SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જે. શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષનો વિહાર. દીક્ષા લીધા પછી ત્રણ જગતના પતિ મહાવીર પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કરવા માટે પિતાના સહોદર બંધુ નંદિવર્ધ્વનની અને બીજા પણ જ્ઞાતવંશના પુરૂષોની રજા લીધી, પ્રભુ જ્યારે ચારિત્રરૂપી રથમાં આરૂઢ થઈ વિહાર કરવાને ચાલ્યા, તે વખતે તેમના પિતાને મિત્ર સમ નામે એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવી પ્રભુને નમીને બે કે “હે સ્વામી ! આપે પિતાની અને પારકાની અપેક્ષા વગર સાંવત્સરિક દાન આપ્યું, તેથી બધું જગત્ દારિદ્રય વગરનું થઈ ગયું, પણ હું એક મંદભાગ્ય દરિદ્રી રહી ગયો છું. હે નાથ ! હું જન્મથીજ મહા દરિદ્રી છું અને બીજાઓની પ્રાર્થના કરવાને માટે અહર્નિશ ગામે ગામ ભટક્યા કરું છું. કેઈ ઠેકાણે નિર્ભ સ્નેને થાય છે, કેઈ ઠેકાણે ઉત્તર પણ મળતું નથી અને કોઈ ઠેકાણે મુખ મરડે છે; પણ એ બધું હું સહન કરું છું. તમે દાન આપ્યું તે સમયે હું ધનની આશાથી બહાર ભમતો હતો, તેથી મને તમારા વાર્ષિક દાનની ખબર પડી નહીં અને તમારું દાન મારે નિષ્ફળ થયું. માટે હે પ્રભુ ! હવે પણ મારા પર કૃપા કરીને મને દાન આપે. કેમકે મારી પત્નીએ તિરસ્કાર કરીને મને તમારી પાસે મોકલ્યા છે. પ્રભુ કરૂણ લાવીને બેલ્યા–“હે વિપ્ર ! હવે તે હું નિઃસંગ થયો છું, તથાપિ મારા ખભા ઉપર જે આ વસ્ત્ર છે તેને અર્ધ ભાગ તું લઈ લે.” તે વિપ્ર અર્ધ વસ્ત્ર લઈ હર્ષ પામતે પિતાને ઘેર આવ્યો. પછી છેડા બંધાવવાને તુણનાર વણકારને બતાવ્યું. તે વસ્ત્રને જોઈ તુણનારે પૂછયું કે આ વસ્ત્ર તને કયાંથી મળ્યું ?” બ્રાહ્મણે કહ્યું કે, “શ્રી મહાવીર પ્રભુની પાસેથી.” તુણનાર બે કે, “હે વિપ્ર ! તું પાછો જા, અને આને બીજો અધ ભાગ તે મુનિની પાસેથી લઈ આવવા માટે તેમની છવાડે ફર. તે મુનિને અટન કરતાં કરતાં કંઈ ઠેકાણે કાંટા વિગેરેમાં ભરાઈને તે અર્ધ વસ્ત્ર પડી જશે, પછી તે નિઃસ્પૃહ મુનિ તેને ગ્રહણ કરશે નહીં. એટલે તું તે લઈને અહીં આવતે રહેજે. પછી તેના બે ભાગને જીને હું તે વસ્ત્ર શુકલ પક્ષના ચંદ્રની જેમ એક સંપૂર્ણ કરી આપીશ. તેનું મૂલ્ય એક લાખ દીનાર ઉપજશે. તે આપણે સહેદર બંધુની . જેમ અર્થે અર્ધ વહેંચી લેશું.” “બહુ સારું.' એમ કહીને તે બ્રાહ્મણ પાછો પ્રભુની પાસે આવ્યો. ઈર્યાસમિતિ શોધવા પૂર્વક ચાલતા પ્રભુ ક્રૂર ગ્રામે આવી પહોંચ્યા. ત્યાં નાસિકાના અગ્ર ભાગ ઉપર નેત્ર આપી બે ભુજા લાંબી કરીને પ્રભુ સ્થાણુની જેમ પ્રતિમા ધરીને રહ્યા. તે સમયે કઈ ગોવાળ આખે દિવસ વૃષભને હાંકી ગામની સીમ પાસે જ્યાં પ્રભુ કાયેત્સર્ગ ઊભા હતા ત્યાં આવ્યું. તેણે વિચાર્યું કે, “આ મારા વૃષભ અહીં ગામના સીમાડા પર ભલે ચરે, હું ગામમાં જઈ ગાયને દોહીને પાછો આવીશ.” આવું ચિંતવી તે ગામમાં ગયા. પછી વૃષભ ચરતા ચરતા કાઈ અટવીમાં પેસી ગયા. કારણ કે ગોપ વિના તેઓ એક સ્થાનકે રહી શકતા નથી. પછી તે ગોપાલ ગામમાંથી ત્યાં આવ્યું, અને પ્રભુને પૂછયું કે, “મારા વૃષભ ક્યાં છે ?” પ્રતિમાધારી પ્રભુ કાંઈ પણ બોલ્યા નહીં. પ્રભુ જ્યારે લ્યા નહીં ત્યારે ગોપે વિચાર્યું કે, “આ કાંઈ જાણતા નથી.” પછી તે પિતાના વૃષભાને
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy