SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મુ ર૯ અધમ પુરૂષે સ્વેચ્છાથી તેની સાથે કીડા કરી છે. માટે હવે આ અધમ કન્યાને તે પેલા બે ચંડાળનેજ આપવી યોગ્ય છે. આ વિચાર કરી રાજાએ ક્રાધથી છડીદારની પાસે પેલા બે ચંડાળાને બોલાવ્યા અને કહ્યું કે “આ કન્યાને ગ્રહણ કરો અને તમે એવું સ્થાનકે જાઓ કે જેથી હું તમને ફરી દેખું નહીં.' આ પ્રમાણે કહી દેધથી રકૃમિએ તેમને વૈદર્ભ આપી દીધી. તેઓએ શૈદર્ભી ને કહ્યું કે “હે રાજપુત્રી ! તમે અમારે ઘેર રહીને જળ ભરવાનું કે ચમ અને રજજુ વિગેરે વેચવાનું કામ કરશે?” પરમાર્થ જાણનારી વૈદર્ભી બોલી જેમ દેવ કરાવશે તેમ હું અવશ્ય કરીશ, કારણકે દેવનું શાસન દુલધ્ય છે. પછી તેઓ અતિ ધર્યતાથી વૈદર્ભોને લઈને ત્યાંથી અન્યત્ર ગયા. રૂફમિરાજ સભામાં આવીને પિતાના કાર્યથી થયેલા પશ્ચાત્તાપથી રૂદન કરવા લાગે. “અરે વત્સ હૈદર્ભી ! ક્યાં ગઈ ? તારે એગ્ય સંયોગ થયે નહીં. હે નંદને મેં તને ગાયની જેમ ચંડાળને દ્વારે નાખી છે. કેપ એ ખરેખર ચંડાળ છે, જેથી મારા હિતેચ્છુ વગે પણ મારી પાસે એ પુત્રી ચંડાળને અપાવી. પ્રદ્યુમ્નને માટે રૂમિણી બહેને મારી પુત્રીની માગણી કરી તે પણ મેં કીધાંધ થઈને તેને આપી નહીં, માટે મંદબુદ્ધિવાળા મને ધિક્કાર છે!” આ પ્રમાણે રાજા રૂદન કરતા હતા, તેવામાં તેણે વાજિંત્રોને ગંભીર નાદ સાંભળે. એટલે “આ નાદ ક્યાંથી આવે છે? એમ તેણે સેવકને પૂછ્યું. રાજપુરૂષએ તરતજ તપાસ કરી આવીને કહ્યું કે “રાજેદ્ર! પ્રદ્યુમ્ન અને શાંબ વૈદર્ભની સાથે આપણા નગરની બહાર એક વિમાન જેવા પ્રાસાદમાં દેવતાની જેમ રહેલા છે. ચારણે તેમની સ્તુતિ કરે છે, અને તે ઉત્તમ વાજિંત્રોવડે મનહર સંગીત કરાવે છે. તેને આ નાદ સંભળાય છે.” પછી રૂકમિરાજાએ હર્ષ પામી તેઓને પોતાને ઘેર બોલાવ્યા અને પિતાના ભાણેજ પ્રદ્યુમ્નની જમાઈ. પણાના નેહથી વિશેષ પૂજા કરી. રૂફમિ રાજાની રજા લઈને વેદભ અને શાબને લઈ પ્રઘન દ્વારિકામાં આવ્યા, જ્યાં તે રૂફમિણીનાં નેત્રને ઉત્સવરૂપ થયે. નવયૌવનવાળે પ્રદ્યુમ્ન નવયૌવનવતી અભિનવ વિદર્ભની સાથે સુખે કીડા કરતે સુખે રહેવા લાગ્યું, અને હેમાંગ રાજાની વેશ્યાથી થયેલી સુહરિણ્યા નામની પુત્રી કે જે રૂપમાં અપ્સરા જેવી હતી તેની સાથે પરણીને શાંબ પણ ક્રીડા કરતે સુખે રહેવા લાગ્યા. - શાંબ હમેશાં ક્રીડા કરતાં કરતાં ભીરૂકને મારતો હતો અને ઘતમાં ઘણું ધન હરાવી હરાવીને અપાવી દેતો હતો. એક દિવસ તેમ થવાથી ભીરૂક રૂદન કરતે કરતે સત્યભામાં પાસે આવ્યું, એટલે સત્યભામાએ શાબની તે વર્તણુક કૃષ્ણને જણાવી. કૃષ્ણ જાંબવતીને તે વાત કરી, એટલે જાંબવતી બેલી, “હે સ્વામિન ! મેં આટલા વખત સુધીમાં શાબની નકારી વર્તણક કઈ વખતે પણ સાંભળી નથી અને તમે આ શું કહે છે ?” કૃણે કહ્યું કે સિંહણ તે પિતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિકજ માને છે, પણ તેના બાળકની ક્રીડાને તો હાથીએજ જાણે છે, માટે તારે જેવી હોય તે ચાલ, હું તને તારા પુત્રની ચેષ્ટા બતાવું.' પછી કૃષ્ણ આહેરનું રૂપ ધર્યું અને જાંબવતીને આહેરની સ્ત્રીનું રૂપ ધરાવ્યું. બંને જણ તક વેચવા દ્વારિકામાં પેઠાં, એટલે તેમને વેચ્છાવિહારી શાંબ કુમારે દીઠાં. શાંબે આહેરીને કહ્યું “અરે બાઈ ! અહીં આવ, મારે તમારું ગેરસ લેવું છે. તે સાંભળી આહેરી શાબની પછવાડે ગઈ. આહેર પણ પાછળ પાછળ આવે. આગળ જતાં શાંબ એક દેવાલયમાં પેઠે અને તેણે પેલી આહેરીને અંદર આવવા કહ્યું. આહેરી બેલી “હું અંદર નહીં આવું, મને અહીં જ મૂલ્ય આપો.” “અહીં અવશ્ય પેસવું જોઈશે” એમ કહી લતાને હાથીની જેમ શાંબ તેને હાથ ૧, શશ,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy