SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૮ સુ ૩૧૧ અને નરદેવ એ બળરામના દશ પુત્રો રણના મુખભાગે રહ્યા હતા, તેમને યજ્ઞમાં બકરાની જેમ જરાસ ધે મારી નાખ્યા. તે કુમારોના વધ જોઈ કૃષ્ણની સેના પલાયન થઇ ગઇ, એટલે ગાચેાના સમૂહની પાછળ વ્યાઘ્રની જેમ જરાસંધ તે સેનાની પાછળ અ બ્યા. તે વખતે તેના સેનાપતિ શિશુપાળે કૃષ્ણને હસતાં હસતાં કહ્યું કે અરે કૃષ્ણે ? આ કાંઈ ગાકુળ નથી, આ તા ક્ષત્રિયાનું રણ છે.' કૃષ્ણે કહ્યું, ‘રાજન્ ! હમણાં તું ચાલ્યા જા, પછી આવજે. હમણાં હું રૂમિના પુત્ર સાથે યુદ્ધ કરૂ છુ', માટે તારી માતા ને મારી માશી ચિરકાળ રૂદન કરો નહી.” મમ વેધી ખાણ જેવાં આ કૃષ્ણનાં વચનથી વિધાયેલા શિશુપાળે ધનુષ્યનું આસ્ફાલન કરીને તીક્ષ્ણ બાણા છેડવાં, જેથી કૃષ્ણે ખાણવડે શિશુપાળનાં ધનુષ્ય, કવચ અને રથ છેદી નાખ્યાં; એટલે ઉછળતા અગ્નિની પેઠે તે ખડૂગ ખેંચીને કૃષ્ણની સામે દોડયા, તેથી જેમ તેમ ખડખડતા એ દુતિ શિશુપાળનાં ખડ્ગ, મુકુટ અને મસ્તક હિરએ અનુક્રમે છેઢી નાખ્યાં. શિશુપાળના વધથી જરાસ'ધ ઘણા ક્રોધ પામ્યા અને ચમરાજના જેવા ભયકર થઈ અનેક પુત્રો અને રાજાઓને સાથે લઈ રણભૂમિમાં દોડી આવ્યેા, અને ખેલ્યા કે અરે યાદવા ! વૃથા શા મટે મરે છે ? માત્ર તે ગેાપાળ રામ કૃષ્ણને સાંપી દ્યો. અદ્યાપિ તમારે કાંઇ હાનિ થઈ નથી.' આવાં વચન સાંભળી યાદવેા દઉંડથી તાડન થયેલા સની જેમ ઘણા ગુસ્સે થયા અને વિવિધ આયુધાને વર્ષાવત તેની સામે દોડી આવ્યા. જરાસંધ એક છતાં અનેક હોય તેવા થઈ ઘેર આણાથી મૃગલાને બ્યાધની જેમ યાદવાને વિધવા લાગ્યા. જયારે જરાસંધે યુદ્ધ કરવા માંડયુ. ત્યારે કોઇ પણ પેદળ, રથી, સ્વારા કે ગજારાહકે તેની સામે ટકી શકયા નહીં, પવને ઉડાડેલા રૂની જેમ યાદવાનુ બધુ સન્ય જરાસંધના ખાણાથી દુ:ખી થઈ દશે દિશામાં નાસી ગયું. ક્ષણવારમાં જરાસ'ધે યાદવાના સૈન્યરૂપ મહા સરોવરને કાસર જેવુ' કરી દીધું, અને યાદવા તેની આજુબાજુએ દૂર રહ્યા છતાં દાદુરપણાને પ્રાપ્ત થયા. જરાસંધના અઠ્ઠાવીશ પુત્રો વિષ સર્પની જેમ શસ્રરૂપ વિષવાળા રામને ઉપદ્રવ કરવા લાગ્યા, અને તેના બીજા આગણાતેર પુત્રો કૃષ્ણને મારવાની ઈચ્છાએ દાનવાની જેમ તેને રૂખીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની સાથે રામકૃષ્ણને એવુ' ઘાર યુદ્ધ જામ્યુ કે જેમાં પરસ્પર અસ્ત્રના છેદથી આકાશમાં બેસુમાર તણખાની વૃષ્ટિ થવા લાગી. અનુક્રમે રામે જરાસંધના અઠ્ઠાવીશે પુત્રોને હળથી ખેંચીને મુશળવડે ચાખાની જેમ પીસી નાખ્યા, અર્થાત્ મરણ પમાડયા. એટલે ‘આ ગેાપ ઉપેક્ષા કરવાથી અદ્યાપિ મારા પુત્રોને હણ્યા કરે છે’ એમ ખેલી જરાસ`ધે વા જેવી ગદાના રામની ઉપર પ્રહાર કર્યા; તે ગઢાના ઘાતથી રામે રૂધિરનું વમન કર્યું, તેથી યાદવાના બધા સૈન્યમાં માટે હાહાકાર થઈ ગયા. ફરીવાર જયારે રામ ઉપર પ્રહાર કરવાને જરાસંધ આવ્યા તે વખતે શ્વેત વાહનવાળા કનિષ્ઠ કુ તીપુત્ર અર્જુન વચમાં પડયા, રામની વિધુરતા જોઇ કૃષ્ણને ક્રોધ ચઢવો. તેથી તેણે તત્કાળ હાઠ ક પાવતા સતા પેાતાની આગળ રહેલા જરાસધના આગણાતર પુત્રોને મારી નાખ્યા. પછી ‘આ રામ તા મારી ગઢાના પ્રહારથી મરી જ જશે. અને આ અર્જુનને મારવાથી શું થવાનુ છે, તેથી કૃષ્ણને જ મારૂં.’ આવા વિચાર કરી જરાસંધ કૃષ્ણની ઉપર દોડી આવ્યેા. તે વખતે ‘હવે કૃષ્ણ મરાયા' એવા સત્ર ધ્વનિ પ્રસરી ગયા. તે સાંભળી માહિલ સારથિએ અરિષ્ટનેમિ પ્રત્યે કહ્યું; હે સ્વામિન્ ! અષ્ટાપદની આગળ હાથીનાં બચ્ચાંની જેમ ત્રિભુવનપતિ એવા તમારી પાસે આ જરાસ`ધ કાણુ માત્ર છે ? પણ તમે જો આ જરાસ'ધની ઉપેક્ષા કરશેા તે તે આ પૃથ્વીને યાદવ વગરની કરી દેશે, માટે હે જગન્નાથ ! તમારી લેશમાત્ર લીલા તે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy