SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ સગ ૭ મિ. આકાશમાર્ગે પ્રદ્યુમ્ન ભેજકટ નગરે ગયે. પછી બેમાંથી એકે કિનરનું અને બીજાએ ચંડાળનું રૂપ ધર્યું અને બંનેએ ગાયન કરતા કરતા આખા શહેરમાં ફરીને મૃગની જેમ સર્વ નગરજનનાં મન હરી લીધાં. તે ખબર સાંભળીને રૂમિ રાજાએ તે મધુર સ્વરવાળા ગાંધર્વ અને ચંડાળને પિતાની પાસે બોલાવ્યા અને પિતાના ઉલ્લંગમાં પિતાની પુત્રીને બેસાડીને તે બંનેની પાસે ગાયન કરાવ્યું. તેમનું ગીત સાંભળી હર્ષ પામેલા પરિવાર સહિત રૂફમિએ તેમને ઘણું દ્રવ્ય આપ્યું અને પૂછ્યું કે “તમે ક્યાંથી આવ્યા છે ?” તેઓ બોલ્યા “અમે સ્વર્ગમાંથી દ્વારિકામાં આવ્યા છીએ, કારણ કે કૃષ્ણ વાસુદેવને માટે તે નગરી સ્વર્ગવાસી દેવાએ કરેલી છે. તે વખતે વૈદભ હર્ષ પામીને બેલી કે “ત્યાં કૃષ્ણને રૂકૃમિણીને પ્રદ્યુમ્ન નામે પુત્ર છે, તેને તમે જાણો છે?” શાંબ બે રૂપમાં કામદેવ જેવા અને પૃથ્વીને અલંકારભૂત તિલક જેવા એ મહા પરાક્રમી પ્રદ્યુમ્ન કુમારને કેણુ ન જાણે?” તે સાંભળી વૈદભી રાગગર્ભિત ઉત્કંઠાવાળી થઈ ગઈ. એ વખતે રાજાને એક ઉન્મત્ત હાથી ખીલ ઉખેડી નાખી છુટ થઈને નગરમાં દેડવા લાગે; અકાળે તોફાન મચાવતા અને બધા નગરમાં ઉપદ્રવ કરતા તે હાથીને કઈ પણ મહાવત વશ કરી શકે નહીં. તે સમયે રૂફમિરાજાએ પટલ વગડાવીને એવી આઘેષણ કરાવી કે “જે કઈ આ હાથીને વશ કરશે તેને હું ઇચ્છિત વસ્તુ આપીશ.” કેઈએ તે પહને છ નહીં એટલે આ બંને વીરેએ પટ છવે અને ગીતવડે કરીને જ તે ઉન્મત્ત હાથીને થંભિત કરી દીધું. પછી તે બંને જણે તે હાથી ઉપર આરૂઢ થઈ તેને બંધન સ્થાનમાં લાવીને બાંધી દીધે. નગરજનેને આશ્ચર્ય પમાડનારા તે બંનેને રાજાએ હર્ષથી લાવ્યા. પછી કહ્યું કે તમારે જે જોઈએ તે માગી લ્ય” એટલે તેઓએ કહ્યું કે “અમારે કોઈ ધાન્ય રાંધનારી નથી, માટે આ વિદર્ભને આપો. તે સાંભળી રૂકમિરાજાએ ક્રોધાયમાન થઈને તેમને નગર બહાર કાઢી મૂક્યા. નગરબહાર ગયા પછી પ્રદ્યુમ્ન શાંબને કહ્યું, “ભાઈ ! રૂકમિણી દુ:ખી થતાં હશે, માટે વૈદભીને પરણવામાં વિલંબ કર યુક્ત નથી.” આ પ્રમાણે વાત કરતાં ઉજજવળ એવી રાત્રી પડી. જ્યારે સર્વ લોક સુઈ ગયાં ત્યારે પ્રદ્યુમ્ન પિતાની વિદ્યાથી જ્યાં વૈદર્ભે સુતી હતી તે સ્થાનમાં ગયો. તેણે ત્યાં રકૃમિણીને કૃત્રિમ લેખ બનાવી વૈદર્ભને આપ્યું. તે વાંચી વૈદભી બોલી “કહો, તમને આપું?” પ્રદ્યને કહ્યું. સુલચને ! મને તમારે દેહ જ આપો. હે સુંદરી !જેને માટે રૂફમિણી દેવીએ તમારી માગણી કરી હતી તે પ્રદ્યુમ્ન હું પોતેજ છું.” “અહ દેવગે વિધિની ઘટના યોગ્ય થઈ.” એમ બોલતી વૈદર્ભીએ તે વચન સ્વીકાર્યું. પછી તરતજ વિદ્યાના બળવડે ઉત્પન્ન કરેલા અગ્નિની સાક્ષીથી મંગળકંકણવાળી અને વેત રેશમી વસ્ત્રને ધરનારી તે બાળાને પ્રદ્યુમ્ન પર, અને કૃષ્ણના કુમારે તે જ રાત્રીએ વિવિધ પ્રકારે તેની સાથે કીડા કરી. અવશેષ રાત્રી રહી એટલે તે બે પ્રિયે! હું મારા ભાઈ શાબની પાસે જાઉ છું; પણ કદિ તને આ વિષે તારા માતપિતા કે પરિવાર પૂછે તો તું કાંઈ પણ ઉત્તર આપીશ નહીં. તેથી જે કદિ તેઓ તને ઉપદ્રવ કરશે તે મેં તારા શરીરની રક્ષા માટે ગોઠવણ કરેલી છે. આ પ્રમાણે કહી પ્રદ્યુમ્ન ચાલ્યો ગયો. વૈદભી અતિ જાગરણથી અને અતિ શ્રમથી શાંત થઈને સુઈ ગઈ, તે પ્રાત:કાળે પણ જાગી નહીં. અવસર થયે તેની ધાવમાતા ત્યાં આવી, એટલે તે વૈદભીના કરમાં મંગળકંકણ વિગેરે વિવાહનાં ચિહુને જોઈને શંકા પામી; તેથી તત્કાળ તેણે વૈદભીને જગાડીને પૂછયું, પણ વૈદભીએ કાંઈ ઉત્તર આપ્યું નહીં; એટલે પિતે અપરાધમાં ન આવવા સારૂ ભયવિહળ થઈને તે વાત રૂફમિરાજા પાસે જઈને તેણે કહી સંભળાવી. રાજા રાણીએ આવીને વૈદભીને પૂછ્યું, પણ તેણે કાંઈ ઉત્તર આપ્યું નહીં, પરંતુ વિવાહનાં અને સંજોગનાં ચિહ્ન તેના શરીરપર સ્પષ્ટ રીતે જોવામાં આવ્યાં, તેથી રૂફમિએ વિચાર્યું કે “જરૂર આ કન્યાને આપ્યા વગર કોઈ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy