન થઈને ત્રણ વર્ષની વયના તેમજ શોભીતા કંબલ અને સબલ નામના બે બળદ શેઠને દેવા માટે લાવ્યા, શેઠે તે ગ્રહણ કર્યા નહીં, તે પણ તેઓ બળાત્કારે તેને દ્વારે બાંધીને ચાલ્યા ગયા. ગોવાળને નેહ એજ હોય છે.' જિનદાસે વિચાર્યું કે “હવે જે હું આ બે વૃષભેને છોડી મૂકીશ તો બીજા સાધારણ પુરૂષે તેને હળ વિગેરેમાં જડશે ને દુઃખી કરશે અને મારે ઘેર તેના ઉપગ વગર તેને પાળવા તે પણ મુશ્કેલ છે. હવે મારે શું કરવું ? મૂર્ખ સાથેના નેહથી હું સંકટમાં પડી ગયો છું.’ આ વિચાર કરીને તે દયાળુ જિનદાસ શેઠ તે બંને વૃષભનું પ્રાસુક ઘાસ અને પાણીથી પોષણ કરવા લાગ્યા. અષ્ટમી કે ચતુ ૧ નાવને ચલાવનાર.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy