SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સર્ગ ૩ જે શોધવા ગયો. શોધતાં શોધતાં આખી રાત્રિ નિગમન થઈ ગઈ. તે બેલે ફરતા ફરતા પાછા પ્રભુ હતા ત્યાં આવ્યા, અને સ્વસ્થ ચિરો વાગોળતા વાગોળતા પ્રભુ પાસે બેઠા. પેલે ગોપ ભમી ભમીને પાછે ત્યાં આવ્યો. એટલે ત્યાં વૃષને બેઠેલા જોઈ તેણે વિચાર્યું કે, “આ મુનિએ પ્રભાતમાં મારા વૃષભને લઈ જવાની ઈચ્છાથી તે વખત સંતાડી રાખ્યા હશે.” આવે વિચાર કરી તે અધમ ગેપ વેગથી બળદની રાશ ઉપાડીને પ્રભુને મારવા દેડક્યો. તે સમયે શકે ઈદ્રને વિચાર થયો કે, પ્રભુ “પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં. એમ વિચારી જ્ઞાનવડે જેવા લાગ્યું. ત્યાં તે તે ગોપને પ્રભુને માર મારવા ઉદ્યત થયેલ છે. એટલે સ્થભિત કરી, પ્રભુ પાસે આવી તિરસ્કારપૂર્વક તે ગોપને કહ્યું કે, “અરે પાપી ! આ સિદ્ધાર્થ રાજાના પુત્રને તું શું નથી જાણત?” પછી ઈદ્ર ત્રણ પ્રદક્ષિણા પૂર્વક મસ્તકવડે પ્રણામ કરી પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી ! આપને બાર વર્ષ સુધી ઉપસર્ગોની પરંપરા થશે, માટે તેને નિષેધ કરવા સારું હું તમારે પારિપાર્શ્વક થવા ઈચ્છું છું. પ્રભુ સમાધિ પારીને ઇંદ્રપ્રત્યે બોલ્યા કે “અહં તે કદિ પણ પરસહાયની અપેક્ષા રાખતા નથી, વળી અહંત પ્રભુ બીજાથી સહાયથી કેવળજ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. જિતેંદ્રો કેવળ પિતાના વીર્યથીજ કેવળજ્ઞાન પામે છે અને પિતાના વીર્યથી જ મેક્ષે જાય છે. પ્રભુનાં આવાં વચન સાંભળી ઈંદ્ર બોલતપસ્યાથી વ્યંતર દેવમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માસીના પુત્ર સિદ્ધાર્થને આજ્ઞા કરી કે, “તારે પ્રભુની પાસે રહેવું અને જે પ્રભુને મારવાને ઉપસર્ગ કરે, તેને તારે અટકાવ.” આ પ્રમાણે કહી ઈદ્ર સ્વસ્થાનકે ગયા, અને સિદ્ધાર્થ તેમની આજ્ઞા સ્વીકારીને પ્રભુ પાસે રહ્યો. વીર પ્રભુ છઠ્ઠનું પારણું કરવાને માટે કેટલાક ગામમાં ગયા. ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર પ્રભુએ સાકર વિગેરેથી મિશ્રિત પરમાનથી પારણું કર્યું. તે બ્રાહ્મણને ઘેર દેવતાઓએ વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પછી ચંદ્રની જેવા શીતળ લેશ્યાવાળા, સૂર્યની જેમ તપના તેજથી દુખે જોઈ શકાય તેવા, ગજેદ્રની જેવા બલવાન, મેરૂની જેવા નિશ્ચલ, પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને સહન કરનારા, સમુદ્રની જેવા ગંભીર, સિંહની જેવા નિર્ભય, ધૃતાદિ હોમેલા અગ્નિની જેમ મિથ્યાષ્ટિઓને અદશ્ય, ગેંડાના શૃંગની જેમ એકાકી, મેટા સાંઢની જેમ મહા બલવાન, કમરની જેમ ઇંદ્રિયોને ગુપ્ત રાખનાર, સર્ષની જેમ એકાંત દષ્ટિ સ્થાપનાર, શંખની પેઠે નિરંજન, સુવર્ણની જેમ જાતરૂપ (નિલેપ), પક્ષીની જેમ મુક્ત, જીવની જેમ, અખલિત ગતિવાળા, ભારંડ પક્ષીની જેમ પ્રમાદ રહિત, આકાશની જેમ નિરાશ્રય, કમલિની જેમ લેપ રહિત તથા શત્રુ અને મિત્ર, તૃણ અને સ્ત્રી, સુવર્ણ અને પાષાણુ, મણિ અને કૃતિકા, આલોક અને પરલેક, સુખ અને દુઃખ તથા સંસાર અને મોક્ષમાં સમાન હૃદયવાળા, નિષ્કારણ કરૂણાળુ મનને લીધે ભવસાગરમાં ડુબી જતા મુગ્ધ જગતનો ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા એવા પ્રભુ સાગર મેખલાવાળી અને વિવિધ ગ્રામ, પુર તથા અરણ્યવાળી આ પૃથ્વી ઉપર પવનની જેમ અપ્રતિબંધપણે વિહાર કરવા લાગ્યા. દીક્ષાને સમયે દેવતાઓએ પ્રભુના શરીર પર જે સુગંધી દ્રવ્યનું વિલેપન કર્યું હતું તેની સુગંધથી ખેંચાઈ આવીને ભ્રમરાઓ પ્રભુને ઉપદ્રવ કરવા લાગ્યા, ગામના તરૂણ પુરૂષે પ્રભુની પાસે તે સુગંધની યુક્તિ માગવા લાગ્યા અને તરૂણ સ્ત્રીઓ કામવરના ૧ સાથે રહેનાર- સેવક. ૨ સાડાબાર કેટી દ્રવ્યને વરસાદ.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy