SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સર્ગ ૮ મે પ્રાયશ્ચિત્ત લે.” હંકના આવા વચનથી પ્રિયદર્શન ‘હું પ્રાયશ્ચિત્ત લેવાનું ઇચ્છું છું' એમ કહી જ માલિને છોડી દઈને પોતાના પરિવાર સહિત શ્રી વીરપ્રભુની પાસે આવી. પછી ઢકે પ્રતિબંધ પમાડેલા એક જમાલિ સિવાય બીજા સર્વ મુનિએ શ્રી વીર પ્રભુની પાસે ચાલ્યા ગયા. એકલે જમાલિ કુમતથી છેતરાઈ ઘણું વરસ સુધી પૃથ્વી પર વ્રતધારીપણે ભ. છેવટે અર્ધા માસનું અનશન કરી પોતાના તે દુષ્કર્મની આલેચના કર્યા વગર મૃત્યુ પામીને છઠ્ઠા દેવલોકમાં કિલિવષ દેવતા થયે. જમાલિને મૃત્યુ પામેલા જાણી ગૌતમે શ્રી વિરપ્રભુને વંદના કરીને પૂછયું કે, હું સ્વામી ! તે મહાતપસ્વી જ માલિ કઈ ગતિને પામે છે?” પ્રભુએ કહ્યું કે, તે તપોધન જમાલિ લાંતક દેવલોકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો કિવિષિક દેવતા થયા છે.” ગૌતમે ફરીથી પૂછ્યું કે તેણે મહા ઉગ્ર તપ કર્યું હતું, તથાપિ તે કિવિષિક દેવ કેમ થયે ? અને ત્યાંથી યવીને કયાં જશે ?” પ્રભુ બોલ્યા કે-“જે પ્રાણી ઉત્તમ આચારવાળા ધર્મગુરૂ, (આચાર્ય), ઉપાધ્યાય, કુળ, ગણ તથા સંઘને વિરોધી હોય, તે ગમે તેટલી તપસ્યા કરે તો પણ કિલ્વિષિકાદિ હલકી જાતિને દેવતા થાય છે. જમાલિ પણ તે દષથી જ કિવિષિક દેવ થયેલ છે. ત્યાંથી ચ્યવી પાંચ પાંચ ભવ તિર્યંચ, મનુષ્ય અને નારકીને ફરી ફરીને બાધબીજ પ્રાપ્ત કરી છેવટે નિર્વાણને પામશે. તેથી કોઈ પણ પ્રાણીએ ધર્માચાર્ય વિગેરેના વિધી થવું નહીં.” આ પ્રમાણે ઉપદેશ આપી ભગવંતે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. - સાકેતપુર નામના નગરમાં સુરપ્રિય નામે એક યક્ષનું દેવાલય હતું. ત્યાં પ્રતિવર્ષ તેની પ્રતિમાને ચિત્રાવીને લે કે મહોત્સવ કરતા હતા. પરંતુ તેને જે ચિત્રે તે ચિત્રકારને તે યક્ષ મારી નાખતો હતો અને જો કોઈ તેને ચિત્રે નહીં તો તે આખા નગરમાં મહામારી વિકુવંતે હતો. તેથી ભય પામીને બધા ચિત્રકારો તે નગરમાંથી પલાયન કરવા લાગ્યા. એટલે પોતાની પ્રજામાં મહામારી ઉત્પન્ન થવાના ભયથી રાજાએ તેમને જતા અટકાવ્યા, અને તેમના જામીન લઈ ચિઠ્ઠીઓમાં તે સર્વેને નામ લખી યમરાજની પાટ જેવા એક ઘડામાં બધી ચિઠ્ઠી નાખી. પછી પ્રતિવર્ષ તેમાંથી એક ચિઠ્ઠી કાઢતાં જેના નામની ચિઠ્ઠી આવે તે ચિત્રકારને બોલાવી તેની પાસે તે યક્ષની મૂર્તિ ચિત્રાવવા લાગ્યો. આ પ્રમાણે કેટલેક વખત ગયા પછી એકદા કઈ ચિત્રકારને પુત્ર કૌશાંબી નગરીથી ચિત્રકળા શીખવાને માટે ત્યાં આવ્યા, અને કઈ ચિત્રકારની વૃદ્ધ સ્ત્રીને ઘેર ઉતર્યો. તેને તે વૃદ્ધાના પુત્રની સાથે મૈત્રી થઈ. દેવગે તે વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની જ ચિઠ્ઠી નીકળી, જે ચિઠ્ઠી યમરાજના પડાના પાના જેવી હતી. તે ખબર સાંભળી વૃદ્ધાએ રૂદન કરવા માંડયું તે જોઈ કૌશબીના યુવાન ચિત્રકારે રૂદન કરવાનું કારણ પૂછયું, ત્યારે વૃદ્ધાએ યક્ષનું વૃત્તાંત અને પોતાના પુત્રને આવી પડેલી વિપત્તિની વાર્તા જણાવી. તે બોલ્ય-“માતા! રૂદન કરે નહીં, તમારે પુત્ર ઘેર રહો, હું જઈને ચિત્રકારના ભક્ષક તે યક્ષને ચિતરીશ.” સ્થવિરા બેલી કે-“વત્સ ! તું પણ મારો પુત્ર જ છે.” તે બોલ્યો-“માતા ! હું છતાં મારો ભાઈ સ્વસ્થ રહો.” પછી તે યુવાન ચિત્રકાર છટ્ઠને તપ કરી, ન્હાઈ, ચંદનથી શરીર પર વિલેપન કરી, મુખ ઉપર પવિત્ર વસ્ત્રને આઠપડું કરી બાંધીને નવીન પીંછીઓ અને સુંદર રંગોથી તેણે યક્ષની મૂત્તિ ચિત્રી. પછી તે બાળ ચિત્રકાર યક્ષને નમીને બે કે-“હે સુરપ્રિય દેવશ્રેષ્ઠ ! અતિ ચતુર ચિત્રકાર પણ તમારા ચિત્રને ચિતરવાને સમર્થ નથી તે હું ગરીબ મુગ્ધ બાળક તે કણ માત્ર છું. તથાપિ હે યક્ષરાજ! મારી શક્તિથી જે કાંઈ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy