SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૦ મુ ૧૭૧ કરે છે અને સુંઠ પિત્તને ઉત્પન્ન કરે છે, પણ જો તે ખ'ને ઔષધમાં હોય તો કાંઈ પણુ દોષ ઉત્પન્ન થતો નથી. વળી અસત્ પ્રમાણની પ્રસિદ્ધિ વડે એ વિરૂદ્ધ ભાવ એક ઠેકાણે ન હાય એમ કહેવુ... પણ મિથ્યા છે, કારણ કે કાબરચીત્રી વસ્તુમાં વિરુદ્ધ વધુના ચાગ નજરે દેખાય છે. વિજ્ઞાનનો એક આકાર તે વિવિધ આકારના સમુદાયથી થયેલા છે તે પ્રમાણે માનતાં ત્રાજ્ઞ એવા બૌદ્ધ અનેકાંત મતને તોડી શકતો નથી, એ અને અનેકરૂપ પ્રમાણ વિચિત્ર રીતે છે’ એમ કહેવાથી વૈશેષિક મતવાળે એકાંત મતને તોડી શકતો નથી. વળી સત્ત્વાદિક વિરૂદ્ધ ગુણાથી ગુથાયેલ આત્માને માનતાં સાંખ્ય મતવાળા પણુ અનેકાંત મતને તોડી શકતો નથી, અને ચાર્વાકની વિમતિ કે સ‘મતિ મેળવવાની તો જરૂદ્દજ નથી; કારણ કે તેની બુદ્ધિ નો પરલેાક, આત્મા અને માક્ષના સંબંધમાં મૂઢ થઈ ગયેલી છે. તેથી હું સ્વામિન્ ! તમારા કથન પ્રમાણે ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણે ગારસ વિગેરેની જેમ સિદ્ધ કરેલ વસ્તુ વસ્તુપણે રહેલ છે અને તે સર્વ રીતે માન્ય છે.” આ પ્રમાણે સ્તુતિ કરી પુનઃ પ્રભુને નમીને અભયકુમારે પૂજયુ` કે, હે સ્વામિન્! છેલ્લા રાજષ કાણુ થશે ?” પ્રભુ ખેલ્યા કે, ‘ઉદાયન રાજા’ અભયકુમારે ફરીથી પૂછ્યું', હે પ્રભુ !તે ઉદાયન રાજા કોણ ?' એટલે પ્રભુએ ઉદાયનરાજાનું ચરિત્ર આ પ્રમાણે કહી સ`ભળાવ્યુ.. સિ સૌવીરદેશમાં વીતભય નામે નગર છે, તે નગરમાં ઉત્ક્રાયન નામે પરાક્રમી રાજા હતો તે વિતભય વિગેરે ત્રણસાને ત્રેસઠ નગરના અને સિંધુસૌવીર વિગેરે સાળ દેશના સ્વામી હતો. મહાસેન વિગેરે ઢશ મુગટબદ્ધ રાજાઓના નાયક હતો, અને બીજા પણ ઘણા સામાન્ય રાજાઓના નેતા તેમજ વિજેતા હતા. સમ્યગ્ દર્શનથી પવિત્ર અને તીર્થંની પ્રભાવના કરનારી પ્રભાવતી નામે તેને એક પ્રભાવાળી પત્ની હતી. તે પ્રભાવતીના ઉત્તરથી યુવરાજની કુરાને ધારણ કરનારી અભીચિ નામે એક શ્રેષ્ઠ પુત્ર થયા હતા અને કેશી નામે તે રાજાને એક ભાણેજ હતો. ચંપાનગરીમાં જન્મથી જ સ્ત્રીલ પટ કુમારનદી નામે એક ધનાત્ય સાની રહેતા હતા. તે જે જે રૂપવતી કન્યાને જોતો કે સાંભળતો તેને તત્કાળ પાંચસે સાનૈયા આપી પરણતો હતો. એમ કરતાં અનુક્રમે તેને પાંચસે સ્ત્રીઓ થઇ હતી. તે ઇર્ષ્યાળુ સેાની એક સ્ત’ભવાળા મહેલમાં તેની સાથે ક્રીડા કરતો હતો. તે સેાનીને નાગિલ નામે એક અતિ વલ્લભ મિત્ર હતો તે મુનિના ઉપાસક અને શુદ્ધ પચ અણુવ્રતના ધારક હતો. એક વખતે પ'ચશૈલદ્વીપમાં રહેનારી એ વ્યંતર દેવીએ શઇંદ્રની આજ્ઞાથી તેમની સાથે નદીશ્વર દ્વીપની યાત્રા કરવા ચાલી, તેમના પતિ વિદ્યમાની જે પચશૈલ દ્વીપના સ્વામી હતો, તે માગે જતાં ચવી ગયા. તેથી તે દેવીએએ વિચાયુ કે, ‘આપણે કોઈ મનુષ્ય એવા શેાધી કાઢીએ કે જે મરણ પામીને આપણા પતિ થાય.’ આમ વિચારતી તેઓ ચ પાપુરી પાસે નીકળી, ત્યાં પાચસા સ્ત્રીઓની સાથે ક્રીડા કરતો કુમારનઢી સેાની તેમના જોવામાં આવ્યેા. એટલે તેને પોતાના પતિ કરવાની ઈચ્છાથી તે ખ'ને તેની પાસે આવી, અને પેાતાનુ' રૂપ દેખાડયુ'. તે જોઈ કુમારન`દી ખેલ્યા કે–તમે કાણુ છે ?” તેઓ ખેલી કે, હે માનવ ! અમે હ્રાસા અને પ્રહાસા નામે દેવીએ છીએ.’ તેમને જોઈ ને તે સુવણ કાર તેનાપર માહ પામી મૂર્છા પામ્યા. જ્યારે સંજ્ઞા આવી ત્યારે તેણે ક્રીડા કરવાની ઇચ્છાથી તેમની પ્રાથના કરી. તેઓ ખેલી કે, તારે અમારી ઇચ્છા હોય તો તું પચશૈલ દ્વીપમાં આવજે.' આ પ્રમાણે કહીને તે આકાશમાં ઉડી ગઇ. પછી તે સાનીએ રાજાએ દ્રવ્ય આપીને શહેરમાં આવી રીતે પડહો વગડાવી ૧ સ્વામી. ૨ જીતનાર. ૩ કાંતિવાળી–રૂપવતી.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy