SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ સગ ૩ જે આ પ્રમાણે નિર્ણય કરીને ભીમરાજાએ દૂત મોકલી સુસુમારપુરના દધિપર્ણને પંચમીને દિવસે દેવદતીના સ્વયંવરમાં આવવા આમંત્રણ મે કહ્યું, એટલે કડિનપુર આવવાને તત્પર થયેલો દધિપણું રાજા મનમાં ચિંતવવા લાગ્યા કે “હું વૈદભીને પ્રાપ્ત કરવાને ઘણા દિવસ થયા ઇચ્છું છું તે મળવાને વખત આવ્યો, પણ તે તે દૂર છે અને સ્વયંવર તે આવતી કાલે જ છે, તેથી આવતી કાલે ત્યાં શી રીતે પહોંચાય ? માટે હવે શું કરવું ?” આ પ્રમાણે ચિંતાથી થોડા પાણીમાં માછલું તરફડે તેમ તે તરફડવા લાગ્યો. આ ખબર સાંભળી કુન્જ વિચારમાં પડે કે “સતી દવદંતી બીજા પુરૂષને ઈ છે જ નહીં, અને કદિ ઈરછે તે હું છતાં તેને બીજે કેણ ગ્રહણ કરે ? માટે આ દધિ પણ રાજાને હું ત્યાં પહોરમાં લઈ જઉં, જેથી તેની સાથે તારું પણું ત્યાં પ્રાસંગિંક ગમન થાય.” પછી તેણે દધિપણને કહ્યું “તમે બહુ ખેદ કે ફકર કરે નહીં, ખેદ કે ચિંતાનું જે કારણ હોય તે કહે, કેમકે રેગની વાત કહ્યા વગર રોગીની ચિકિત્સા થતી નથી.” દધિપણે કુજને કહ્યું, નળરાજા મૃત્યુ પામેલ છે, તેથી વૈદભ આવતી કાલે ફરીવાર સ્વયંવર કરે છે. રૌત્ર માસની શુકલ પંચમીએ તેને સ્વયંવર છે અને તેના અંતરમાં હવે માત્ર છ પહોર બાકી છે, તે તેટલા વખતમાં હું ત્યાં શી રીતે જઈ શકીશ ? તેનો દૂત ત્યાંથી ઘણું દિવસે જે માર્ગે અહીં આવે તે જ માગે હવે દેઢ દિવસમાં ત્યાં શી રીતે જઈ શકું ? માટે હું દવદંતીમાં ફેગટને જ લુબ્ધ થયો છું.” કુબડે કહ્યું, હે રાજન ! જરા પણ ખેદ કરે નહીં. તમને થોડા વખતમાં વિદર્ભનગરીએ પહોંચાડું, માટે મને તમે અશ્વ સહિત રથ આપિ.” રાજાએ કહ્યું, વેચ્છાથી રથાને લઈ આવ.” પછી નળે ઉત્તમ રથ અને સવ લક્ષણે લક્ષિત બે જાતિવંત અ લીધા. તેની સર્વ કાર્યમાં કુશળતા જોઈને દધિપણું વિચારમાં પડયે કે “આ કેઈ સામાન્ય પુરૂષ નથી, તે દેવ કે કઈ બેચર હોય એમ લાગે છે. પછી રથને ઘોડા ડી મુજે રાજાને કહ્યું, હવે રથમાં બેસે, હું તમને પ્રાતઃકાળે વિદર્ભનગરીએ પહોંચાડી દઈશ.” પછી રાજા, તાંબૂલવાહક, છત્રધારક, બે ચારધારીઓ અને કુજ્જ એમ છ જણ સજજ કરેલા રથમાં બેઠા. જે પેલાં શ્રીફળ અને કરંડકને વસ્ત્રવડે કટિ ઉપર બાંધી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ઘોડાને હંકાર્યા. અશ્વના હૃદયને જાણનારા નળે હાંકેલે તે રથ દેવવિમાનની જેમ સ્વામીના મન જેવા વેગથી ચાલ્યો. તેવામાં વેગથી ચાલતા રથના પવનવડે દધિપણું રાજાનું ઉત્તરીય વસ્ત્ર ઉડી ગયું, તે જાણે તેણે નળરાજાનું અવતરણ કર્યું હોય તેમ દેખાવા લાગ્યું. દધિપગે કહ્યું, ‘રે કુ! ક્ષણવા૨ રથને થોભાવ, જેથી પવનવડે ઉડી ગયેલા મારા વસ્ત્રને હું લઈ લઉં.” દધિપણે કહ્યું તેટલામાં તો તે રથ પચવીશ એજન દૂર ચાલ્યો ગયો, એટલે કુબડો હસીને બોલ્યા- હે રાજન! તમારું વસ્ત્ર ક્યાં છે ? તે પડયા પછી તે આપણે પચવીશ યોજન દૂર આવ્યા છીએ. તેવામાં દધિપણું દૂરથી અક્ષ નામના એક વૃક્ષને ઘણું ફળથી ભરપૂર જોયું. તે જોઈને તેણે કુન્જ સારથિને કહ્યું “આ વૃક્ષ પર જેટલાં ફળ છે, તેટલાં ગણ્યા વગર પણ હું કહી શકું છું, તે કૌતુક પાછા ફરતી વખતે હું તને બતાવીશ.” મુજે કહ્યું- “હે રાજન્ ! તમે કાળક્ષેપને શા માટે ભય રાખો છે? મારા જેવો અધ હૃદય જાણનાર સારથી છતાં તે ભય તમારે રાખે નહીં. વળી હું એક મુષ્ટિના પ્રહારથી આ વૃક્ષના સર્વ ફળ મેઘનાં જળબિંદુની જેમ પૃથ્વી પર તમારી સામે - ૧ બેડાનું વૃક્ષ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy