SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સર્ગ ૮ માં તે ચિત્રકારે પેલા યક્ષની પાસે જઈ ઉપવાસ કર્યો. એટલે યક્ષે તેને કહ્યું કે, “તું વામ હસ્તથી પણ તેવા ચિત્રા કરી શકીશ.” યક્ષે આવું વરદાન આપ્યું, તેથી તે ચિત્રકારે ક્રોધથી વિચાર્યું કે, “તે દુષ્ટ રાજાએ મારી નિરપરાધીની આવી દશા કરી, માટે હું કઈ ઉપાયથી તેને બદલે લઉં.” “બુદ્ધિમાન પુરૂષે જે પરાક્રમથી અસાધ્ય હોય તેને પણ બુદ્ધિથી સાધ્ય કરે છે.” આ વિચાર કરીને તેણે એક પાટી ઉપર વિશ્વભૂષણ મૃગાવતીદેવીને અનેક આભૂષણો સહિત આલેખી, અને પછી સ્ત્રીઓના લોલુપી અને પંચડ એવા ચંડપ્રદ્યોત રાજાની પાસે જઈને તે મને હર ચિત્ર બતાવ્યું. તે જોઈ ચંડપ્રદ્યોતે કહ્યું કે, “હે ઉત્તમ ચિત્રકાર! તારૂં ચિત્રકૌશલ્ય ખરેખર વિધાતા જેવું જ છે એમ હું ધારું છું. આવું સ્વરૂપ આ માનવકમાં પૂર્વે કદીપણ જોવામાં આવ્યું નથી. તેમજ સ્વર્ગમાં આવું રૂપ હોય તેમ સાંભળવામાં પણ આવ્યું નથી, તે છતાં બીજી નકલ સિવાય તેં આ શી રીતે આલેખ્યું ? હે ચિત્રકાર ! આવી સ્ત્રી ક્યાં છે! તે ખરેખરૂં કહે તે તરતજ હું તેને પકડી લાવું, કેમકે એવી સ્ત્રી કેઈ પણ સ્થાને હોય તે તે મારેજ લાયક છે.” રાજાનાં આવાં વચન સાંભળી હવે મારે મનોરથ પૂરે થશે” એવું ધારી ચિત્રકારે હવત થઈને કહ્યું કે, “હે રાજા ! કૌશાંબી નગરીમાં શતાનીક નામે રાજા છે. પૂણ મૃગાંક જેવા મુખવાળી મૃગાવતી ૧ આ મૃગાક્ષી એ સિંહ જેવા પરાક્રમી રાજાની પટરાણી છે. તેનું યથાર્થ રૂપ આલેખવાને તો વિશ્વકર્મા પણ સમર્થ નથી, મેં તો આમાં તેનું જરા માત્ર રૂપ જ આલેખેલું છે, કેમકે તેનું વાસ્તવિક રૂપ તો વચનથી પણ દૂર છે. ચંડપ્રદ્યોતે કહ્યું કે, “મૃગના દેખતાં સિંહ જેમ મૃગલીને ગ્રહણ કરે, તેમ હું શતાનીક રોજાના દેખતાં એ મૃગાવતીને ગ્રહણ કરી લઈશ. તથાપિ રાજનીતિ પ્રમાણે પ્રથમ તેની માગણી કરવાને દૂત મોકલ ગ્ય છે, કે જેથી મારી આજ્ઞા માન્ય કરે તો તેને કોઈ પણ અનર્થ ન થાય.” એવો વિચાર કરીને ચંડપ્રદ્યોતે વાજઘ નામના દૂતને સમજાવીને શતાનીક રાજા પાસે મોકલ્ય શતાનીક રાજાની પાસે આવી આ પ્રમાણે કહ્યું “હે શતાનીક રાજા ! ચંડપ્રદ્યોતરાજા તમને આજ્ઞા કરે છે કે તે દૈવયેગથી મૃગાવતીદેવીને પ્રાપ્ત કરી છે, પણ એ સ્ત્રીરત્ન મારે યોગ્ય છે, તું કેણુ માત્ર છો; માટે જે રાજ્ય અને પ્રાણ વહાલા હોય તો તેને સત્વર અહી મોકલી દે.”હૃતનાં આવાં વચન સાંભળી શતાનીકરા જા બેલ્યો કે-“અરે અધમ દૂત ! તારા મુખે તું આવે અનાચારની વાત બોલે છે, પણ જા, તપણુથી આ જે તને મારતો નથી. મારે આધીન છે તેને માટે પણ તારા પાપી રાજાને આ આચાર છે, તો પિતાને સ્વાધીન પ્રજા ઉપર તો તેને કે જુલમ હશે?'. આ પ્રમાણે કહી શતાનીકે નિર્ભયપણે દૂતને તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. દૂતે અવતીએ આવીને તે વાર્તા ચંડપ્રદ્યોતને કહી. તે સાંભળી ચંડપ્રદ્યોતને ઘણે કોધ ચડ્યો. તેથી સૈન્ય વડે દિશાઓને આછાદન કરતો મર્યાદા રહિત સમુદ્રની જેમ તે કૌશાંબી તરફ ચાલ્યો. ગરૂડના આવવાથી સર્ષની જેમ ચંડપ્રદ્યોતને આવતો સાંભળી શતાનીકરા જા ક્ષોભવડે અતિસાર થવાથી તત્કાળ મૃત્યુ પામી ગયા. દેવી મૃગાવતીએ વિચાર્યું કે, “મારા પતિ તો મૃત્યુ પામ્યા અને આ ઉદયનકુમાર હજુ અલ્પ બળવાળો બાળક છે. ‘બળવાનને અનુસરવું” એવી નીતિ છે, પણ આ સ્ત્રીલંપટ રાજાના સંબંધમાં તે તેમ કરવાથી મને કલંક લાગે, માટે એની સાથે તો કપટ કરવું એજ ગ્ય છે. તેથી હવે તો અહીં જ રહીને અનુકૂળ સંદેશાથી તેને લેભાવી ગ્ય સમય આવે ત્યાં સુધી કાળ નિગમન કરૂં.” આવો વિચાર કરી મૃગાવતીએ એક દૂતને સમજાવીને ચંડપ્રદ્યોત પાસે મોકલ્યો. તે દૂત છાવણીમાં રહેલા પ્રદ્યોતરાજાની પાસે આવીને બોલ્યો કે
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy