SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૨૫૩ નળે કૂબરનું સર્વ રાજય જીતી લીધું તે છતાં અને તે કુબેર અતિ ક્રૂર હતું તે છતાં પણ આ મારા અનુજ બંધુ છે એમ જાણી નળે તેના ઉપર અવકૃપા કરી નહીં. ઉલટું ક્રોધ રહિત નળે પોતાનું રાજ્ય પિતાવડે અલંકૃત કરીને કૂબરને પૂર્વની જેમ યુવરાજપદ આપ્યું. નળે પિતાનું રાજ્ય મેળવીને પછી દવદંતી સાથે કેશલાનગરીનાં સર્વ ચૈત્યની ઉત્કંઠાપૂર્વક વંદના કરી. ભરતાર્ધના નિવાસી રાજાએ ભક્તિથી રાજ્યાભિષેકની માંગળિક ભેટ લઈને ત્યાં આવ્યા. પછી સર્વ રાજાએ જેના અખંડ શાસનને પાળે છે એવા નળે ઘણું હજાર વર્ષો સુધી કેશલાનું રાજ્ય કર્યું. એક વખતે નિષધ રાજા જે સ્વર્ગમાં દેવતા થયેલા છે, તેમણે આવીને વિષયસાગરમાં નિમગ્ન થયેલા મગરમચ્છ જેવા નળરાજાને આ પ્રમાણે પ્રતિબંધ આગેરે વત્સ! આ સંસારરૂપ અરણ્યમાં તારો વિવેકરૂપ ધનને વિષયરૂપ ચોર લુંટી જાય છે, તથાપિ તું પુરૂષ થઈને કેમ તેનું રક્ષણ કરતો નથી ? મેં પૂર્વે તને દીક્ષાને સમય જણાવવાનું કબૂલ કર્યું હતું, તો હવે તે સમય આવ્યે છે, માટે આયુષ્યરૂપ વૃક્ષના ફળરૂપ દીક્ષાને ગ્રહણ કર.” આ પ્રમાણે કહી તે નિષધદેવ અંતર્ધાન થયે. તે વખતે જિનસેન નામના એક અવધિજ્ઞાની સૂરી ત્યાં પધાર્યા. દવદંતી અને નળે તેમની સમીપે જઈને તેમને આદરથી વંદના કરી. પછી તેમણે પિતાના પૂર્વ ભવ પૂછયા. એટલે તે કહીને મુનિ બેલ્યા કે પૂર્વે તમે મુનિને ક્ષીરદાન કર્યું હતું તેથી તમને આ રાજય પ્રાપ્ત થયું છે. અને તે વખતે તમને બાર ઘડી મુનિ પર કૈધ રહ્યો હતો તેથી આ ભવમાં તમને બાર વર્ષનો વિયોગ રહ્યો છે.” આ પ્રમાણે સાંભળી પુષ્કર નામના પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી નળ અને દવદંતીએ તે મુનિ પાસે વ્રત ગ્રહણ કર્યું, અને તે ચિરકાળ સુધી પાળ્યું. અન્યદા નળને વિષયવાસના ઉત્પન્ન થઈ, તેથી તેણે દવદંતી ઉપર ભેગને માટે મન કર્યું. તે વાત જાણીને આચાર્યો તેનો ત્યાગ કર્યો, એટલે તેના પિતા નિષધ દેવે આવીને તેને પ્રતિબોધ આપે. પછી વ્રત પાળવાને અશક્ત એવા નળે અનશન ગ્રહણ કર્યું. તે વાત સાંભળીને નળ ઉપર અનુરાગવાળી દવદંતીએ પણ અનશન આદર્યું. આ પ્રમાણે કથા કહીને કુબર વસુદેવને કહે છે-“હે વસુદેવ! તે નળ મૃત્યુ પામીને હું કુબેર થયો છું, અને દવદંતી મૃત્યુ પામીને મારી પ્રિયા થઈ હતી, તે ત્યાંથી ચ્યવીને આ કનકવતી થઈ છે. એની ઉપર પૂર્વ ભવના પત્નીપણાના સ્નેહથી અતિશય મોહિત થઈ હું અહીં આવેલું છું, કેમકે સ્નેહ સેંકડો જન્મ સુધી ચાલે છે. હેદશાહે વસુદેવ ! આ ભવમાં આ કનકવતી સર્વ કર્મને ઉન્મૂલન કરી નિર્વાણને પ્રાપ્ત થશે. પૂર્વે ઈન્દ્રની સાથે મહાવિદેહ ક્ષેત્રમાં હું તીર્થકરને વંદના કરવાને ગયા હતા, ત્યાં વિમળસ્વામી અને મને આ વૃત્તાંત જણાવ્યું હતું.” આ પ્રમાણે વસુદેવને કનકવતીના પૂર્વ ભવની કથા કહીને કુબેર અંતર્ધાન થઈ ગયે પછી સૌભાગ્યવંતમાં શિરોમણિ અને અદ્વિતીય રૂપવાન વસુદેવ ચિરકાળના અતિશય અનુરાગના વેગથી કનકવતીને પરણીને અનેક ખેચરીઓની સાથે ક્રીડા કરવા લાગ્યા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि कनकवतीपरिणयन तत्पूर्व भववर्णनो नाम तृतीयः सर्गः ॥
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy