SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ની જેમ સ્થિર થઇ ના ખું. આ પ્રમાણે પર્વ ૧૦ મું તેને આવતો જોઈને બાજ પક્ષીથી બીજા પક્ષીઓની જેમ સઘળા રાજપુત્રો નાસી ગયા. અને તે કૌશિક પગ વડે ખલના પામતાં યમરાજનાં મુખ જેવા કેઈ ખાડામાં પડી ગયો. પડતાં જ તેણે ફેંકેલે તીણ કુહાડે તેની ઉપર પડ્યો, જેથી તેના મસ્તકના બે ભાગ થઈ ગયા. “કુકર્મને વિપાક આવોજ હોય છે. તેનાથી મૃત્યુ પામી તે ચંડકૌશિક આ વનમાં દષ્ટિવિષ સર્પ થયેલ છે. “તીત્રાનુબંધી કોઇ ભવાંતરમાં પણ સાથે જ જાય છે.” આ પ્રમાણે તેને પૂર્વભવ વિચારી એ દષ્ટિવિષ સર્પ અવશ્ય પ્રતિબંધ કરવાને ગ્ય છે એમ ધારીને જગત્પ્રભુ વીર પિતાની પીડાને અવગણી સરલ માર્ગે ચાલ્યા. પ્રભુએ જ્યારે એ જીર્ણ અરણ્યમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમાં ચરણસંચાર નહીં હોવાથી વાલુકા જેમની તેમ રહેલી હતી, જલાશયમાંથી વહેતી નીકે પાણી વિનાની હતી, જીર્ણ થયેલા વૃક્ષા સુકાઈ ગયા હતા, જીણું ૫ત્રાના સમૂહથી બધા ભાગ પથરાઇ ગયા હતા, રા ઘણો ભાગ વ્યાસ થઈ ગયો હતો અને ઝુંપડીઓ બધી પૃથ્વી ભેગી થઈ ગઈ હતી. એવામાં અરમાં આવીને પ્રભુ યક્ષમંડપમાં નાસિકાપર નેત્રને સ્થિર કરીને કાયોત્સર્ગે રહ્યા. થોડી વારે પેલે દષ્ટિવિષ સર્પ મુખમાંથી કાળરાત્રિ જેવી જિવાને બહાર કાઢતે અભિમાન યુક્ત થઈને ફરવા નીકળ્યો. વનમાં આજ્ઞારેખાની જેમ પોતાના શરીરની રેખા પડતે ચાલ્યો - જાય છે, તેવામાં તેણે વીર પ્રભુને જોયા. એટલે “અરે! મારી અવજ્ઞા કરવા માટે આ કેણુ મને જાણ્યા વગર અહીં નિ:શંક થઈને પેસી ગયો છે ? અને શંકુની જેમ સ્થિર થઈને ઊભો રહ્યો છે, માટે હું તેને ભસ્મ કરી નાખું.” આ પ્રમાણે વિચારીને કેપે ધમધમતો તે સ૫ પિતાના ફણાટોપને વિસ્તારવા લાગ્યો. જવાળામાળાને વમન કરતી, લતા વૃક્ષોને દહન કરતી, તેમજ ફાર કુત્કારોથી ભયંકર એવી દષ્ટિથી તે પ્રભુને જોવા લાગ્યો. તેથી પ્રજ્વલિત એવી તેની દષ્ટિવાળાઓ આકાશમાંથી ઉકા જેમ પર્વત પર પડે તેમ પ્રભુના શરીર ઉપર પડી. પણ મહા પ્રભાવિક પ્રભુની ઉપર તે કાંઈ પણ અસર કરી શકી નહીં. કેમકે “મહાન્ પવન પણ મેરૂને કંપાવવાને સમર્થ થાય ?” પિતાની તીવ્ર દષ્ટિવડે પણ જ્યારે પ્રભુને કાંઈ થયું નહીં ત્યારે હજુ કેમ આ કાષ્ટની જેમ દગ્ધ થયો નહીં.” એવું વિચારી વિશેષ ક્રોધ કરીને તેણે સૂર્યની સામું જોઈ જોઈને વિશેષ દૃષ્ટિવાળા છોડવા માંડી, તથાપિ એ જવાળાઓ પણ પ્રભુની ઉપર તો જળધારા જેવી થઈ ગઈ, એટલે તે સર્પગ વગરને થઈને પ્રભુના ચરણકમળપર ડસ્યો. પોતાના વિષની ઉગ્રતાથી દુર્મદ એ તે “મારા તીવ્ર વિષવડે આકાંત થઈને આ હમણું પડશે તે રખે મને દાબી ન નાખે.” એવા ઈરાદાથી ડશી ડશીને દૂર ખસતો હતે. પ્રભુના અંગપર જે સ્થાનકે તે ડસને ત્યાંથી તેનું ઝેર પ્રસરી શકતું નહીં, માત્ર ગાયના દુધ જેવી રૂધિરની ધારા ત્યાંથી ખરતી હતી. ઘણીવાર તેમ થવાથી “આ શું ! એમ વિસ્મય પામીને તે પ્રભુની આગળ ઉભો રહ્યો. અને વિલખો થઈને પ્રભુની સામે જોવા લાગ્યો. પછી પ્રભુના અતુલ રૂપને નીરખતાં પ્રભુના કાંત અને સૌમ્ય રૂપને લીધે તેના નેત્રો સ્તબ્ધ થઈ ગયા. જ્યારે તે કાંઈક ઉપશાંત થાય ત્યારે પ્રભુ બેલ્યા કે- “અરે ચંડકૌશિક ! બુઝ ! બુઝ ! મેહ પામ નહીં.' ભગવંતનું આ વચન સાંભળી ઉહાપોહ કરતાં તે સર્પને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને તેણે પોતાના મનમાં અનશન અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો. અનશન કરવાવડે સર્વ ક્રિયાથી રહિત થયેલા અને ઉપશાંતપણાને પામેલા તે સર્પને પ્રભુએ પિતાની દૃષ્ટિવડે તેનું સિંચન કર્યું. પછી વિષવડે ભયંકરે એવી મારી દષ્ટિ કેઈના ઉપર પણ ન પડે એમ ધારીને પોતાના રાફડામાં ફણપને વિસ્તાર
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy