SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ સગ ૭ મિ પકડીને ખેંચવા લાગ્યું, એટલે “અરે! મારી સ્ત્રીને કેમ પકડે છે ?” એમ બેલ પેલે આહેર મારવા દેડ્યો, અને પછી તત્કાળ કૃષ્ણ અને જાંબવતી પ્રગટ થયાં. પોતાના માતાપિતાને જોઈ શાંબ મુખ ઢાંકીને નાસી ગયો. હરિએ આ પ્રમાણે શાબની દુશ્ચછા જાંબવતીને બતાવી. બીજે દિવસે કૃષ્ણ બળાત્કારે શાબને બોલાવ્યો, ત્યારે તે એક કાષ્ટનો ખીલે ઘડતો ઘડો ત્યાં આવ્યા. કૃષ્ણ ખીલે ઘડવાનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો “જે ગઈ કાલની મારી વાત કરશે તેના મુખમાં આ ખીલી નાખવી છે, તેથી હું આ ખીલી ઘડું છું.' તે સાંભળી ‘આ શાંબ નિર્લજજ અને કામવશ થઈ જેમ તેમ છાએ વર છે' એમ જાણી કૃષ્ણ તેને નગરીની બહાર કાઢી મૂક્યું. જ્યારે શાંબ નગરીની બહાર જવા ચાલ્યો તે વખતે પ્રદ્યુમ્ન અંતરમાં સ્નેહ ધરીને પૂર્વ જન્મના બંધુરૂપ શબને પ્રકૃતિવિદ્યા આપી. પછી પ્રદ્યુમ્ન હમેશાં ભીરૂકને કનડવા લાગે; તેથી એક વખતે સત્યભામાએ તેને કહ્યું કે “અરે દુર્મતિ ! તું પણ શાબની જેમ નગરીની બહાર કેમ નીકળતા નથી ? પ્રધુને કહ્યું “હું બહાર નીકળીને કયાં જાઉં?ત્યારે સત્યભામાએ કહ્યું કે “રમશાનમાં જા.” તે બોલ્યા કે “પાછો ક્યારે આવું?” સત્યભામાં કોલ કરીને બેલી કે ત્યારે હ શાબને હાથ પકડીને ગામમાં લાવું, ત્યારે તારે પણ આવવું.’ ‘જેવી માતાના આજ્ઞા' એમ કહી પ્રદ્યુમ્ન તરતજ સમશાનમાં ગયે. શાંબ પણ ભમતો ભમતો ત્યાં આવ્યો. પછી બંને ભાઈઓ સ્મશાનભૂમિમાં રહ્યા અને નગરીનાં જે મુડદાં આવે તેમને ડાઘુઓ. પાસેથી મોટો કર લઈને પછી ત્યાં દહન કરવા દેવા લાગ્યા. અહીં સત્યભામાએ ભીરૂકને માટે મોટે પ્રયત્ન કરી નવાણું કન્યાઓ મેળવી. પછી સે પૂરી કરવા માટે એક કન્યાની ઈરછા કરવા લાગી. આ ખબર પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે જાણીને પ્રદ્યુમ્ન વિદ્યાબળથી એક મોટી સેના વિકુવી અને પોતે જિતશત્રુ નામે રાજા થયે. શાબ દેવકન્યા જેવું રૂપ ધરી તેની કન્યા થયે. એક વખતે સખીઓ સાથે વીંટાઈને ક્રીડા કરતી તે કન્યાને ભીરૂકની ધાત્રી માતાએ દીઠી; એટલે તે હકીકત ધાત્રીએ સત્યભામાને કહી. સત્યભામાએ દૂત મોકલીને જિતશત્રુ રાજા પાસે તેની માગણી કરી. જિતશત્રુ રાજાએ તે દૂતને કહ્યું છે સત્યભામા હાથે પકડીને મારી કન્યાને દ્વારિકા નગરીમાં લઈ જાય અને વિવાહ વખતે ભીરૂકને હાથની ઉપર મારી કન્યાનો હાથ મૂકે તે હું મારી કન્યા તેને આપું. ઇંતે આવીને તે સર્વ વાત સત્યભામાને કહી. એટલે તેમ કરવાનું સ્વીકારીને તે તરતજ જિતશત્રુ રાજાની છાવણીમાં આવી. તે વખતે શાં બે પ્રજ્ઞપ્તિ વિદ્યાને કહ્યું કે “આ સત્યભામાં અને તેને પરિજન મને કન્યારૂપે જુવે અને બીજા નગરજને શાંબરૂપે જુવે એમ કર.” એટલે પ્રજ્ઞપ્તિએ તેમ કર્યું. પછી સત્યભામાએ શબને દક્ષિણ હાથે પકડી દ્વારિકામાં પ્રવેશ કર્યો. તે જોઈ નગરની સ્ત્રીઓ કહેવા લાગી “અહો, જુવો કેવું આશ્ચર્ય! સત્યભામાં ભીરૂકના વિવાહોત્સવમાં શાંબને હાથે પકડીને લઈ આવે છે. શાંબ સત્યભામાને મહેલે ગયો ત્યાં તેણે કપટબુદ્ધિથી પાણિગ્રહણ સમયે ભીરૂકના દક્ષિણ કર ઉપર પોતાનો વામ કર રાખે અને એક ઉણી સે કન્યાઓના ડાબા હાથ ઉપર પિતાને જમણો હાથ રાખે. તે રીતે શબે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી. કન્યાઓ અતિ રૂપવંત શાંબને જોઈને બોલી કે “અરે કુમાર ! અમારા ખરેખર પુણ્યના ઉદયથી વિધિએ મેળવી આપેલા કામદેવ જેવા તમે અમને પતિપણે પ્રાપ્ત થયા છે. તેમની સાથે વિવાહ થઈ રહ્યા પછી શાંબ વાસંગ્રહમાં ગયા. ભીરૂક પણ શાબની સાથે ત્યાં આવતે હતો, એટલે શાબે ભ્રકુટી ચડાવીને બીવરાવ્યું, જેથી તે નાસી ગયે. તેણે આવીને સત્યભામાને તે વાત કહી, પણ સત્યભામાએ માની નહીં; પછી પોતાની જાતે ત્યાં આવી જોયું, તે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy