SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું. વૃક્ષ ઉપરથી ઉતરી શ્રીચંદ્રા નામની તેની મુખ્ય રાણીના સ્તન ઉપર નખના ક્ષતે કર્યા. તે જોઈ રેષથી કેશને ઊંચા કરતા તડિકેશે એક બાવડે તે વાનરને પ્રહાર કર્યો, કારણ કે સ્ત્રીને પરાભવ પ્રાણીને અસહ્ય છે. બાણના પ્રહારથી વિધુર થયેલ તે વાનર ત્યાંથી જરા જરા ઉછળીને નજીકમાં કેઈ કાત્સગે રહેલા મુનિ હતા તેમની આગળ જઈને પડ્યા. મુનિએ પરલકના માર્ગમાં પાથેયી સમાન નવકારમંત્ર તેને સંભળાવ્યું. તેના પ્રભાવથી મૃત્યુ પામીને તે વાનર અઘિકુમાર નિકાયમાં દેવતા થયે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વ ભવ જાણું તેણે તરતજ ત્યાં આવી મુનિને વંદના કરી. સાધુ મુનિરાજ સાનોને વંદનીય છે. તેમાં પણ ઉપકારી તો વિશેષ વંદનીય છે. અહી તડિકેશના સુભટએ બીજા વાનરોને પણ મારવા માંડ્યા, તે જોઈને એ દેવતા કોપથી પ્રજવલિત થયે. તત્કાળ મેટા વાનરેનાં અનેક રૂપો વિકુવી વૃક્ષ અને શિલાઓના સમૂહની વૃષ્ટિ કરતે તે રાક્ષસોને ઉપદ્રવ કરવા લાગ્યો. તે સર્વ દિવ્ય પ્રગ જાણી તડિકેશે ત્યાં આવી તેની પૂજા કરીને પૂછયું કે “તમે કોણ છે ? અને શા માટે ઉપદ્રવ કરે છે ?” પૂજાવડે શાંત થયેલા અબ્ધિકુમારે પોતાનો વધ અને નમસ્કારમંત્રના પ્રભાવની વાર્તા કહી બતાવી. પછી લંકાપતિએ તે દેવની સાથે મુનિની પાસે આવીને પૂછ્યું કે હે પ્રભુ ! આ કપિની સાથે મારે વૈર થવાનું શું કારણ છે?” મુનિ બેલ્યા-“શ્રાવસ્તી નગરીમાં દત્ત નામે તુ મંત્રીપત્ર હતો અને આ અધિકમાર કાશી નગરમાં લુબ્ધક પારધી) હતો. એક વખતે તું દીક્ષા લઈને કાશીમાં આવતો હતો, તેવામાં તે લુબ્ધકે તને સામે આવતે જે; તેથી અપશુકન થયા જાણું તને પ્રહાર કરીને તેણે પૃથ્વીપર પાડી નાખે. ત્યાં મરણ પામીને તું મહેંદ્રક૯પમાં દેવતા થયે, અને ત્યાંથી ચવીને અહીં લંકામાં રાક્ષસપતિ થયેલ છે. એ લુખ્યક નરકમાં જઈ આવીને અહીં વાનર થયા હતા. આ પ્રમાણે તારે વૈર થવાનું કારણ છે.” પછી અસાધારણ ઉપકારી એવા તે મુનિને વંદના કરી લંકાપતિની આજ્ઞા લઈને તે દેવ અંતર્ધાન થઈ ગયો. મુનિએ કહેલા પોતાના પૂર્વ ભવને સાંભળીને તડિકેશ પિતાના સુકેશ નામના પુત્રને રાજ્ય પર બેસાડી દીક્ષા લઈ પરમપદને પામ્યા. રાજા ઘનદધિ પણ કિષ્કિધિ નામના પિતાના પુત્રને કિષ્કિધા નગરીનું રાજ્ય આપી દીક્ષા લઈ મોક્ષને પ્રાપ્ત થયા. એ સમયે વૈતાઢય ગિરિ ઉપર રથનુપુર નામના નગરમાં અશનિવેગ નામે વિવાધજેને રાજા હતા. તેને જાણે તેના બીજા બે ભુજદંડ હોય તેવા વિજયસિંહ અને વિદ્યાગ નામે મહા જયવંત પુત્રો હતા. તેજ ગિરિ ઉપર આદિત્યપુરમાં મંદિરમાળી નામે વિદ્યાધરને રાજા હતું, તેને શ્રીમાળા નામે એક કન્યા હતી. તેના સ્વયંવરમાં મંદિરમાળીએ વિદ્યાધરોના રાજાઓને બોલાવ્યા. વિમાનમાં જ્યોતિષ દેવની જેમ તેઓ માંચા ઉપર આવીને બેઠા. પ્રતિહારીએ કહેલા વિદ્યાધરના રાજાઓને રાજકુમારી શ્રીમાળા ની જેમ જલથી વૃક્ષોને સ્પર્શ કરે તેમ દષ્ટિથી સ્પર્શ કરવા લાગી. અનુક્રમે બીજા સર્વ વિદ્યાધરનું ઉલંઘન કરી ગંગા નદી જેમ સમુદ્ર પાસે જાય તેમ શ્રીમાલા કિષ્કિધિકમારની પાસે જઈ ઊભી રહી. ભવિષ્યકાળમાં ભુજલતાના આલિંગનની નિર્દોષ જામીન હોય તેવી વરમાળા તેના કંઠમાં આરોપણ કરી. તે સમયે સિંહની જેમ સાહસને પ્રિય માનતો વિજયસિંહ ભ્રકુટીથી મુખને ભયંકર કરી રોષ લાવી આ પ્રમાણે બોલ્યો-“સદા અન્યાયના કર ૧ ભાત ૨ ભુવનપતિના દશ ભેદ નિકાયસંજ્ઞાઓ છે, તેમાં અબ્ધિકુમાર અથવા ઉદધિમાર નામે એક નિકાય છે. ૩ ચોથું દેવલોક,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy