SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૨ -“દેવી મૃગાવતીએ કહેવરાવ્યું છે કે, મારા પતિ શતાનીક રાજા સ્વર્ગે ગયા તેથી હવે મને તમારું જ શરણ છે, પરંતુ મારો પુત્ર હજુ બળરહિત બાળક છે, તેથી જે હું હમણા તેને છોડી દઉં તો પિતાની વિપત્તિથી થયેલા ઉગ્ર શેકાવેગની જેમ શત્રુરાજાઓ પણ તેને પરાભવ કરશે.” મૃગાવતીની આવી વિનંતિ સાંભળી પ્રદ્યોતરાજા ઘણે હર્ષ પામીને બેલ્યો કે, “હું રક્ષક છતાં મૃગાવતીના પુત્રને પરાભવ કરવાને કણ સમર્થ છે?” હત બે કે “દેવીએ પણ એમજ કહ્યું છે કે, પ્રદ્યોતરાજા સ્વામી છતાં મારા પુત્રને પરાભવ કરવાને કેણ સમર્થ છે. પણ આપ પૂજ્ય મહારાજા તો દૂર રહો છો અને શત્રુ રાજાઓ તો નજીકના રહેનારા છે, તેથી “સર્પ ઓશીકે અને ઔષધિઓ હિમાલય ઉપર’ એ પ્રમાણે છે. તેથી જો તમે સારી સાથે નિર્વિદને યોગ કરવાને ઇચ્છતા હો તો ઉજયિની નગરીથી ઈટ લાવી કૌશાંબી ફરતો મજબુત કીલે કરાવી આપો.” પ્રદ્યોતે તેમ કરવાને સ્વીકાર્યું. પછ ઉજજયિની ને કૌશાંબીના માર્ગમાં પોતાની સાથેના ચૌદ રાજાઓને પરિવાર સાથે શ્રેણિબંધ સ્થાપિત કર્યા, અને પુરૂની પરંપરા વડે હાથોહાથ ઉજજચિનીથી ઈટે મંગાવીને થોડા સમયમાં કૌશાંબી ફરતે મજબુત કિલ્લે કરાવી દીધું. પછી મૃગાવતીએ ફરીને દૂત મોકલી કહેવરાવ્યું કે, “હે પ્રદ્યોતરાજા ! તમે ધન ધાન્ય અને ઈધનાદિકથી કૌશાંબીનગરીને ભરપૂર કરી દ્યો. પ્રદ્યોતરાજાએ તે સર્વ પણ સત્વર કરાવી દીધું. “આશા પાશથી વશ થયેલે પુરૂષ શું શું નથી કરતો.” બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું કે, “હવે નગરી રાધ કરવાને ગ્ય છે. તેથી તેણીએ દરવાજા બંધ કર્યા અને કિલ્લા ઉપર સુભટોને ચડાવ્યા. ચંડમોત રાજા ફાળથી ભ્રષ્ટ થયેલા કપિની જેમ અત્યંત વિલ થઈ નગરીને વીંટને પડી રહ્યો. એકદા મૃગાવતીને વૈરાગ્ય આવ્યું કે, જ્યાં સુધી શ્રી વીરપ્રભુ વિચરતા છે, ત્યાં સુધીમાં હું તેમની પાસે દીક્ષા લઉં.” તેણીને આ સંક૯૫ જ્ઞાનવડે જાણી શ્રી વીરપ્રભુ સુર અસુરના પરિવાર સાથે તત્કાળ ત્યાં પધાર્યા. પ્રભુને બહાર સમવસર્યા સાંભળી મૃગાવતી પુરદ્વાર ઉઘાડી નિર્ભયપણે મટી સમૃદ્ધિ સાથે પ્રભુ પાસે આવી અને પ્રભુને વંદના કરીને ગ્ય સ્થાને બેઠી. પ્રદ્યોતરાજા પણ પ્રભુને ભક્ત હોવાથી ત્યાં આવી વૈર છોડીને બેઠે. પછી એકજન સુધી પ્રસરતી અને સર્વ ભાષાને અનુસરતી વાણી વડે શ્રી વીરપ્રભુએ ધર્મદેશના આપી. અહીં સર્વજ્ઞ પધાર્યા છે' એવું લોકો પાસેથી સાંભળી કેઈ એક ધનુષ્યધારી પુરૂષ પ્રભુની પાસે આવ્યો અને નજીક ઊભું રહીને પ્રભુને મનવડે જ પોતાનો સંશય પૂળ્યો. પ્રભુ બોલ્યા- “અરે ભદ્ર! તારે સંશય વચન દ્વારા કહી બતાવ કે જેથી આ બીજા ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામે. પ્રભુએ આ પ્રમાણે કહ્યું, તે પણ તે લજાવશ થઈ સ્પષ્ટ બલવાને અસમર્થ થયો, તેથી તે થોડા અક્ષરમાં બોલ્યો કે, “હે સ્વામી ! તારા, સારા. પ્રભુએ પણ કાજ અક્ષરમાં તેનો “યમેવ એ ઉત્તર આપ્યું. તે સાંભળી ગૌતમસ્વામીએ પૂછયું. કે, “હે ભગવંત! “શાણા, સાંસ’ એ વચનને શો અર્થ છે ? પ્રભુ બોલ્યા કે આ ભરતક્ષેત્રને વિષે ચંપાનગરીમાં પૂર્વે એક રીલંપટ સુવર્ણકાર હતા. તે પૃથ્વી પર ફરતું હતું અને જે જે રૂપવતી કન્યા જોતે તેને પાંચ પાંચસે સેનૈયા આપીને પરણતે હતે. એવી રીતે અનુક્રમે તે પાંચસો સ્ત્રીઓને પરણ્યો હતો અને પ્રત્યેક સ્ત્રીને તેણે સર્વ અંગના આભૂષણે કરાવી આપ્યા હતા. પછી જ્યારે જે સ્ત્રીને વારો આવે ત્યારે તે સ્ત્રી ખાન અંગરાગ વિગેરે કરી સર્વ આભૂષણે પહેરી તેની સાથે ક્રીડા કરવાને સજજ થતી હતી. તેના સિવાય બીજી કોઈ પણ સ્ત્રી જે પિતાના વેશમાં કાંઈપણ ફેરફાર કરે તે તે
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy