SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૭ મુ ૩૧૦ વખતે કૃષ્ણના અગ્રજ રામ રથમાંથી ઉતરી ઢાલ તરવાર લઇને તેની સામે આવ્યા, અને વિચિત્ર પ્રકારની ગતિવડે ચાલી તેને ઘણીવાર સુધી ફેરવી ફેરવીને થકવી દીધેા. પછી ચાલાકીવાળા અનાધૃષ્ટિએ છળ મેળવી બ્રહ્મસૂત્રવડે કાષ્ઠની જેમ ખડ્ગવડે હિરણ્યનાભના શરીરને છેદી નાખ્યું. હિરણ્યનાભ મરાયેા એટલે તેના ચાદ્ધાએ જરાસ ધને શરણે ગયા. તે વખતે સૂ પણ પશ્ચિમસાગરમાં મગ્ન થયા. યાદવા અને પાંડવાએ પૂજેલે અનાવૃષ્ટિ કૃષ્ણની પાસે આવ્યા. પછી કૃષ્ણુની આજ્ઞાથી સર્વે વીર પાતપાતાની છાવણીમાં ગયા. અહીં જરાસ`ધે વિચાર કરીને તરત જ સેનાપતિના પદ ઉપર મહા બળવાનૂ શિશુપાળના અભિષેક કર્યાં. પ્રાતઃકાળે યાદવા કૃષ્ણુની આજ્ઞાથી ગરૂડવ્યૂહ રચીને પૂર્વવત્ સમરભૂમિમાં આવ્યા; તે ખખર જાણી શિશુપાળે પણ ચક્રવ્યૂહ રચ્યું. રાજા જરાસંધ રણભૂમિમાં આવ્યા. જરાસંધના પૂછવાથી હુંસક મંત્રી શત્રુએના સૈનિકાને આંગળીથી ખતાવી નામ લઈ લઈને ઓળખાવવા લાગ્યા—“આ કાળા અશ્વવાળા રથથી અને ધ્વજામાં ગજેન્દ્રના ચિહનથી રહેલા અનાધૃષ્ટિ છે, આ નીલવણી અશ્ર્વના રથવાળા પાંડુપુત્ર યુધિષ્ઠિર છે, આ શ્વેત અશ્વના રથવાળા અર્જુન છે, નીલ કમળ જેવા વણુ વાળા અશ્ર્વના રથવાળા આ વૃકાદર (ભીમસેન) છે, આ સુવર્ણ - વર્ણી અશ્વવાળા અને સિહની ધ્વજાવાળા સમુદ્ર વિજય છે, આ શુકલવણી અશ્ર્વના રથવાળા અને વૃષભના ચિહ્નયુક્ત ધ્વજાવાળા અરિષ્ટનેમિ છે, આ કાખરા વર્ણના અશ્વના રથવાળા અને કદલીના હિનવાળા અક્રૂર છે, આ તિત્તિરવણી ઘેાડાવાળા સત્યકિ છે, આ કુમુદ જેવા વણુ વાળા અશ્વવાળા મહાનેમિકુમાર છે, આ સુડાની ચાંચ જેવા છે, અશ્વવાળા ઉગ્રસેન છે, સુવર્ણવી અશ્વવાળા અને મૃગધ્વજના ચિહ્નવાળા રાજકુમાર છે, આ કાંઠેાજ દેશના અશ્વવાળા લક્ષ્ણરામના પુત્ર સિંહલ છે, કપિલ તથા રક્ત અશ્વવાળા અને ધ્વજામાં શિશુમારના ચિહ્નવાળા આ મેરૂ છે, આ પદ્મ જેવા ઘોડાવાળા પદ્મરથ રાજા છે, આ પારેવા જેવા વર્ણના અવવાળા પુષ્કરધ્વજ સારણ છે, આ પ'ચપુડૂ ઘેાડાવાળા અને કુંભની ધ્વજાવાળા વિદુરથ છે, સૈન્યની મધ્યમાં રહેલા શ્વેત અશ્વવાળા અને ગરૂડના ચિલ્ડ્રનયુક્ત ધ્વજાવાળા આ કૃષ્ણ છે, તે ખગલીએવડે આકાશમાં વર્ષાકાળના મેઘ શેાલે તેવા શેાભે છે. તેની દક્ષિણ ખાજુએ અરિષ્ટવણી ઘોડાવાળા અને તાલની ધ્વજાવાળા રોહિણીના પુત્ર રામ છે, કે જે જંગમ કૈલાશ જેવા શેાલે છે. તે સિવાય આ બીજા ઘણા યાદવા વિવિધ અશ્વ, રથ અને ધ્વજાવાળા તેમજ મહારથી છે કે જેઓનું વર્ણન કરવું અશકય છે.” આ પ્રમાણે હુંસક મંત્રીનાં વચન સાંભળી જરાસ ́ધે ક્રોધથી ધનુષ્યનુ` આસ્ફાલન કર્યું ' અને વેગથી પેાતાના રથ રામ કૃષ્ણની સામે ચલાવ્યેા. તે વખતે જરાસંધના યુવરાજ પુત્ર યવન ઊધ કરી વસુદેવના પુત્ર અક્રૂર વિગેરેને હણવા માટે તેની ઉપર દોડી આવ્યા. સિન્હાની સાથે અષ્ટાપદની જેમ તે મહાબાહુ યવનને તેમની સાથે સહારકારી ભયંકર યુદ્ધ થયું. રામના અનુજ ભાઈ સારણે અદ્વૈત બળથી વર્ષાના મેઘની જેમ વિચિત્ર ખાણા વર્ષાવીને તેને રૂખી લીધા. જાણે મલયિગિર હેાય તેવા મલય નામના હાથીવડે તે યવને ઘેાડા સહિત સારણના રથ ભાંગી નાંખ્યા. પછી જ્યારે તે હાથી વાંકા વળીને સારણ ઉપર દતપ્રહાર કરવા આવ્યા તે વખતે સારણે પવને હલાવેલાં વૃક્ષના ફળની જેમ યવનના મસ્તકને ખડ્ગથી છેદી નાખ્યું, અને તે હાથી ઊડીને સામે આવવા લાગ્યા, એટલે તેના દાંત ને સૂંઢ છેદી નાખ્યા. તે જોઇ વર્ષાઋતુમાં મયૂરવૃંદની જેમ કૃષ્ણનું સૈન્ય નાચવા લાગ્યુ. પાતાના પુત્રના વધ જોઈ જરાસ`ધ ક્રોધ પામ્યા, એટલે મૃગલાઓને કેશરી હણે તેમ તે યાદવાને હણવા માટે ધનુષ્ય લઇને પ્રવા. આનંદ, શત્રુન્નુમન, નોંદન, શ્રીધ્વજ, ધ્રુવ, દેવાનંદ, ચારૂદત્ત, પીઠ, હરિષણ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy