SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર સર્ગ ૧૦ મિ. આઘેષણ કરાવી કે, “જે મને પંચશૈલગિરિ ઉપર લઈ જશે તેને હું કેટી દ્રવ્ય આપીશ.” કઈ એક વૃદ્ધ પડહ છબીને તે ધન ગ્રહણ કર્યું, અને એક વહાણ તૈયાર કરાવી તેમાં પુષ્કળ ભાતુ-વિગેરે ભર્યું. લીધેલું દ્રવ્ય પોતાના પુત્રોને વહેંચી આપ્યું. પછી તે વૃદ્ધ કુમારનદી સાથે નાવમાં બેસી સમુદ્રમાર્ગે ચાલ્યું. ઘણે દૂર ગયા પછી તે વૃદ્ધે કુમારનંદીને કે-“આ સમુદ્રના કીનારા ઉપર રહેલા પર્વોતના પ્રત્યંત ભાગે જે આ વડનું વૃક્ષ દેખાય છે, તેની નીચે થઈને જ્યારે આ નાવ નીકળે ત્યારે તું તે વૃક્ષની ડાળીને વળગી જજે. પંચશેલ દ્વીપમાંથી ત્રણ પગવાળા ભારંડપક્ષીઓ તે ઝાડ પર આવીને બેસશે. તેઓ સુઈ જાય એટલે તેમાંના એકના પગની સાથે તું વળગી પડજે. તારા શરીરને વસ્ત્રથી તેની સાથે ગાઢ રીતે બાંધી દઢ મુષ્ટિ ભીડજે. એટલે પ્રાત:કાળે તે ભારંડપક્ષીની સાથે ઉડીને તું પચશેલદ્વીપે પહોંચી જઈશ. આ યાનપાત્ર મોટા વમળમાં પડી અથડાઈને ભાંગી જશે. તેથી જો તું વડ સાથે વળગીશ નહીં તો અહીં જ મૃત્યુ પામી જઈશ.” સુવર્ણકારે તેને કહેવા પ્રમાણે કર્યું, એટલે ભારંડપક્ષી તેને ઉપાડી ગયું. અને તે પંચશેલદ્વીપે પહોંચ્યું. પંચશેલમાં આવેલા તે સુવર્ણકારને જોઈ બંને દેવીઓ ખુશી થઈ. તેના પર અનુરક્ત થઈને બેલી કે– હે અનઘ ! તારા આ મનુષ્ય શરીરથી અમે ભાગ્ય થઈશું , માટે અગ્નિમાં પ્રવેશ કરવા વિગેરેથી તું પંચશૈલગિરિન અધિપતિ થા. તે સાંભળી હવે મારે શું કરવું અને ક્યાં જવું ?” એમ સનીએ કહ્યું, એટલે તેમણે હાથનો સંપુટ કરી તેને ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો. લોકોએ તેને ઓળખીને તેને વૃત્તાંત પૂછો, એટલે તેણે પોતાની કથા કહી સંભળાવો. પછી હાસા પ્રહાસાનું સ્મરણ કરીને તે અગ્નિમાં બળી મરવા તૈયાર થયો, એટલે તેના નાગિલ મિત્રે આવી પ્રતિબોધ આપ્યો કે, “તને કાપુરૂષને યોગ્ય એવા મરણે મરવું ઉચિત નથી. આ મનુષ્ય જન્મ દુપ્રાપ્ય છે, તેને તુચ્છ ભોગફળ મેળવવાને માટે વૃથા હારી ન જા. “રત્નને બદલે કેડી કણ મૂખ લે ?” સુખભેગને અથે પણ તું અત્ ધર્મનો આશ્રય કર, કેમકે સ્વર્ગ અને મોક્ષને આપનારે તે ધર્મ અર્થ અને કામમાં પણ કામધેનુ સમાન છે. આવી રીતે કહી નાગિલમિત્રે ઘણો વાર્યો, તોપણ તે અગ્નિપ્રવેશ વડે મૃત્યુ પામી પંચશેલને અધિપતિ થયો. પિતાના મિત્રનું આવું અપંડિત મૃત્યુ જોઈ નાગિલે નિર્વેદ પામી સદ્ય દીક્ષા ગ્રહણ કરી. નિરતિચાર ચારિત્ર પાળી કાળ કરીને તે અશ્રુત દેવલોકમાં દેવતા થયું. તેણે અવધિ. જ્ઞાન વડે પિતાના મિત્રને પંચશેલમાં ઉત્પન્ન થયેલું છે. એકદા શ્રી નંદીશ્વરની યાત્રા કરવા દેવતાઓ જતા હતા, તેમની આજ્ઞાથી તે હાસ અને પ્રાસા ગાયન કરવાને માટે સાથે ચાલી તે વખતે ઢોલ વગાડવા માટે વિદ્યુમ્ભાળીને કહ્યું. તે બોલ્યો કે શું મારી ઉપર સ્વામીને હુકમ ચાલે છે ?' આવા અહંકારથી મુખે હુંકારા કરતા તે વિદ્યુમ્ભાળીના ગળામાં જાણે મૂત્તિ માન અભિયોગ્ય કર્મ હોય તેમ તે ઢેલ વળગી પડ્યો. હાથ પગની જેમ જાણે શરીર સાથે ઉત્પન્ન થયેલ અવયવ હોય તેમ તે ઢોલને લીધે તે ઘણે લજજા પામતો હતો છતાં કઈ રીતે ઉતરી શકે નહીં. તે વખતે હાસા પ્રહાસા બોલી કે-“અરે ! અહીં જન્મ લેનારા પ્રાણીઓનું આ કર્મ જ છે, માટે લજજા પામે નહી, તમારે આ ઢોલ અવશ્ય વગાડવો જ પાડશે.” પછી હાસપ્રહાસાએ ગાયન કરવા માંડયું અને તે ઢેલને વગાડતો દેવતાઓની પાસે આગળ ચલ્યો.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy