SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ સર્ગ ૨ જે હે નિર્દોષ ચારૂદત્ત ! કહો, હું તમારે ઈહલૌકિક શું પ્રત્યુપકાર કરૂં ? મેં તેને કહ્યું કે ‘તમે ગ્ય સમયે આવજો.” એટલે તે દેવ અંતર્ધાન થઈ ગયે. પછી તે બંને ખેચર મને શિવમંદિર નગરે લઈ ગયા. તેઓએ અને તેમની માતાએ જેનું ગૌરવ વધારેલું છે એ અને તેમના બંધુઓથી અને ખેચરો થી અધિક પૂજાતો હું ઘણા કાળ પર્યત ત્યાં જ રહ્યો. અન્યદા તેની બહેન ગંધર્વસેનાને મને બતાવીને તેમણે કહ્યું કે “દીક્ષા લેતી વખતે અમારા પિતાએ અમને કહ્યું છે કે, “કઈ જ્ઞાનીએ મને કહ્યું છે કે, કળાએથી જીતીને આ ગંધર્વસેનાને વસુદેવકુમાર પરણશે. માટે મારા ભૂચરબંધુ ચારૂદત્તને તમે આ તમારી બહેનને સોંપી દેજે કે જેથી ભૂચર વસુદેવકુમાર તેને સુખે પરણે. માટે આ પુત્રીને તમારી જ પુત્રી ગણીને તમે લઈ જાઓ.” આ પ્રમાણેનાં તેમનાં વચનને અંગીકાર કરી ગંધર્વસેનાને લઈને હુ મારે સ્થાનકે જવા તૈયાર થયો, તેવામાં ત્યાં પેલો દેવ આવી પહોંચ્યો, પછી તે દેવ, પેલા બે ખેચરો અને તેના પક્ષના બીજા ખેચરે ઉતાવળા કુશળક્ષેમે લીલાવડે મને આકાશમાગે અહીં લાવ્યા, અને તે દેવ તથા વિદ્યારે મને કેટીગમે સુવર્ણ, માણેક અને મોતી આપીને પોતપોતાના સ્થાનકે ગયા. પ્રાત:કાળે મારા સ્વાર્થ નામે મામા, મિત્રવતી નામની મારી સ્ત્રી અને અખંડ વેણીબંધવાળી વસંતસેના વેશ્યા વગેરેને હું મળે અને સુખી થયે. હે વસુદેવ કુમાર ! આ પ્રમાણે આ ગંધર્વસેનાની ઉત્પત્તિ મેં તમને કહી, માટે હવે “એ વણિફપુત્રી છે એમ માનીને કદિ પણ તેની અવજ્ઞા કરશે નહીં.” આ પ્રમાણે ચારૂદત્ત પાસેથી ગંધર્વસેનાને વૃત્તાંત સાંભળી કુમાર વસુદેવ અધિક હર્ષ ધરીને તેની સાથે રમવા લાગ્યું. એક વખતે વસંતઋતુમાં રથમાં બેસીને તેણીની સાથે વસુદેવકુમાર ઉદ્યાનમાં ગયે, ત્યાં માતંગોથી વીંટાયેલી અને માતંગને વેષ ધરનારી એક કન્યા તેમના જેવા માં આવી, જોતાં જ તે બંનેને પરસ્પર રાગ ઉત્પન્ન થયું. તે વખતે બનેને પરસ્પર વિકાર સહિત જોઈ ગંધર્વસેનાએ રાતાં નેત્ર કરી સારથીને કહ્યું કે, “રથના ઘડાને ત્વરાથી ચલાવ. પછી સત્વર ઉપવનમાં જઈ તેણીની સાથે ક્રીડા કરી વસુદેવકુમાર ચંપાનગરીમાં આવ્યું. તે વખતે પેલા માતંગના ચૂથમાંથી એક વૃદ્ધ માતંગી આવી આશિષ આપીને વસુદેવ પ્રત્યે બેલી પૂર્વે શ્રી ઋષભ પ્રભુએ સર્વને રાજ્ય વહેંચી આપ્યું, તે વખતે દેવગે નમિ અને વિનમિ ત્યાં હતા નહીં. પછી તેઓ એ રાજ્યને માટે વ્રતધારી એવા પ્રભુની પણ સેવા કરવા માંડી, તેથી પ્રસન્ન થયેલા ધરણેન્ટે તેમને બૈતાઢયની બંને શ્રેણીનું જુદું જુદું રાજય આપ્યું. કેટલેક કાળે તેઓએ પુત્રોને રાજ્ય આપીને પ્રભુની પાસે દીક્ષા લીધી અને જાણે મુક્ત થયેલા પ્રભુને જોવાને ઈચ્છતા હોય તેમ મોક્ષે ગયા. નમિને પુત્ર માતંગ નામે હતું, તે દીક્ષા લઈને સ્વર્ગે ગયો. તેને વંશમાં હાલ પ્રહસિત નામે એક ખેચરપતિ છે. તેની હિરણ્યવતી નામે હું સ્ત્રી છું, મારે સિંહદંદ્ર નામે પુત્ર છે, તેને નીલયશા નામે પુત્રી છે, જેને તમે ઉદ્યાનમાર્ગે આજે જ જોઈ છે. હે કુમાર! તે કન્યા તમને જોયા ત્યારથી કામપીડિત થઈ છે, માટે તમે તેને પરણ. આ વખતે શુભ મુહર્તા છે અને તે વિલંબ સહી શકે તેમ નથી.” વસુદેવે કહ્યું કે, હું વિચારીને ઉત્તર આપીશ, માટે તમે ફરીવાર આવજો.” હિરણ્યવતી બેલી કે “અહીં હું આવીશ, કે તમે ત્યાં આવશે, તે તો કોણ જાણે?” આ પ્રમાણે કહી. તે વૃદ્ધ સ્ત્રી કેઈ ઠેકાણે ચાલી ગઈ. ૧. ચારૂદત્તના વિયોગથી બાર વર્ષ પયત વેણી છોડીને થેલી નહી એવી,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy