SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જે રાજાઓને વચનથી સધાય છે.” પછી શુક્ર ઈ કે પણ તેવી જ શિબિકા કરાવી. બંને તુલ્ય શોભાવાળી હોવાથી જાણે જોડલે ઉત્પન્ન થઈ હોય તેવી શોભવા લાગી. પછી દેવશક્તિથી નદીમાં નદીની જેમ બીજી શિબિકા પહેલી શિબિકામાં અંતીિંત થઈ ગઈ. પછી જગતપ્રભુએ પ્રર્દીક્ષિણા દઈ શિબિકા૫ર ચડીને તેમાં રહેલા ચરણપીઠ યુક્ત સિંહાસનને અલંકૃત કર્યું. માંગલિક શ્વેત વસ્ત્રોથી ચંદ્રિકા સહિત ચંદ્રની જેમ અને સર્વ અંગે ધારણ કરેલા આભૂષણોથી બીજા કલ્પવૃક્ષની જેમ પ્રભુ શેભવા લાગ્યા. પ્રભુ પૂર્વાભિમુખે બેઠા એટલે કુળમહત્તા સ્ત્રી પવિત્ર થઈ, શુદ્ધ વસ્ત્ર પહેરી, વિચિત્ર રત્નાલંકાર ધારણ કરી, શાખાવડે વૃક્ષની જેમ હાથમાં રાખેલા વસ્ત્રવડે શેભતી, પ્રભુની દક્ષિણ તરફ મન સ્થિર કરીને બેઠી. મોતીના અલંકાર અને નિર્મળ વસ્ત્રો પહેરી એક સ્ત્રી પ્રભુના મસ્તક પર ચાંદની જેમ ચંદ્રને ધરે તેમ છત્ર ધરીને ઊભી રહી. બે સ્ત્રીઓ સર્વ અંગમાં સુવણભરણ પહેરી મેરૂ પર્વતના તટમાં બે ચંદ્રની જેમ પ્રભુને બંને પડખે સુંદર ચામર ધરીને ઊભી રહી. એક બાળા રૂપાની ઝારી હાથમાં લઈને વાયવ્ય દિશામાં ઊભી રહી. એક સ્ત્રી તાળવૃત હાથમાં રાખીને અગ્નિ દિશામાં ઊભી રહી. શિબિકાના પૃષ્ટ ભાગે વૈડૂર્ય રત્નના દંડવાળા અને એક હજાર ને આઠ સુવર્ણની શલાકાવાળા પાંડુ છત્રને લઈને રાજા ઊભા રહ્યા. શિબિકાને બંને પડખે સૌધર્મ અને ઈશાન ઈદ્ર તરણના સ્થંભની જેમ ચામર લઈને ઊભા રહ્યા. પછી સહસ પુરૂષોથી ઉપાડી શકાય એવી તે શિબિકા પ્રથમ સેવકપુરૂષોએ ઉપાડી, પછી શર્ક, ઈશાન, બલિ અને ચમર પ્રમુખ ઈ દ્રોએ તથા દેવતાઓએ ઉપાડી. તેમાં દક્ષિણના ઉપરના ભાગથી શક ઈદ્ર ઉપાડી. ઉત્તરના ભાગથી ઈશાનપતિએ ઉપાડી, અને દક્ષિણ તથા ઉત્તર બાજુના અધ ભાગે ચમરેંદ્ર તથા બળાઈ કે ધારણ કરી. તેમજ બીજા ભુવનપતિ વિગેરે દેવતાઓએ પોતપોતાની યેગ્યતા પ્રમાણે વહન કરી. તે સમયે અત્યંત ઉતાવળા જતા ને આવતા અનેક દેવતાઓથી તે સ્થાન સાયંકાળે પક્ષીઓથી આકાશની જેમ સાંકડું થઈ ગયું. દેવતાઓએ વહન કરેલી તે શિબિકાવડે અનુક્રમે પ્રભુ જ્ઞાતખંડ નામના ઉત્તમ ઉપવન સમીપે પધાર્યા. તે ઉપવન, પ્રિયની જેમ હિમઋતુના આવવાથી જાણે રોમાંચિત થઈ હોય તેવી ચારે ળીની લતાએથી મનહર જણાતું હતું અને જાણે વનલકમીએ આપેલા કસુંબાના રાતા વસ્ત્ર પહેર્યા હોય તેવા પાકેલા નારગીના વનવડે અંકિત હતુ. કૃષ્ણ ઈક્ષુદંડમાં પરસ્પર પાત્રપણે ઓલેષ કરતા ભ્રમરો એના અવાજથી જણે મુસાફરોને બોલાવતું હોય એવું જણાતું હતું. તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યા પછી પ્રભુએ શિબિકામાંથી ઉતરીને સર્વ આભૂષણ તજી દીધાં. તે વખતે કે પ્રભુના અંધઉપર એક દેવદુષ્ય વસ્ત્ર નાંખ્યું. પછી ત્રિજગ...ભુએ પંચમુષ્ટિવડે સર્વ કેશને લેચ કર્યો. શકે ઈજે તે કેશ દૂષ્ય વસ્ત્રમાં લઈને ક્ષીરસાગરમાં ક્ષેપન કર્યા. પછી તેણે પાછા આવીને સર્વ કોલાહલ અટકાવ્યા એટલે પ્રભુએ સિદ્ધને નમસ્કાર કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. જન્મથી ત્રીશ વર્ષ નિર્ગમન થતાં મોર્ગશીર્ષ માસની કૃષ્ણ દશમીએ ચંદ્ર હસ્તોત્તરા નક્ષત્રમાં આવતાં દિવસના છેલ્લા પહોરે છ તપ કર્યો છે જેણે એવા પ્રભુને ચારિત્રની સાથે જ મન:પર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું. 8888郎忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍因 ॥ इत्याचार्यश्रीहेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते ___ महाकाव्ये दशमपर्वणि श्री महावीर जन्म प्रवृज्या વળનો નામ દ્વિતીયઃ સ. ૨ 8888888888888888888888888888
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy