SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૧૯ કર્યું છે તે યુક્ત કે અયુક્ત જે હોય તે સ્વીકારજો અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો તેને માટે ક્ષમા કરજે, કારણ કે તમે નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે.” આવી તે બાળકની વિનય ભરપૂર વાણીથી યક્ષ પ્રસન્ન થઈને બોલ્યો કે “હે ચિત્રકાર ! વર માગ.” બાળ ચિત્રકાર બોલે કે- હે દેવ ! તમે જે હું ગરીબ ઉપર પ્રસન્ન થયા છે તો હું એવું વરદાન માગું છું કે, હવેથી કોઈ ચિત્રકારને મારશે નહીં.” યક્ષ બોલ્યો-“મેં તને માર્યો નહીં ત્યારથી જ હવે તેમ કરવું તો સિદ્ધ થઈ ગયેલ છે. પણ હે ભદ્ર! તારા સ્વાર્થની સિદ્ધિને માટે કાંઈ બીજુ' વરદાન માગી લે.” યુવાન ચિત્રકાર બેલ્યો “હે દેવ !. આપે આ નગરમાંથી મહામારીને નિવારી, તે એટલાથી જ હું કૃતાર્થ થયે છું.” યક્ષ વિસ્મય પામીને બે-કુમાર ! પરમાર્થને માટે તે વરદાન માગ્યું, તેથી હું તારી ઉપર પુનઃસંતુષ્ટ થ છું, માટે સ્વાર્થને માટે કાંઈક વરદાન માગી લે.” ચિત્રકાર બે - દેવ ! જે વિશેષ સંતુષ્ટ થયા હો તો મને એવું વરદાન આપે છે, જે કોઈ મનુષ્ય, પશુ કે બીજાને હું એક અંશ જોઉં તો તે અંશને અનુસારે તેને આખા સ્વરૂપને વાસ્તવિક આલેખવાની મને શક્તિ પ્રાપ્ત થાય. યક્ષે ‘તથાસ્તુ' એમ કહ્યું. પછી નગરજનેએ પૂજા કરાતો તે ત્યાંથી પેલી વૃદ્ધા તથા પોતાના મિત્ર ચિત્રકારની રજા લઈને શતાનીક રાજાએ આશ્રિત કરેલી કૌશાંબી નગરીમાં આવ્યું. કૌશાંબીમાં એકદા શતાનીકરાના લકમીથી ગાવિત થયે છતો સભામાં બેઠે હતો. તે વખતે તેણે પરદેશ જતા આવતા દૂતને પૂછયું કે હે દૂત ! જે બીજા રાજાઓની પાસે છે ને મારે નથી એવું શું છે ? તે કહે હૃત બે -“હે રાજન ! તમારે એક ચિત્રસભા નથી.” તે સાંભળી રાજા એ તત્કાલ ચિત્રકારોને આજ્ઞા કરી કે, “મારે માટે એક ચિત્રસભા, તૈયાર કરો. પછી ઘણા ચિત્રકારોએ એકઠા થઈને ચિતરવાને માટે સભાની ભૂમિ વહેંચી લીધી. તેમાં પેલા યુવાન ચિત્રકારને અંતઃપુરની નજીકને પ્રદેશ ભાગમાં આવ્યું. ત્યાં ચિત્રકામ કરતાં જાળીઆની અંદરથી મૃગાવતીદેવીના પગને અંગુઠે અંગુઠી તેના જોવામાં આવ્યું. તે ઉપરથી ‘આ મૃગાવતીદેવી હશે એવું અનુમાન કરીને તે ચિત્રકારે યક્ષરાજના પ્રસાદથી તેનું સ્વરૂપ યથાર્થ રીતે આલેખવા માંડયું, છેવટે તેના નેત્ર આલેખતા પછીમાંથી મષીનું બિંદુ તેણીના સાથળ ઉપર પડ્યું, એટલે તત્કાળ ચિત્રકારે તે લુંછી લીધું. પાછું ફરીવાર પડયું, તેને પણ લુંછી લીધું. પાછું ત્રીજીવાર પડયું. તે જોઈ ચિત્રકારે ચિંતવ્યું કે, “જરૂર આ સ્ત્રીના ઉરૂપ્રદેશમાં તેવું લાંછન હશે, તો તે લાંછન ભલે રહો, હવે હું તેને લુંછીશ નહીં.” પછી તે મૃગાવતીનું ચિત્ર પૂરેપૂરું આલેખી રહ્યો. તેવામાં ચિત્રકામ જેવાને રાજા ત્યાં આવ્યા. અનુક્રમે જોતાં જોતાં મૃગાવતીનું સ્વરૂપ તેના જોવામાં આવ્યું. તે વખતે સાથલ ઉપર પેલું લાંછન કરેલું જોઈ રાજાએ ક્રોધથી ચિંતવ્યું કે, જરૂર આ પાપી ચિત્રકારે મારી પત્ની ભ્રષ્ટ કરી જણાય છે; નહી તો વસ્ત્રની અંદર રહેલા આ લાંછનને એ દુરાશય શી રીતે જાણી શકે !” આવા કે પછી તેને તે દેષ પ્રગટ કરીને રાજાએ નિગ્રહ કરવા માટે તેને રક્ષકોને સ્વાધીન કર્યો. તે વખતે બીજા ચિત્રકારોએ મળીને રાજાએ કહ્યું કે, “હે સ્વામી ! એ ચિત્રકાર કઈ યક્ષ દેવના પ્રભાવથી એક અંશ જોઈને આખું સ્વરૂપ યથાવત્ આલેખી શકે છે, માટે આમાં તેને અપરાધ નથી” તેમના આવા વચનથી ક્ષુદ્ર ચિત્તવાળા રાજાએ તે ઉત્તમ ચિત્રકારની પરીક્ષા કરવાને માટે એક કુબડી દાસીનું મુખ માત્ર તેને બતાવ્યું. તે ઉપરથી તે ચતુર ચિતારે તેનું યથાર્થ સ્વરૂપ આલેખી બતાવ્યું. તે જોઈને રાજાને ખાત્રી થયા છતાં ઈર્ષા આવી તેથી કોધવડે તે ચિત્રકારના જમણા હાથનો અંગુઠો તેણે કપાવી નાખ્યો.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy