SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ સગ ર જો તે મુખડે લીલા અક્ષરને માન કરવાવડે જેમ પત્રને અડકે તેમ અતિ લાઘવથી અંગુળીવડે દવદતીનાં વક્ષ:સ્થળને સ્પર્શ કર્યા, તેથી અ'ગુળીને! સહજ માત્ર સ્પર્શ થતાં જ અદ્વૈત આનંદ મળવાથી વૈદભી નુ... શરીર કરચલાની જેવુ રામાંચિત થઈ ગયુ'; એટલે વૈદભી એ કહ્યું કે હે પ્રાણેશ! તે વખતે તો મને સુતી મૂકીને ચાલ્યા ગયા હશેા, પણ હવે કયાં જશા ? ઘણે લાંબે કાળે તમે મારી દૃષ્ટિએ પડયા છે.' આ પ્રમાણે વારવાર કહીને પછી તે કુખ્શને અંતગૃહમાં લઈ ગઈ. ત્યાં કુબ્જ પેલાં શ્રીફળ અને કરડકમાંથી વસ્ત્રાલ કાર કાઢયાં. તેને ધારણ કરવાથી તે પેાતાના અસલ સ્વરૂપને પામ્યા. વૈદભીએ વૃક્ષને લતાની જેમ પાતાના યથાર્થ સ્વરૂપવાળા પતિનું સર્વાંગ આલિંગન કર્યું. પછી કમળનયન નળરાજા દ્વાર પાસે આબ્યા, એટલે ભીમરાજાએ આલિંગન કરીને પેાતાના સિંહાસનપર તેને એસાડયા, અને “તમે જ મારા સ્વામી છે, આ બધું તમારુ છે, માટે મને આજ્ઞા આપે, શુ કર્ ?'’ આ પ્રમાણે બેાલતા ભીમરાજા તેની આગળ છડીદારની જેમ અંજિલ જોડીને ઊભા રહ્યો દધિપણે પણ નળરાજાને નમીને કહ્યું કે સર્જંદા તમે મારા નાથ છે, મેં અજ્ઞાનથી તમારી પ્રત્યે જે કાંઇ અન્યાય પ્રવૃત્તિ કરી હોય તે ક્ષમા કરશે.’ અન્યદા ધનદેવ સાર્થવાહ માટી સમૃદ્ધિ સાથે હાથમાં ભેટગુ લઈને ભીમરથ રાજાને મળવા આવ્યેા. વૈદભીના પ્રથમના ઉપકારી તે સાર્થવાહના ભીમરાજાએ ખંધુની જેમ અત્યંત સત્કાર કર્યા. પછી પૂર્વે કરેલા ઉપકારથી થયેલી અનિવાયૅ ઉત્કંઠાને લીધે દવદતીએ પેાતાના પિતાને કહ્યું, જેથી તેણે રાજા ઋતુપર્ણ, ચ'દ્રયશા, તેની પુત્રી ચંદ્રવતી અને તાપસપુરના રાજા વસંતશ્રીશેખરને તેડાવ્યાં, એટલે તે બધા ત્યાં આવ્યાં. ભીમરાજાએ અતિ સત્કાર કરેલાં તે નવનવા આતિથ્યથી પ્રસન્ન ચિત્તવાળા થઈને એક માસ સુધી ત્યાં રહ્યાં. નામના એક વખતે તેઓ સર્વે ભીમરાજાની સભામાં એકઠાં થઇને બેઠાં હતાં. તેવામાં પ્રાતઃકાળે પેાતાની પ્રભાથી આકાશને પ્રકાશિત કરતો કેાઈ દેવ ત્યાં આવ્યા. તેણે અંજલિ જોડી વદી ને કહ્યું, ‘હું તે વિમળપતિ નામે તાપસપતિ છું કે જેને તમે પૂર્વે પ્રતિષ્ઠાધ આપ્યા હતો તે સભારા. ત્યાંથી મૃત્યુ પામીને હું સૌધર્મ દેવલાકમાં શ્રીકેસર વિમાનમાં શ્રીકેસર નામે દેવ થયા છું. મારા જેવા મિથ્યાટિને તમે અદ્ધમમાં સ્થાપિત કર્યા. તે ધના પ્રભાવથી તમારા પ્રસાદવડે અત્યારે હું દેવતા થયા છું.' આ પ્રમાણે કહી, સાત કોટી સુવણુ ની વૃષ્ટિ કરીને કૃતજ્ઞતા પ્રકાશિત કરી તે દેવ કોઈ ઠેકાણે અંતર્ધાન થઇ ગયા. પછી વસંતશ્રીશેખર, દધિપણું, ઋતુપર્ણ, ભીમ અને બીજા મહા બળવાન રાજાઓએ મળીને નળરાજાને રાજ્યાભિષેક કર્યો, અને તેમની આજ્ઞાથી તે રાજાએ પૃથ્વીને પણ સંકડામણુ આપે તેવાં પાતપાતાનાં સૈન્યા ત્યાં એકઠાં કર્યાં. પછી શુભ દિવસે અતુલ પરાક્રમી નળરાજાએ પેાતાની રાજ્યલક્ષ્મી પાછી લેવાની ઇચ્છાથી તે રાજાઓની સાથે અાધ્યા તરફ પ્રયાણ કર્યું. કેટલેક દિવસે સૈન્યનીરજથી સૂર્યને ઢાંકી દેતો નળરાજા અાધ્યાએ પહેાંચ્યા, અને રતિવલ્લભ નામના ઉદ્યાનમાં તેણે પડાવ કર્યા. નળને આવા ઉત્તમ વૈભવસ’યુક્ત આવેલા જાણી ભયથી કઠપ્રાણ થઈ ગયા હોય તેમ કૂબર અત્યંત આકુળવ્યાકુળ થઈ ગયા. નળે દૂત મોકલીને તેને કહેવરાવ્યું કે— “આપણે ફરીવાર દ્યૂત રમીએ અને તેમાં એવુ પણ કરીએ કે જેથી મારી સ લક્ષ્મી તારી થાય કે તારી સર્વ લક્ષ્મી મારી થાય.’’ એ સાંભળી કૂખર રણુના ભયથી મુક્ત થવાથી ખુશી થયા અને વિજયની ઇચ્છાએ તેણે ફરીવાર દ્યૂત આરંભ્યુ. તેમાં અનુજ ખ'થી વિશેષ ભાગ્યવાન્ એવા નળે ફૂબરની સર્વ પૃથ્વી જીતી લીધી, કેમકે સદ્દભાગ્યનો યાગ હોય છે ત્યારે વિજય તો માણસના કરકમળમાં હ‘સરૂપ થાય છે,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy