SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૬૯ હાથે કૂરનું બલિદાન આપી ભૂતોની પૂજા કરે, જે ભૂત શિયાળને રૂપે સામે આવે અથવા આવીને બેસે તેના મુખમાં દેવીએ પોતાને હાથે કુરબલિ ક્ષેપવવો.” શિવાદેવીએ તે પ્રમાણે કર્યું, એટલે તરતજ ઉત્પન્ન થયેલ અશિવ (મહામારી)ની શાંતિ થઈ ગઈ. તેથી પ્રસન્ન થઈને રાજાએ ચોથું વરદાન આપ્યું. તે વખતે અભયકુમારે ચારે વરદાન ભેગાં માગ્યાં કે, ‘તમે અનલગિરિ હાથી ઉપર મહાવત થઇને બેસે અને હું શિવાદેવીના ઉત્સગમાં પાછળ બેસું. પછી અગ્નિભીરૂ રથને ભાંગી તેના કાષ્ટની ચિતા કરાવી તેમાં પ્રવેશ કરીએ.’ આવા અભયકુમારે માગેલા વરદાનને આપવાને અસમર્થ એવા પ્રદ્યોતરાજાએ ખેદ પામી અંજલિ જેડીને અભયકુમારને છોડી મૂકી રાજગૃહી તરફ વિદાય કર્યો. ચાલતી વખતે અભયકુમારે પ્રતિજ્ઞા કરીને કહ્યું કે “તમે તો મને છળથી પકડી મંગાવ્યો હતો પણ હું તો તમને ધોળે દિવસે નગરીની વચમાંથી “હું રાજા છું' એ પિકાર કરતાં હરી જઈશ. પછી અભયકુમાર અનુક્રમે રાજગૃહી નગરીએ આવ્યો. અને એ મહામતિએ કેટલાક કાળ નિગમન કર્યો. અન્યદા અભયકુમાર વણિકનો વેષ લઈ બે ગણિકાની રૂપવતી પુત્રીઓને સાથે રાખી એવંતી નગરીએ આવ્યો, અને રાજમાર્ગ ઉપર એક ઘર ભાડે લઈને રહ્યો. કોઈ સમયે માર્ગે જતાં પ્રદ્યોતે તે બે રમણીઓને જોઈ અને તેમણે પણ વિલાસપૂર્વક પ્રતરાજાને નિરખ્યો. બીજે દિવસે તે રાગી રાજાએ તેમની પાસે એક દૂતી મોકલી. દૂતીએ આવીને ઘણી રીતે વિનંતી કરી પણ તેમણે રોષથી તેનો તિરસ્કાર કર્યો. બીજે દિવસે પણ તેણીએ આવીને પાછી રાજાને માટે પ્રાર્થના કરી, તે વખતે તેમણે કાંઈક ધીમેથી પણ રેષપૂર્વક અવજ્ઞા કરીને કાઢી મૂકી. ત્રીજે દિવસે તેણીએ ખેદ સાથે આવીને તેની માગણી કરી. ત્યારે તે બોલી કે-“આ અમારો સદાચારી ભ્રાતા અમારી રક્ષા કરે છે, પરંતુ તે આજથી સાતમે દિવસે બહાર ગામ જનાર છે તે વખતે રાજાએઅહિં ગુપ્ત રીતે આવવું, જેથી અમારે સંગ થશે.” અહિ અભયકુમારે પ્રઘોતરાજાની જેવાજ એક પિતાના માણસને કત્રિમ ગાંડો કરી રાખ્યો અને તેનું નામ પણ પ્રદ્યોત પાડયું. અભયકુમાર લોકોમાં તેને માટે વારંવાર કહેતો કે, “આ મારો ભાઈ ગાંડો થઈ ગયો છે, તે જેમ તેમ ભમે છે. મારે તેને મહા મુશ્કેલીઓ જાળવો પડે છે, શું કરવું તે કાંઈ સુઝતું નથી.” અભયકુમાર પ્રતિદિન વૈદ્યને ઘેર લઈ જવાને બહાને તેને આર્તાની જેમ માંચા ઉપર સુવાડી બાંધીને રસ્તા વચ્ચેથી લઈ જતો હતો. તે વખતે પિકાર કરતો તે ગાંડ ઉમત્ત થઈને ઉંચે સ્વરે આંખમાં અશ્રુ લાવી કહેતો હતો કે, હું પ્રદ્યોત છું, મને આ હરી જાય છે.' હવે સાતમો દિવસ આવ્યો. એટલે પ્રતરાજા ગુપ્તપણે અભયકુમારને ઉતારે આવ્યો. તત્કાળ અભયકુમારના સુભટોએ હાથીની જેમ તે કામાંધને બાંધી લીધે. પછી અભયે “આને વૈદ્યને ઘેર લઈ જઈએ છીએ એમ કહી તે પોકારતો રહ્યો અને ધોળે દિવસે શહેરની વચ્ચે થઈને તેને ઉપાડ્યો. પ્રથમથી એક એક કોશ ઉપર સારા અથવાળા રથ તૈયાર રાખેલો હતા, તેના વડે નિર્ભય અભયકુમારે તેને રાજગૃહી નગરીએ એકદમ પહોંચાડી દીધું. પછી અભયકુમાર તેને શ્રેણિક રાજાની પાસે લઈ ગયો, એટલે તત્કાળ શ્રેણિકરાજા પગ ખેંચીને મારવા દેવો. અભયકુમારે તેમને સમજાવ્યા એટલે તે શાંત થયા અને વસ્ત્રાભરણથી સન્માન કરીને તેમણે પ્રદ્યોતરાજાને હર્ષ પૂર્વક વિદાય કર્યો. એક વખતે કઈ કઠીઆરાએ વિરક્ત થઈને ગણધર શ્રી સુધર્મા સ્વામી પાસે રાજગૃહીમાં દીક્ષા લીધી. પછી શહેરમાં ગોચરી વિગેરે કારણસર ફરતાં તેની પૂર્વાવસ્થાને જાણનારા નગરીના ૨૨
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy