SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ સ ૭.મા બતાવે. જો કે તમે જન્મથીજ સાવદ્યકથી વિમુખ છે, તથાપિ શત્રુઓથી આક્રમણુ કરાતુ તમારૂ કુળ અત્યારે આપને ઉપેક્ષા કરવા યેાગ્ય નથી.” આ પ્રમાણે માતલ સારથિના કહેવાથી શ્રીનેમિનાથે કેપ વગર હાથમાં પૌર'દર નામના શખ લઇ મેઘગર્જનાને પણ ઉલ્લ‘ઘન કરે તેવા નાદ કર્યા, ભૂમિ તથા અ ંતરીક્ષને પૂરી દે તેવા તેના માટા ધ્વતિથી શત્રુ ક્ષેાભ પામી ગયા અને યાદવાનુ સૈન્ય સ્વસ્થ થઈને યુદ્ધ કરવાને સમર્થ થયું. પછી નેમિનાથની આજ્ઞાથી માલિ સારથિએ ઉખાડીઆની જેમ સાગરના આવત જેવા પોતાના રથ રણભૂણિમાં ભમાડવા માંડયો. તે વખતે પ્રભુ નવીન મેઘની જેમ ઇંદ્રધનુષ્યનુ આકર્ષણ કરીને શત્રુઓને ત્રાસ કરતા સતા ખાવૃષ્ટિ કરવા લાગ્યા. તેખાવૃષ્ટિવડે કાઇની ધ્વજા છેદી, કોઈનાં ધનુષ્ય કાપ્યાં, કાઇના રથ ભાંગ્યા અને કાઇના મુકુટ તેાડી પાડયા. તે વખતે સામા પ્રહાર કરવાની વાત તેા દૂર રહી પણ કલ્પાંતકાળના સૂર્ય જેવા જણાતા એ પ્રભુ સામુ જોવાને પણ શત્રુના સુભટોમાંથી કોઈપણ સમર્થ થયા નહીં. પ્રભુએ એકલાએજ એક લાખ મુકુટધારી રાજાઓને ભગ્ન કરી દીધા, કેમકે ઉછળેલા મહાસમુદ્રની આગળ પતા કેણુ માત્ર છે ! આ પ્રમાણે પરાક્રમ ખતાવ્યા છતાં પણ ‘પ્રતિવાસુદેવ વાસુદેવનેજ વધ્યું છે' એવી મર્યાદા હાવાથી એ શૈલેાકયમલ્લ પ્રભુએ જરાસંધને હણ્યા નહી. શ્રીનેમિપ્રભુ સ્થને ભમાવતા સતા શત્રુઓના નિકાને રોકીને ઊભા રહ્યા, એટલે તેટલા વખતમાં યાદવ વીરા ઉત્સાહ પ્રાપ્ત કરીને ફરીવાર યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે સિહા જેમ મૃગલાને મારે તેમ પાંડવાએ પૂના વેરથી અવશેષ રહેલા કૌરવાને મારવા માંડયા, એટલામાં તા ખળદેવે પણ સ્વસ્થ થઇ લાંગલ ઊંચુ કરી તેનાવડે યુદ્ધ કરીને અનેક શત્રુઓને મારી નાંખ્યા. અહી’જરાસ‘ધે કૃષ્ણને કહ્યું ‘અરે કપટી! તું આટલી વાર શૃગાલની જેમ માયાથીજ જીવ્યે છે. તેં માયાથી કંસને માર્યાં અને માયાથીજ કાળકુમારને પણ માર્યા છે. તુ· અસ્ત્રવિદ્યા શિ ચેાજ નથી તેથી, સંગ્રામ કરતા નથી, પણુ અરે કપટી ! આજે હુ' તારા પ્રાણ સાથેજ એ માયના અંત લાવીશ, અને મારી પુત્રી જીવયશાની પ્રતિજ્ઞા પૂરી કરીશ.’ કૃષ્ણ હસીને એલ્યા અરે રાજા ! તું આમ ગવના વચન શા માટે ખેલે છે ? જો કે હુ તા તેવા અશિક્ષિત છું, પણ તું તા તારી જે અસ્રશિક્ષા છે તે ખતાવી આપ. હું કિંચિત્ પણ મારી આત્મપ્રશંસા કર તો જ નથી, પણ એટલું તેા કહુ છું કે તારી દુહિતાની અગ્નિપ્રવેશરૂપ પ્રતિજ્ઞા છે, તેને હું પૂરી કરીશ.’ આવાં કૃષ્ણનાં વચન સાંભળી જરાસ`ધે ક્રોધથી બાણા મૂકવા માંડવાં, એટલે અંધકારને સૂર્યની જેમ કૃષ્ણે તેને છેદવા માંડવાં બંને મહારથીએ અષ્ટાપદની જેમ ક્રોધ કરી ધનુષ્યના ધ્વનિથી દિશા એને ગજાવતા યુદ્ધ કરવા લાગ્યા.તેના રણુમ નથી જળરાશિ સમુદ્રો પણ ક્ષેાભ પામ્યા, આકાશમાં રહેલા ખેચરા ત્રાસ પામ્યા અને પ તા કપાયમાન થયા. તેમના પત જેવા દઢ રથના ગમનાગમનને નહી' સહન કરતી પૃથ્વીએ ક્ષણમાં પોતાનું સર્વ 'સહપણુ' છેડી દીધું. વિષ્ણુએ જરાસંધનાં દેવતાઈ ખાણાને દેવતાઇ ખાણાથી અને લાહાસ્ત્રાને લાહાસ્ત્રાથી લીલામાત્રમાં છેદી નાખવા માંડયાં, જ્યારે સવ અસ્ત્રો નિષ્ફળ થયાં ત્યારે ક્રાધે ભરેલા જરાસંધે વિલખા થઇને બીજા અસ્રાથી દુર્વાર એવા ચક્રનુ સ્મરણ કર્યું. તત્કાળ ચક્ર આવીને હાજર થયુ' એટલે જયની તૃષ્ણાવાળા કાપાંધ માગધપતિએ તેને આકાશમાં ભમાવીને કૃષ્ણની ઉપર મૂકયું. જયારે ચક્ર વિષ્ણુ તરફ ચાલ્યું ત્યારે આકાશમાં રહેલા ખેચરા પણ ક્ષેાભ પામ્યા અને કૃષ્ણનું સ` સૈન્ય દીનતાયુક્ત ક્ષેાભ પામી ગયું. તેને સ્ખલિત કરવા માટે કૃષ્ણ, રામેપાંચ પાંડવો. એ અને બીજા અનેક મહારથીઓએ આને પોતપોતાનાં અઓ ફૂંકયા, પરંતુ વૃક્ષોથી સાચું આવતું નદીનું પર સ્થળાપ નહિ તેમ તેઢાથી અસ્ખલિત થયેલું એ ચક્ર
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy