SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૮ મુ ૨૫૧ જ પાડી નાખીશ.' રાજાએ કહ્યું જો એમ છેતેા રે કુબ્જ ! એ ફળેા પાડી દે, તે સંખ્યાએ ખરાખર અઢાર હજાર થશે, તે કૌતુક જો.' પછી કુબ્જે તે પાડી નાંખ્યા અને રાજાએ તે ગણ્યાં, એટલે બરાબર અઢાર હજાર થયાં, એક પણ અધિક કે ન્યૂન થયું નહીં. પછી કુબ્જે ઋષિપણુંની યાચનાથી અશ્વહૃદયવિદ્યા તેને આપી અને તેની પાસેથી સખ્યાવિદ્યા યથાવિધિ પેાતે ગ્રહણ કરી. પછી પ્રાતઃકાળ થયા ત્યાં તા જેના સારથી કુખ્ત છે એવા રથ વિદર્ભોનગરીની પાસે આવી પહેાંચ્યા. તે જોઈ રાજા પિનું મુખ કમળની જેમ વિકસ્વર થયું. અહી' તે જ વખતે રાત્રીના શેષ ભાગે વૃંદભી એ એક સ્વપ્ન જોયુ, તેથી હર્ષ પામીને તેણીએ તે પાતાના પિતાની આગળ આ પ્રમાણે કહી સભળાવ્યું કે આજે રાત્રીના શેષ ભાગે હું સુતી હતી, તેવામાં નિવૃત્તિ દેવીએ કાશલાનગરીનું ઉદ્યાન આકાશમાર્ગે અહીં લાવેલું મે' દીઠું. તેમાં એક પુષ્પ ફળથી સુશોભિત આમ્રવૃક્ષ મે જોયું, એટલે તેની આજ્ઞાથી હુ તેની ઉપર ચઢી ગઈ, પછી તે દેવીએ મારા હાથમાં એક પ્રફુલ્લિત કમળ આપ્યું. હું જ્યારે તે વૃક્ષ ઉપર ચઢી તે વખતે કોઈ એક પક્ષી કે જે પ્રથમથી તેની ઉપર ચઢેલું હતુ, તે તત્કાળ પૃથ્વી ઉપર પડી ગયું.” આ પ્રમાણે સ્વપ્નવૃત્તાંત સાંભળી ભીમ રાજા માલ્યાહે પુત્રી ! આ સ્વપ્ન અતિ શુભ ફળદાયક છે. જે તે નિવૃત્તિ દેવી જોયાં, તે તારો ઉદય પામેલા પુણ્યરાશિ સમજવા. તેણે લાવેલુ. આકાશમાં જે કૈાશલાનું ઉદ્યાન તે જોયુ..., તેથી એમ સમજવુ' કે જે તારા પુણ્યરાશિ તને કેશલાનગરીનું ઐશ્વર્ય આપશે. આમ્રવૃક્ષ ઉપર ચઢવાથી તારે તારા પતિ સાથે જલદી સમાગમ થશે. તેમજ આગળથી ચઢેલું જે પક્ષી વૃક્ષ ઉપરથી પડયું તે ખરરાજા રાજ્યથી ભ્રષ્ટ થશે.' આ પ્રમાણે નિઃસ`શય તારે સમજવું. વળી પ્રભાતકાળે તને સ્વપ્નનું દર્શન થયું છે, તેથી આજે જ તને નળરાજા મળશે, કારણ કે પ્રભાત કાળનું સ્વપ્ન શીઘ્ર ફળને આપે છે.' આ પ્રમાણે પિતા પુત્રી વાતો કરે છે તેવામાં દધિપણું રાજા નગરદ્વાર પાસે આવ્યાના એક મગળ નામના પુરૂષે ભીમ રાજાને ખબર આપ્યા. તરત જ ભીમરાજા દધિપÇની પાસે આવ્યા, એને મિત્રની જેમ આલિ`ગન દઇને મળ્યા. પછી ઉતારો આપવા વિગેરેથી તેના સત્કાર કરીને કહ્યું કે ‘હે રાજન્ ! તમારો કુબડા રસાય સૂર્ય પાક રસાઈ કરી જાણે છે તે અમને બતાવેા. તે જોવાની અમને ઘણી ઈચ્છા છે, તેથી હમણાં ખીજી વાર્તા કરવાની જરૂર નથી. પછી દિષપણે તે રસોઇ કરવાની કુખડાને આજ્ઞા આપી, એટલે તેણે કલ્પવૃક્ષની જેમ ક્ષણવારમાં તે કરી બતાવી. પછી દધિપ ના આગ્રહથી તેમજ તેના સ્વાદની પરીક્ષા કરવાને માટે તે રસાઈ ભીમરાજા પરિવાર સાથે જમ્યા. તે રસાઈના ભાતથી ભરેલા એક થાળ દવદતીએ મગાબ્યા અને તે જમી. તે સ્વાદથી તેણે જાણ્યુ કે ‘આ કુખડ નળરાજા જ છે.' દેવદતીએ પોતાના પિતાને કહ્યું કે-પૂર્વે કોઈ જ્ઞાની આચાર્ય મને કહ્યુ હતું કે આ ભરતક્ષેત્રમાં સૂર્ય પાક રસાઈ નળ સિવાય બીજુ કોઇ જાણતુ નથી, માટે આ કુબડો કે હુઠા ગમે તેવા હોય, પણ તે નળરાજા જ છે, તેમાં જરા પણ સંશય નથી. ફક્ત તેવા થવામાં કાંઇક કારણ છે. વળી જેમ આ સૂર્ય પાક રસાઇથી નળની પરીક્ષા છે, તેમ પણ એક પરીક્ષા છે કે જો નળરાજાની આંગળીના મને સ્પર્શ થાય તો તત્કાળ મારા શરીરપર રામાંચ ઉભા થાય. માટે એ કુખડો અંગુળીથી તિલક રચતો હોય તેમ મને સ્પર્શ કરે. એ એ ધાણીથી તે નળરાજા પણ ખરી રીતે ઓળખાઈ આવશે.' પછી ભીમરાજાએ તેને પૂછ્યું, 'તું નળરાજા છે ?” તે ખેલ્યા, તમે બધા ભ્રાંત થયા છે, કેમકે દેવતા જેવા સ્વરૂપવાન્ નળરાજા કયાં અને જોવાને પણ અચેાગ્ય એવા હું કયાં ? પછી રાજાના અતિ આગ્રહથી
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy