SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ श्री त्रिषष्टिशलाकापुरुष चरित्र. પર્વ સાતમું. સર્ગ ૧ લે. શ્રી રામચંદ્ર, લક્ષ્મણ તથા રાવણ ચરિત્ર, અંજન જેવી કાંતિવાળા અને હરિવંશમાં ચંદ્ર સમાન એવા શ્રી મુનિસુવ્રત સ્વામી અહંતના તીર્થમાં ઉત્પન્ન થયેલા પદ્મ (રામ) નામે બલદેવ, નારાયણ (લક્ષમણુ) નામે વાસુદેવ અને રાવણ નામના પ્રતિવાસુદેવનું ચરિત્ર કહેવામાં આવશે. જ્યારે શ્રી અજિતનાથ પ્રભુ વિચરતા હતા, તે સમયે આ ભરતક્ષેત્રમાં રાક્ષસદ્વીપને વિષે લંકાનગરીમાં રાક્ષસ વંશના અંકુરભૂત ઘનવાહન નામે રાજા થયો હતો. એ સદ્દબુદ્ધિવાળો રાજા પોતાના પુત્ર મહારાક્ષસને રાજ્ય આપી અજિતસ્વામીની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયે. મહારાક્ષસ પણ પિતાના દેવરાક્ષસ નામના પુત્રને રાજ્ય સોંપી વ્રત લઈને મોક્ષે ગયો. એવી રીતે રાક્ષસદ્વીપના અસંખ્ય અધિપતિઓ થઈ ગયા પછી શ્રેયાંસ પ્રભુના તીર્થમાં કીતિધવળ નામે રાક્ષસપતિ થયે. તે અરસામાં વૈતાઢય ગિરિ ઉપર મેઘપુર નામે નગરમાં અતી નામે વિદ્યાધરોને પ્રખ્યાત રાજા થયે. તેને શ્રીમતી નામની કાંતાથી શ્રીકંઠ નામે એક પુત્ર અને દેવીના જેવી સ્વરૂપવાન દેવી નામે એક દુહિતા થઈ. રત્નપુરના રાજા પુષ્પોત્તર નામના વિદ્યાધરે પિતાના પુત્ર પદ્યોત્તરને માટે તે ચારુલોચનાની માગણી કરી, પણ અતીદે તે ગુણવાનું અને શ્રીમાન્ પોત્તરને એ કન્યા ન આપતાં દંગથી કીર્તિધવળને આપી. - તેને કીર્તિધવળ પરણું ગયે એવી ખબર સાંભળી પુષ્પોત્તર રાજા અતીંદ્ર સાથે તેમજ તેના પુત્ર શ્રીકંઠની સાથે વૈર રાખવા લાગ્યું. એક વખતે શ્રીકંઠ મેરૂ પર્વત ઉપરથી પાછા આવતે હતો, તેવામાં રૂપમાં પદ્મા (લક્ષમી) જેવી પુષ્પોત્તર રાજાની પધ્રા નામની દુહિતા તેના જેવામાં આવી. તત્કાળ તે શ્રીકંઠ અને પદ્માને કામદેવના વિકારસાગરને ઉલ્લાસ કરવામાં દુર્દિન સમાન પરસ્પર અનુરાગ થયે; પદ્માકુમારી નિગ્ધ ષ્ટિથી જાણે સ્વયંવરની માળાને નાખતી હોય તેમ શ્રીકંઠ તરફ પિતાનું મુખકમળ રાખીને ઊભી રહી. તે | મુખકમળ રાખીને ઊભી રહી. તેને અનુકૂળ અભિપ્રાય જાણું કામાતુર શ્રીકંઠ તેને ઉપાડી લઈને તત્કાળ આકાશમાર્ગે જવા પ્રવર્યો. તે વખતે તેની દાસીઓએ “કઈ પદ્માને હારી જાય છે એ પિકાર કરવા માંડ્યો. તે સાંભળી બળવાન પુત્તર રાજા રતૈન્ય સાથે તૈયાર થઈ શ્રીકંઠની પછવાડે દેડક્યો. શ્રીકંઠ નાસીને કીર્તિધવળને શરણે આવે; અને પદ્માના હરણની બધી વાર્તા તેને : ૧
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy