SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૮ મુ ૧૯૭ થયા, અને વિજયસેના નામની બીજી સ્ત્રીથી મારે ગાયનવિદ્યામાં ચતુર એવી ગંધ સેના નામે એક રૂપવતી પુત્રી થઈ પછી બંને પુત્રાને રાજ્ય, યુવરાજય અને વિદ્યાએ આપીને તે જ પિતાના ગુરૂની પાસે મેં પણ વ્રત ગ્રહણ કર્યું.. ત્યાર પછી લવણુસમુદ્રના મધ્યમાં રહેલા આ કુ ંભક ટંક નામે દ્વીપ છે અને તે દ્વીપમાં આ કટક નામનો ગિરિ છે, અહી રહીને હું તપસ્યા કરૂ છું. માટે હું ચારૂદત્ત ! તને પૂં છું કે અહીં તું શી રીતે આવ્યો ?” પછી મેં મારા મહા વિષમ વૃત્તાંત જે બન્યો હતો તે બધા કહી સભળાવ્યો. એ સમયે રૂપસ‘પત્તિવડે તેની સરખા બે વિદ્યાધરા આકાશમાર્ગે ત્યાં આવ્યા, તેઓએ મુનિને પ્રણામ કર્યા. તેના સાદશ્યપણાથી મેં આ તે મુનિના પુત્રા છે એમ જાણ્યું. પછી તે મહામુનિ એલ્યા કે ‘આ ચારૂદત્તને પ્રણામ કરે.’ તે હું પિતા, હે પિતા !” એમ કહી મને નમી પડયા અને મારી પાસે બેઠા. તેવામાં આકાશમાંથી એક વિમાન ઉતર્યુ ; તેમાંથી એક દેવે ઉતરીને પ્રથમ મને નમસ્કાર કર્યા, અને પછી તે મુનિને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી. પેલા એ ખેચરાએ તેને પૂછ્યું' કે ‘તમે વંદનામાં ઉલટો ક્રમ કેમ કર્યા ?” દેવતાએ કહ્યું કે “આ ચારૂદત્ત મારા ધર્માચા છે, તેથી તેમને મેં પ્રથમ નમસ્કાર કર્યા છે. હવે મારા પૂર્વ વૃત્તાંત હું તમને કહું તે સાંભળેા. કાશીપુરમાં એ સંન્યાસી રહેતા હતા, તેમને સુભદ્રા અને સુલસા નામે બે અેનો હતી, તે વેદ અને વેદાંગની પારગામી હતી. તેમણે (બંને વ્હેનોએ) ઘણા વાદીઓનો પરાજય કર્યો હતો. એક વખતે યાજ્ઞવલ્ક્ય નામે કોઈ સન્યાસી તેમની સાથે વાદ કરવાને આવ્યો. ‘જે હારે તે જીતનારનો સેવક થઈ રહે’ એવી પ્રતિજ્ઞા કરીને વાદ કરતાં તેણે સુલસાને જીતીને પેાતાની દાસી કરી. જ્યારે તે તરૂણી સુલસા દાસી થઈને તેની સેવા કરવા લાગી, ત્યારે નવીન તારૂણ્યવાળા તે યાજ્ઞવલ્કય કામને વશ થઇ ગયા. પછી નગરીની નજીક રહીને તે હમેશાં તેણીની સાથે ક્રીડા કરવા લાગ્યો, કેટલેક દિવસે યાજ્ઞવલ્ક્ય ત્રિ'ડીથી તેણીને એક પુત્ર ઉત્પન્ન થયા. લાકાના ઉપહાસ્યથી ભય પામીને યાજ્ઞવલ્ક્ય અને સુલસા તે પુત્રને એક પિપળાના વૃક્ષ નીચે મૂકીને ચાલ્યા ગયા. તે ખખર જાણી સુભદ્રાએ ત્યાં આવી અનાયાસે પડેલા પીપળાના ફળને મુખમાં લઇને સ્વયમેવ ખાતા એવા તે બાળકને લઈ લીધા અને તે ચેષ્ટા ઉપરથી તેનું પિપ્પલાદ એવું યથાર્થ નામ પાડયુ, પછી તેને યત્નથી માટા કર્યા અને વેદિવદ્યા ભણાવી. મોટી બુદ્ધિવાળા તે અતિ વિદ્વાન અને વાદીના ગવ ને તોડનારો થયા. તેની ખ્યાતિ સાંભળી સુલસા અને યાજ્ઞવલ્કય તેની સાથે વાદ કરવાને આવ્યાં તેણે અનેને વાદમાં જીતી લીધાં. પછી તેને ખબર પડી કે આ મારાં માતાપિતા છે અને તેઓએ જ મને જન્મતાં તજી દીધા હતો, તેથી તેને ઘણા કાધ ચડ્યો, એટલે માતૃમેધ અને પિતૃમેધ વિગેરે યજ્ઞાની સમ્યક્ પ્રકારની સ્થાપના કરી. પછી પિતૃમેધ અને માતૃમેધ યજ્ઞમાં તેણે તેનાં માતાપિતાને મારી નાંખ્યા. તે વખતે તે પિપ્પલાદનો વાગ્બલિ નામે હું શિષ્ય હતો, તેથી પશુમેધ વિગેરે યજ્ઞાને આચરીને હું ધેાર નરકમાં ગયો. નરકમાંથી નીકળીને હું પાંચ વાર પશુ થયો, અને ક્રૂર બ્રાહ્મણેાએ મને વારવાર યજ્ઞમાંજ મારી નાખ્યો. પછી હું ટંકણ દેશમાં મેઢા થયો, ત્યાં મને રૂદ્રદત્તે માર્યા. તે વખતે આ ચારૂદો ધર્મ સંભળાવ્યા, જેથી હું સૌધર્મ દેવલાકમાં દેવતા થયા; માટે આ કૃપાનિધિ ચારૂદત્ત મારા ધર્માચા છે. તે કારણથી જ મે' તેમને પ્રથમ નમસ્કાર કર્યા છે. મેં, કાંઈ પણ ક્રમનું ઉલ્લંઘન કર્યું. નથી.” આ પ્રમાણે તે દેવે કહ્યું, એટલે તે અને ખેચરો પણ મેલ્યા કે અમારા પિતાને જીવિત આપવાથી તમારી જેમ એ અમારા પશુ ઉપકારી છે.' પછી તે દેવે મને કહ્યું કે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy