SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે જણાવી. પ્રલયકાળે જળવડે સાગરની જેમ સૈન્ય વડે દિશાઓને આચ્છાદન કરતાં પુષ્પોત્તર રાજા તરત ત્યાં આવ્યો. કીર્તિધવને દૂત મોકલી પુષેત્તરને કહેવરાવ્યું કે “વિચાર કર્યા વગર માત્ર જાધવડે કરવા ધારેલે આ તમારો યુદ્ધને પ્રયાસ વ્યર્થ છે; કેમ કે કન્યા કોઈને અવશ્ય આપવાની જ છે, ત્યારે તે કન્યા શ્રીકંઠને સ્વેચ્છાએ વરી છે તેમાં કાંઈ શ્રીકંઠને અપરાધ નથી, માટે તમારે યુદ્ધ કરવું ઉચિત નથી, તમારી દુહિતાનું મન જાણી હવે તે તે વધૂવરના વિવાહનું કૃત્ય કરવું એગ્ય છે. પદ્માએ પણ એક દૂતી દ્વારા જણાવ્યું કે હે પિતા ! શ્રીકઠે મારું હરણ કર્યું નથી, પણ હું સ્વેચ્છાએ શ્રીકંઠને વરી છું.' દૂતી પાસેથી આવા ખબર સાંભળી ક્ષણવારમાં પુષ્પોત્તરને કોપ શાંત થયા. પ્રાય: વિચારવાન પુરૂષને કેપ સહેલાઈથી શમે છે, પછી પુત્તર શ્રીકંઠ અને પદ્માનો ત્યાં મોટા ઉત્સવથી વિવાહ કરીને પિતાને ગરે પાછો ફર્યો. કીર્તિધવળે શ્રીકંઠને કહ્યું કે-“હે મિત્ર ! તમે અહીંજ રહે, કારણ કે વૈતાઢથગિરિ ઉપર તમારા ઘણું શત્રુઓ છે. આ રાક્ષસીપની નજીકમાંજ વાયવ્ય દિશાએ ત્રણસે યોજન પ્રમાણુ વાનરદ્વીપ છે, તે સિવાય બીજા પણ બર્બરકુલ અને સિંહલ વિગેરે મારા દ્વીપે છે કે જે ભ્રષ્ટ થઈને નીચે આવેલા સ્વગના ખંડ જેવા છે. તેમાંથી એક દ્વીપમાં રાજધાની કરી મારાથી નજીક અવિયુક્ત થઈને તમે સુખે રહો. જો કે તમારે શત્રુઓથી જરા પણ ભય નથી; તથાપિ મારા વિયેગના ભયથી ત્યાં જવાને તમે યોગ્ય નથી.” આ પ્રમાણે કીતિધવળે નેહ સહિત કહેવાથી તેના વિયેગથી કાયર થયેલા શ્રીકંઠે વાનરદ્વીપમાં નિવાસ કરવાને કબુલ કર્યું. પછી કીર્તિધવળે વાનરદ્વીપમાં કિષ્કિન્ધાગિરિ ઉપર આવેલી કિકિધા નામની નગરીના રાજ્ય ઉપર શ્રીકઠને બેસાડયા. ત્યાં આસપાસ ફરતા મેટા દેહવાળા અને ફળ ખાનારા ઘણા રમ્ય વાનરાએ શ્રીકંઠ રાજાના જોવામાં આવ્યા. તેઓને માટે અમારી ઘોષણા કરાવી શ્રીકઠે અન્નપાનાદિ અપાવવા માંડયું, એટલે બીજાઓ પણ વાનરને સત્કાર કરવા લાગ્યા. કેમ કે “થા નાના તથા પ્રજ્ઞા” એવી કહેવત છે. ત્યારથી વિદ્યાધરે કૌતુકને લીધે ચિત્રમાં, લેપ્યમાં અને ધ્વજછત્રાદિ ચિન્હોમાં વાનરેનાં ચિત્રજ કરવા લાગ્યા. વાનરદ્વીપના રાજ્યથી અને સર્વત્ર વાનરેનાં ચિન્હોથી ત્યાં રહેલા વિદ્યાધર વાનર નામથી પ્રસિદ્ધ થયા. શ્રીકંઠને વજકંઠ નામે એક પુત્ર થયે, જે યુદ્ધલીલામાં ઉત્કંઠાવાળે અને સર્વ ઠેકાણે અકુંઠ પરાક્રમી હતે. એકદા શ્રીકંઠ પિતાના સભા સ્થાનમાં બેઠો હતો, તેવામાં નંદીશ્વર દ્રીપે શાશ્વત અહંતની યાત્રાને માટે જતા દેવતાઓ તેને જોવામાં આવ્યા. તત્કાળ ગ્રામની બહાર આવી માર્ગે ચાલતાં અનેક વાહનમાં બેઠેલા દેવતાઓની પછવાડે તે પણ ભક્તિવશ થઈને ચાલવા લાગ્યો. વિમાનમાં બેસીને ચાલતાં માર્ગમાં આવેલા ગિરિથી નદીને વેગ અટકી પડે તેમ માનુષત્તર ગિરિને ઉલ્લંઘતાં તેનું વિમાન ખલિત થઈ થયું. ‘પૂર્વ જન્મમાં મેં અલ્પ તપ કરેલું, તેથી મારે નંદીશ્વર દ્વીપે રહેલા અહંતની યાત્રાનો મનેરથ પૂર્ણ થયે નહીં.' એવા વિચારથી નિર્વેદ પામી શ્રીકંઠે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી, અને તીવ્ર તપસ્યા કરીને તે સિદ્ધક્ષેત્રમાં ગયા. શ્રીકંઠની પછી વજકંઠ વિગેરે અનેક રાજાઓ થઈ ગયા, પછી મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં દધિ નામે રાજા થયો. તે સમયે લંકાપુરીમાં તડિત્યેશ નામે રાક્ષસપતિ હતે. તેઓ બંને વચ્ચે પણ ઘડે નેહ થયે. એક વખતે રાક્ષસપતિ તડિકેશ અંતઃપુર સાથે નંદન નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં ક્રિીડા કરવા ગયો. તડિકેશે ક્રીડા કરવામાં આસક્ત થતાં કઈ વાનરે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy