SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સ`ગ ૧૧ મા વત એ પાંચે જણા વેગવતી હાથિણી ઉપર આરૂઢ થયા. એટલામાં યોગ ધરાયણે આવીને ઉદયનને હાથવતી સ`જ્ઞા કરીને કહ્યું કે, ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ.' પછી તે ચાલતાં ચાલતાં એલ્યો કે—આ વાસવદત્તા, કાંચનમાળા, વસ'તક, ઘેષવતી અને વત્સરાજ વેગવતી હાથિણી ઉપર બેસીને જાય છે.' ઘણા વેગથી હાથિણીને ચલાવતાં વત્સરાજ પણ સર્વને જાણીતા થયા. ગુપ્તપણે નાસી જઈને તેણે ક્ષત્રિયવ્રતને લેાખ્યું નહીં, આ પ્રમાણે પાંચ જણની સાથે ઉડ્ડયન જતા રહ્યાની ખખર જાણી જાણે પાશક્રીડા કરતો હોય તેમ પ્રદ્યોત હાથ ઘસવા લાગ્યો. પછી મહા પરાક્રમી ઉજ્જયનીપતિએ તરત જ અનગિરિ હાથીને તૈયાર કરાવી, તેના પર મહા યેદ્ધા ખેાને બેસાડીને તેના પછવાડે પકડી લાવવા રવાના કર્યો. એકદમ પચવીશ યોજન પૃથ્વીનું ઉલ્લંઘન કરી તે હાથી વેગવતી હાર્થિણીની નજીક આવી પહેાંચ્યો. એટલે ઉયને ભયકર હાથીને દીઠા. તરતજ ચાર ઘડામાંથી એક મૂત્રનો ઘડો પૃથ્વી પર પછાડી ફાડી નાખ્યો. અને હાર્થિણીને હંકારી મૂકી. હાથિણીનું મૂત્ર સુંઘવા માટે અનલિગિર હાથી ક્ષણવાર ઊભે! રહ્યો. પછી જ્યારે ઘણા કષ્ટ હાંકયો, ત્યારે પાછા ઉચ્ચનની પાછળ ચાલ્યા. ખીજીવાર નજીક આવતાં બીજો મૂત્રને ઘડો ફાડયો. એટલે વળી હાથી ક્ષણવાર અટકયો. એવી રીતે ચારે ઘડા ફાડી વત્સરાજે અનલગિરિ હાથીની ગતિને અટકાવી; અને ચાર કકડે સા યોજન પૃથ્વીને એળ ંગીને તે કૌશાંખી નગરીમાં પેસી ગયો. શ્રાંત થઈ ગયેલી હાથિણી તરત જ મૃત્યુ પામી ગઇ, પછી જેવામાં મૂત્રને સુંઘતા હાથી આવી પહેાંચ્યા, તેવામાં તો કૌશાંબીપતિની સેના યુદ્ધ કરવાને તૈયાર થઇ સામી આવી. એટલે હાથી પર બેઠેલા મહાવતા અનલિગરને પાછેા વાળી જેમ આવ્યા હતા તેમ જ પાછા ઉજચિનીએ ચાલ્યા ગયા. પછી કાપમાં ચમરાજ જેવા રાજા દ્યોતે સૌન્યની તૈયારી કરવા માંડી, પણુ ભક્ત એવા કુળમંત્રીઓએ તેને યુક્તિપૂર્ણાંક સમજાવીને નિવાર્યા અને કહ્યું કે, હે રાજન્ ! તમારે કાઈ યાગ્ય વરને કન્યા તો આપવી જ હતી, ત્યારે વત્સરાજથી અધિક એવા બીજો કા જામાતા મેળવશે ? વાસવદત્તા સ્વયંવરા થઈને તેને વરી તો હે સ્વામિન્ ! તેના પુણ્યથી તા ચાગ્ય વરની પ્રાપ્તિ થઈ એમ સમજો. માટે યુદ્ધની તૈયારી કરેા નહીં, તેમજ જામાતા માનો, કારણ કે તે વાસવદત્તાના કૌમારપણાને હરનાર થયા છે.' આ પ્રમાણે મ`ત્રીઓએ સમજાળ્યો, એટલે તેણે હર્ષોંથી વત્સરાજ ઉપર જામાતૃપણાને યોગ્ય એવી કેટલીક વસ્તુઓ માકલી. એક વખતે ઉજેણી નગરીમાં માટી અશ્ચિની લ્હાય લાગી, પ્રદ્યોતે તેની શાંતિના ઉપાય અભયકુમારને પૂછયા, એટલે અભય ખેલ્યા કે-જેમ વિષનેા ઉપાય વિષ છે, તેમ અગ્રિના ઉપાય અગ્નિ છે, માટે ખીજે ઠેકાણે અગ્નિ પ્રજાળા કે જેયી તે અગ્નિ શાંત થશે.' રાજાએ તેમ કર્યું" એટલે તે લ્હાય શાંત થઇ ગઇ. રાજાએ પ્રસન્ન થઇ ત્રીજી વરદાન આપ્યું, તે પણ અભયકુમારે થાપણ તરીકે રાખ્યુ. એક વખતે ઉજેણી નગરીમાં મહા મરકી ચાલી, તેની શાંતિને માટે રાજાએ અભયકુમારને પૂછ્યું', એટલે અભયકુમાર બાલ્યો કે-‘ તમે તમારા અંતઃપુરમાં આવે ત્યારે વિભૂષિત થયેલી તમારી સ` રાણીઓમાંથી જે રાણી તમને ષ્ટિથી જીતી લે તેનું નામ મને આપજો.' રાજાએ તેમ કર્યું, તે વખતે શિવાદેવીએ રાજાને દૃષ્ટિએ જીતી લીધા, રાજાએ તે વાત અભયકુમારને જણાવી. અભયકુમાર ખેલ્યા કે-એ મહારાણી શિવાદેવી પાતાને
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy