SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭* - પર્વ ૧૦ મો. આ સમયે પેલે નાગિલ દેવ પણ યાત્રા કરવા જતો હતો, તેણે હાસ અને પ્રહાસાની સાથે તે દેવને ઢોલ વગાડતો જોયે; એટલે અવધિજ્ઞાન વડે તેને પોતાનો પૂર્વભવને મિત્ર જાણે તેને કાંઈક કહેવા માટે તે તેની પાસે આવ્યા. પરંતુ સૂર્યની પ્રભાથી ઘુવડની જેમ તેના અંગની પ્રમાને સહન કરવાને અશક્ત એ વિદ્યુમ્ભાળી દેવ ત્યાંથી પલાયન કરવા લાગે. તે જોઈ અમ્રુતદેવે સાયંકાળના સૂર્યની જેમ પોતાનું તેજ સંહારી વિદ્યુમ્ભાળીને ઊભે રાખીને કહ્યું કે, મારી સામે જે, તુ મને નથી ઓળખતો ” પટહધારી દેવતાએ કહ્યું, એ કોણ છું જે તમારી જેવા મોટી ઋદ્ધિવાળા દેવેને તથા ઈ ટ્રાદિકને પણ ન જાણું ? પછી અશ્રુતદેવે પૂર્વભવની શ્રાવકનું રૂપ લઈ હાસા પ્રહાસા માટે મરણ પામતી વખતે તેને જે પ્રતિબોધ કર્યો હતો, તે યાદ આપીને કહ્યું કે, “હે મિત્ર ! તે વખતે મારા ઉપદેશથી તે આહે ધર્મને આશ્રય કર્યો નહીં અને મૂઢ બુદ્ધિ વડે પતંગની જેમ અગ્નિમાં પડીને મૃત્યુ પામ્યું અને હું તો જિનધર્મને જાણી દીક્ષા પાળીને મૃત્યુ પામ્યા. એથી આપણા બંનેને પિતાના પૂર્વ કર્મનું આવું જુદું જુદું પરિણામ આવ્યું. તે સાંભળી પંચલ. પતિ દેવને ઘણે નિર્વેદ ઉત્પન્ન થયે, તેથી તે બોલ્યો કે-“હે મિત્ર ! હવે હું શું કરું ?' ત્યારે નાગિલદેવે કહ્યું કે- મિત્ર ! તારા ગૃહસ્થપણાની ચિત્રશાળામાં કાર્યોત્સર્ગ મુદ્રાએ રહેલા ભાવતિ શ્રી મહાવીર પ્રભુની મૂતિ કરાવ. હે બંધુ ! એ આહંતી પ્રતિમાં કરાવ્યાથી તને આગામી ભવમાં બોધિબીજરૂપ મહા ફળની પ્રાપ્તિ થશે, કારણ કે રાગદ્વેષ અને મેહને રા એવા શ્રી અરિહંતની પ્રતિમા જે કરાવે તેને સ્વર્ગ તથા મોક્ષ આપનાર ધર્મની પ્રાપ્તિ થાય છે. જિનપ્રતિમા કરાવનારને કુત્સિત જમ, કુગતિ, દારિદ્ર, દૌર્ભાગ્ય અને બીજુ કઈ પ્રકારનું કુત્સિતપણું પ્રાપ્ત થતું નથી.” વિદ્ય—ાળી દેવ આ પ્રમાણેની તેની આજ્ઞાને સ્વીકારી સત્વર ક્ષત્રિયકુંડ ગામે આવે. ત્યાં તેણે કાર્યોત્સર્ગે રહેલા અમને જોયા. પછી મહા હિમવાનગિરિ ઉપર જઈગશીર્ષ ચંદન છેદીને તે કાષ્ટની જેવી અમારી મૂત્તિ તેણે જોઈ હતી તેવી સર્વ અલંકારયુક્ત પ્રતિમા તેણે બનાવી. પછી જાતિવંત ચંદન કાષ્ટના પોતે ઘડેલા સંપુટમાં ધનાઢય જેમ ભંડારને ગોપવી રાખે તેમ તેણે તે પ્રતિમા સ્થાપિત રાખી. અન્યદા કઈ એક વહાણ ઉત્પાત યોગથી છ માસ થયા સમુદ્રમાં ભમતું તે વિદ્યમ્ભાળીને જોવામાં આવ્યું. તેથી તત્કાળ તેને ઉત્પાત સંહારીને તે વહાણવટીને પેલો પ્રતિભાવાળે સંપુટ આ પ્રમાણે કહીને અર્પણ કર્યો કે, “હે ભદ્ર! તારું કલ્યાણ થાઓ, તુ ઉપદ્રવ રહિત સમુદ્રને પાર પામી સિંધુસૌવીર દેશમાં આવેલા વીતભય નગરમાં જજે અને તે નગરના ચૌટામાં ઊભે રહી એવી આઘોષણું કરજે કે, આ દેવાધિદેવની પ્રતિમા કઈ ગ્રહણ કરો, ગ્રહણ કર.” વહાણવટીએ તે પ્રમાણે કબુલ કર્યું. પછી તે વહાણવટી તે પ્રતિમાના પ્રભાવથી તત્કાળ નદીની જેમ સમુદ્રને ઉતરી કાંઠે આવી પહોંચે. ત્યાંથી સિંધુસૌવીર દેશમાં વિતભય નગરે આવી ચૌટામાં ઊભા રહીને તેણે પિલા દેવ કહ્યા પ્રમાણે આપણું કરી. તે વખતે તાપસને પરમભક્ત ઉદાયન રાજા, કેટલાક વિદડીઓ, બ્રાહ્મણે તથા તાપસે ત્યાં આવ્યા. તેઓ વિષ્ણુ, બ્રહ્મા, શંકર કે બીજા પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી કુહાડા વતી તે કાષ્ટના સંપુટને તોડવા લાગ્યા. લેકે એ પણ પોતાની રૂચિ પ્રમાણે તેની સ્તુતિ કરી કરીને ઘણા પ્રહારો કર્યા પણ એ લોઢાના કુહાડા પણ જાણે કથિરના હોય તેમ ઉલટા ભાંગી ગયા. આવા આશ્ચર્યમાં પ્રસક્ત થયેલા રાજાને ત્યાં ઊભા રહેતાં લલાટ તપે તે મધ્યાહ્ન સમય થયે. પણ સંપુટ ઉઘાડ્યો નહીં. એવામાં રાજાના ભોજનકાળને અતિકમ થવાથી તેની રાણી પ્રભાવતીએ રાજાને બોલાવવા એક દાસીને મેકલી–પતિભક્તા
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy